________________
૪૩
-
-
-
-
સપ્તાંતકા ટીકાનુવાદ નુબંધિ કષાયને ઉદય હોય છે. આ રીતે મિથ્યાટિને એક આવલિક કાળ સાતના ઉદયે અઠ્ઠાવીસ પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન સંભવે છે.
તથા સાત સિવાયના બાકીના આડ, નવ અને દશરૂપ ત્રણ ઉદયસ્થાનમાં છવ્વીસ સત્તાવીસ અને અઠવીશ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાને હોય છે. તે આ પ્રમાણે -આઠપ્રકૃતિનું ઉદયસ્થાન બે પ્રકારે છે-૧ અનંતાનુબંધિના ઉદય વિનાનું ૨ અનંતાનુબંધિના ઉદયવાળું. તેમાં અનંતાનુબંધિના ઉદયવિનાના આઠના ઉદયે સાતના ઉદયમાં કહેલ યુક્તિ પ્રમાણે અડ્ડાવીશનું એક જ સત્તાસ્થાન હોય છે. અને અનંતાનુબંધિના ઉદયવાળા આઠના ઉદયે ઉપર કહ્યાં તે ત્રણે સત્તાસ્થાને હોય છે, તેમાં જ્યાં સુધી સમ્યફમેહનીય ઉવેલે નહિ ત્યાં સુધી અમૂંડાવીશ, સમ્યકત્વમેહનીય ઉલ્યા બાદ સત્તાવીશ, અને મિશ્રમેહનીય ઉલ્યા બાદ છવીસ, અથવા અનાદિ મિથ્યાટિને છવીસ. એ રીતે આઠના ઉદયે ત્રણ સત્તાસ્થાન હોય છે. એ જ પ્રમાણે નવના ઉદયે પણ ત્રણ સત્તાસ્થાન હોય છે. દેશનું ઉદયસ્થાને અનન્તાનુબંધિ સહિત જ હોય છે. ત્યાં પણ ત્રણે સત્તાસ્થાન હોય છે. સાત આઠ નવ અને દશ એ ચાર ઉઢયસ્થાનકો કઈ કઈ પ્રકૃતિના મળવાથી થાય છે, તે વીસીઓ કહેવાના પ્રસંગે કહેવાઈ ગયું છે.
તથા સારવાદને એક્વીશ પ્રકૃતિના બંધે સાત, આઠ અને નવ એ ત્રણે ઉદયસ્થાનકે અઠ્ઠાવીશ પ્રકૃતિના સમુદાયરૂપ એક જ સત્તાસ્થાન હોય છે. તે આ રીતે--સાસ્વાદનપણું ઔપથમિક સમ્યકત્વથી પડતાં પ્રાપ્ત થાય છે. ઉપશમસમ્યકત્વના બળથી તે આત્માએ મિથ્યાત્વમેનીયને રસ ભેદે સમ્યકત્વ મિશ્ર અને મિથ્યાત્વરૂપે ત્રણ ભાગમાં વહેંચી નાખ્યું છે માટે દર્શન મેડનીય ત્રિકની પણ સત્તા હેવાથી સાસ્વાદને ત્રણે ઉદય સ્થાનમાં એક અઠ્ઠાવીસનું જ સત્તાસ્થાન હોય છે. અહિં સમ્યકત્વ, મિશ્રમેહનીય ઉવેલાતાં નહિ હેવાથી આચાર્ય મહારાજે ગાથામાં કહ્યું નથી. ૪૦
सत्तरसबंधगे छोदयम्मि संतं इगट्ठ चउवीसा । सगति दुवीसा य सगट्ठगोदये नेयरिगिवीसा ॥ ४१ ॥ सप्तदशवन्धके षडुदये सन्ति एकाष्टचतुर्विंशतयः । सप्तत्रिद्वाविंशतयश्च सप्ताष्टकोदये नेतरे एकविंशतिः ॥ ४१ ॥
અર્થ–સત્તરના બંધે છના ઉદયે એકવીસ અઠાવીસ અને ચોવીસ એમ ત્રણ સત્તાસ્થાને હોય છે. સાત અને આઠના ઉદયે સત્તાવીસ, ત્રેવીસ, બાવીસ જ શબ્દથી એકવીશ અઠ્ઠાવીશ અને વીશ એમ છ સત્તાસ્થાન હોય છે. ઈતર-નવના ઉદયે એકવીનનું સત્તાસ્થાન હેતું નથી.