________________
પપ
સપ્તતિકા ટીકાનુવાદ મિથ્યાત્વને ક્ષય કરે ત્યારે ત્રેવીસનું સત્તાસ્થાન થાય છે. માટે અઠ્ઠાવીશ અને ચોવીસ એ બંને સત્તા સ્થા ને જઘન્યકાળ અંતર્મુહૂર્ત છે.
એકવીશના સત્તાસ્થાનને ઉત્કૃષ્ટ અવસ્થાન કાળ કંઈક અધિક તેત્રીસ સાગરેપમ પ્રમાણ છે. તે આ પ્રમાણે – મનુષ્ય ભવમાં દર્શનસપ્તકને ક્ષય કરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ થાય. ત્યાં તેત્રીસ સાગરેપમ પ્રમાણ આયુ અનુભવી મનુષ્યભવમાં આવે. મનુષ્યભવમાં જ્યાં સુધી ક્ષપકશ્રેણિપર આરૂઢ ન થાય ત્યાં સુધી તેને એકવીશનું જ સત્તા
સ્થાન હોય છે. આ રીતે એક્વસના સત્તાસ્થાનને ઉત્કૃષ્ટ અવસ્થાનકાળ કંઈક અધિક તેસ સાગરોપમ પ્રમાણ હોય છે. જઘન્યથી અંતમુહૂર્ત હોય છે. અને તે સપ્તકને ક્ષય કર્યા પછી અનંતર–તરત જ ચારિત્રગેડનીયની ક્ષપણને આરંભ કરે તેને આશ્રયી સમજ.
બાકી રહેલાં સત્તાસ્થાનકોને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત કાળ જાણુ. અને તે સારી રીતે સમજી શકાય તેમ છે, એટલે તે માટે સવિસ્તર કહ્યું નથી. જેમકેમિથ્યાત્વમેહનીય ક્ષય કર્યા પછી ત્રેવીસનું અને મિશ્રમેહનીયને ક્ષય કર્યા પછી બાવીસનું સત્તાસ્થાન થાય છે. તે બંનેને અવસ્થાનકાળ અંતર્મુહૂર્તથી અધિક હેતે જ નથી. કેમકે મિથ્યાત્વમોહનીય ક્ષય કર્યા પછી અવશ્ય અંતર્મુહૂર્ત બાદ મિશ્રમેહનીયને ક્ષય કરે છે, અને ત્યારબાદ અંતમુહૂર્ત અવશ્ય સમ્યકત્વ મેહનીય ક્ષય કરે છે. એટલે ત્રેવીસ અને બાવીસની સત્તા અંતમુહૂર્તથી અધિક કાળ હતી જ નથી. બાકી રહ્યાં નવમાં ગુણસ્થાનકનાં તેરથી એક સુધીનાં સત્તાસ્થાનકે. તે દરેકને પણ અંતમુહૂર્તથી અધિક કાળ હેત જ નથી, કેમકે નવમાં ગુણસ્થાનકને કાળ જ અંતમુહૂર્ત છે. એકની સત્તાવાળા દશમા ગુણસ્થાનકને કાળ પણ અંતમુહૂર્ત જ છે. એટલે તેરથી એક સુધીનાં સઘળાં સત્તાસ્થાનેને કાળ અંતમુહૂર્ત હોય છે.
તથા છવ્વીસના સત્તાસ્થાનને અભય જ આશ્રય અનાદિ-અનંત, અને અનાદિ મિથ્યાષ્ટિ ભવ્ય આશ્રયી અનાદિ-સાંત અવસ્થાન કાળ છે. આ પ્રમાણે સત્તાસ્થાનેની કાળ પ્રરૂપણા કરી, તે કરીને મેહનીયકર્મની વક્તવ્યતા પણ પૂર્ણ કરી. ૪૬
હવે નામકર્મનાં બંધાદિ સ્થાને કહેવા જોઈએ, તે કહેતાં પહેલાં બંધાદિ સ્થાને ને સરળતા પૂર્વક બંધ થાય માટે જે પ્રકૃતિ સાથે નામકર્મની ઘણી પ્રકૃતિએ બંધ અથવા ઉદયમાં પ્રાપ્ત થાય છે, તેને નિર્દેશ કરતા આ ગાથા કહે છે–
अपज्जत्तगजाई पज्जत्तगईहि पेरिया बहुसो । बंधं उदयं च उति सेसपगइउ नामस्स ॥ ४७॥
૧ તદ્ભવ મેક્ષગામી જીવ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી અંતર્મ દૂd કાળમજ ચારિત્ર મોહ- નયની ક્ષપણાને પ્રારંભ કરે છે, વચમાં વધારે ટાઈમ ગુમાવત નથી.