________________
આચાર્ય જિનદત્તસૂરિની રચનાઓથી જૈન સમાજમાં એક અભિનવ જાગરણની અમીટ લહેર તરંગિત થઈ ગઈ. તેનું દૂરગામી અને ચિરસ્થાયી પરિણામ એ આવ્યું કે શતાબ્દીઓથી ચૈત્યવાસી પરંપરા તરફ વહી રહેલો લોકપ્રવાહ સુવિહિત પરંપરા તરફ વળ્યો.
આ રચનાઓથી જણાય છે કે જિનદત્તસૂરિનો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓ પર પૂરો અધિકાર હતો અને એમની શૈલી અને અભિવ્યંજનાશક્તિ અદ્ભુત હતી. એમની રચનાઓ તત્કાલીન સાહિત્ય અને ભાષા વિજ્ઞાનના ઇતિહાસની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે.
ચમત્કારિક મહાપુરુષ ખરતરગચ્છના ઉજ્ઞાયક દાદા જિનદત્તસૂરિના જીવનનો અધિકાંશ ભાગ ચમત્કારોથી ભરપૂર છે. કર્ણવેધ પૂર્વેની બાળવયમાં જ એમણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોની દીક્ષા ગ્રહણ કરી. જીવન-પર્યત આ ઉત્કટ ભાવના સાથે જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં તેઓ અહર્નિશ સંલગ્ન રહ્યા. સંસારના પ્રત્યેક મનુષ્યને જિનશાસન પ્રતિ પ્રગાઢ રુચિ, શ્રદ્ધા ધરાવતા કરવાની તેમની ઉચ્ચ ભાવના હતી. ત્યાગ, તપ, સંયમ અને અખંડ બ્રહ્મચર્યના પ્રતાપે જિનદત્તસૂરિ દુઃસાધ્ય કાર્યો કરી શક્યાં. અદ્ભુત ઈચ્છાશક્તિ અને પ્રબળ આત્મશક્તિ પ્રાપ્ત થઈ કે લોકો તેમની સિદ્ધિને ચમત્કારની સંજ્ઞા આપવા લાગ્યા. સુવિહિત પરંપરા પ્રત્યે પ્રગાઢ શત્રુતા રાખનાર ચૈત્યવાસી પરંપરાના મહાપ્રભાવશાળી આચાર્ય પોતાના શિષ્ય પરિવાર સહિત જિનદત્તસૂરિની સેવામાં ઉપસ્થિત થયા અને ભવોભવ જિનદત્તસૂરિ જ ગુરુ તરીકે મળે એવી ભાવના વ્યક્ત કરી શિષ્યત્વ સ્વીકાર્યું. આ કોઈ મંત્રનો ચમત્કાર નહિ પણ જિનદત્તસૂરિની જિનશાસન પ્રત્યે ઉત્કટ ભાવનાનો ચમત્કાર હતો. જિનદત્તસૂરિનાં મહાન કાર્યોએ એમની કીર્તિને અમર બનાવી. આજે દેશના વિભિન્ન પ્રાંતોનાં અનેક નગરમાં દાદાવાડીઓ, મંદિરોમાં એમની મૂર્તિઓ અને ચરણપાદુકાઓ પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેરણા આપે છે કે તમે પણ ત્યાગ-તપ અને શુદ્ધ ભાવનાથી સેવા કરીને પૂજનીય બની શકો છો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 5999890396969690 ૯૧]