________________
५६
પંચસંગ્રહ તૃતીયખંડ अपर्याप्तकजातिपर्याप्तगतिभिः प्रेरिता बहुशः। बन्धमुदयं चोपयान्ति शेषप्रकृतयो नाम्नः ॥ ४७॥
અર્થ—અપર્યાપ્તનામ, જાતિનામ, પર્યાપ્ત અને ગતિનામ કર્મવડે પ્રેરિત થયેલી નામકર્મની શેષ ઘણું પ્રકૃતિએ બંધ અને ઉદયને પ્રાપ્ત થાય છે.
ટીકાનું –અપર્યાપ્તનામ, જાતિના પર્યાપ્તનામ અને ગતિનામકર્મ વડે જાણે પ્રેરિત ન થયેલ હેય અર્થાત અપર્યાપ્ત નામકર્મ આદિને જ્યારે બંધ કે ઉદય હોય ત્યારે નામકર્મની અન્ય ઘણી પ્રકૃતિઓ બંધ કે ઉદયમાં પ્રાપ્ત થાય છે. અથવા ઘણીવાર બંધ અને ઉદયમાં પ્રાપ્ત થાય છે. ગાથામાં મૂકેલ વઘુ-ગટુ : પદને ઘણીવાર એ અર્થ તે થાય છે, પરંતુ વદરાઃ “ઘણી એ અર્થ આર્ષનિયમથી કર્યો છે. જેમકે-અપર્યાપ્ત નામકર્મ બંધાતું હોય અગર ઉદયમાં હોય ત્યારે મનુષ્યગતિ યોગ્ય અથવા તિર્યંચગતિ
ગ્ય નામકર્મની ઘણી પ્રકૃતિઓ બંધમાં અને ઉદયમાં પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયાદિ જાતિનામકર્મ બંધાતું હોય કે ઉદય પ્રાપ્ત હેય ત્યારે બાદર અથવા સૂકમનામને બંધ અથવા ઉદય પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે પર્યાપ્ત નામ બંધ કે ઉદયમાં હોય ત્યારે યશઃ કીર્તિ આદિ, અને દેવાદિ ગતિનામકર્મ બંધ અગર ઉદયમાં હેય ત્યારે વૈક્રિયદ્ધિક આદિ બંધ અને ઉદયમાં પ્રાપ્ત થાય છે. ૪૭
હવે ઉદયની વક્તવ્યતા કહે છે – उदयपत्ताणुदओ पएसओ अणुवसंतपगईण । अणुभागओ उ निच्चोदयाण सेसाण भइयव्यो ॥ ४८ ॥ उदयप्राप्तानामुदयः प्रदेशतोऽनुपशान्तप्रकृतीनाम् । । अनुभागतस्तु नित्योदयानां शेषाणां भक्तव्यः ।। ४८ ॥
અર્થ—ઉદયપ્રાપ્ત કર્મને ઉદય થાય છે. અનુપશાંત પ્રકૃતિઓને જ પ્રદેશદય હોય છે, ઉપશાંતને હેત નથી. નિત્યદયી પ્રકૃતિઓને રસોદય જ હોય છે. શેષ પ્રકૃતિઓના ઉદયની ભાજના સમજવી.
ટીકાનુo–અબાધાકાળને ક્ષય થવાથી ઉદય સમયને પ્રાપ્ત થયેલ કર્મપ્રકૃતિઓને ઉદય થાય છે. તે ઉદય બે રીતે થાય છે. ૧ પ્રદેશથી, ૨ અનુભાગથી. અર્થાત્ અબાધાકાળને ક્ષય થવાથી ઉદય સમયને પ્રાપ્ત થયેલ કર્મપ્રકૃતિએ પ્રદેશદય વડે અને રસોઢવડે એમ બે પ્રકારે ઉદયમાં આવે છે. તેમાં અનુદયવતી-સ્વસ્વરૂપે ફળ આપવા અસમર્થ કર્મપ્રકૃતિએને અબાધાકાળ ક્ષય થયા પછી તેના દલિકને ઉદયવતી-સ્વસ્વરૂપે ફળ આપવા સમર્થ