________________
પર
પંચસંગ્રહ તૃતીયખંડ છે તે આ પ્રમાણે ચારના બંધકને પાંચ પ્રકૃતિરૂ૫, ત્રણના બંધકને ચાર પ્રકૃતિરૂપ, બેના બંધકને ત્રણ પ્રકૃતિરૂપ અને એકના બંધકને બે પ્રકૃતિરૂપ સત્તાસ્થાન અધિક હોય છે. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાને કર્મના અંશ તરીકે વ્યવહાર હોવાથી ગાથામાં “સંત” એ પદ મૂકયું છે. આ પ્રમાણે હવાથી ચારના બંધકને પાંચનું અને ચારનું, ત્રણના બંધકને ચારનું અને ત્રણનું, એ પ્રમાણે છે અને એકના બંધકને પણ બે-બે સત્તાસ્થાને હોય છે.
બંધ કરતાં સત્તા અધિક શા માટે હોય છે?તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે-બંધ અને ઉદયને વિચ્છેદ થયા પછી જેના બંધ અને ઉદયને વિછેદ થયો છે તેની સત્તા રહે છે, અને તે સત્તાગત લિકને અન્યત્ર સંકમાવે છે. જેમ પુરુષવેદના બંધાદિને વિચ્છેદ થયા પછી ચારને બંધક આત્મા સત્તામત પુરૂષદનું દલિક સંજવલન કોધમાં સંકમાવે છે. બંધાદિને વિદ થયા બાદ સત્તામાં કેટલું રહે છે તે ઉપર જણાવ્યું છે. એ પ્રમાણે સંજવલન ક્રોધના બંધાદિને વિચ્છેદ થયા પછી તેની જે સત્તા હોય છે, તેને ત્રણને બંધક આત્મા સંજલન માનમાં સંક્રમાવે છે. જ્યાં સુધી સંપૂર્ણપણે સંક્રમાવી નિસત્તાક ન થાય ત્યાં સુધી તેની સત્તા હોય છે. માટે ચાર આદિના બંધથી એક એક અધિક પ્રકૃતિની સત્તા સંભવે છે. ક્ષપકશ્રેણિ આશ્રયી ચારના બંધકને પાંચનું અને ચારનું એ બે સત્તાસ્થાન, અને સ્ત્રીવેદે અથવા નપુંસકવેદે ક્ષપકશ્રેણિપર આરૂઢ થનાર ચારના બંધકને પૂર્વે કહેલ યુતિથી અગીઆરનું સત્તાસ્થાન, તથા ઉપશમણિ આશ્રય સઘળાંને પૂર્વે કહેલાં ત્રણ ત્રણ સત્તાસ્થાન, સઘળાં મળી ચારના બધે અને એકના ઉદયે છ સત્તાસ્થાન હોય છે. શેષ ત્રણ આદિના બંધક દરેકને પાંચ પાંચ સત્તાસ્થાને હોય છે. ૪૩-૪૪.
હવે ઉપર કહેલા મોહનીયકર્મને સત્તા સ્થાનકે અવસ્થાન કા કહે છેसत्तावीसे पल्लासखेसो पोग्गलद्ध छवीसे । बे छावट्ठी अडचउवीसिगिवीसे उ तेत्तीसा ॥ ४५ ॥ अंतमुहुत्ता उ ठिई तमेव दुहओ विसेससंताणं । होइ अणाइ अणंतं अणाइ संतं च छब्बीसा ॥ ४६॥ सप्तविंशते : पल्यासंख्ये यांशः पुद्गलाद्ध पइविंशतेः। . द्वेषट्पष्टी अष्टचतुर्विंशत्योरेकविंशतेस्तु त्रयस्त्रिंशत् ॥ ४५॥ अंतर्मुहर्त तु स्थितिः तदेव द्विधाऽपि शेषसताम् (सत्स्थानानाम् )। भवत्यनाघनन्तोऽनादिसान्तश्च षड्विंशतः ॥ ४६ ॥