________________
પંચસંગ્રહ તૃતીયખંડ આ પ્રમાણે સવિસ્તર સત્તામાં રચાનક કહ્યાં હવે બંધ, ઉદય અને સત્તાસ્થાનકેને પરસ્પર સંવેધ કહે છે –
बावीसं बंधते मिच्छे सत्तोदयंमि अडवीसा । संतं छसत्तवीसा य होति सेसेसु उदएसु ॥ ४० ॥ द्वाविंशति बध्नन्ति मिथ्यात्वे सप्तोदये अष्टाविंशतिः। सत् षड्सप्तविंशती च भवतः शेषेषूदयेषु ॥ ४ ॥
અર્થ–મિથ્યાત્વે બાવીસ બાંધે છે, અને ત્યાં સાવને ઉદય છતાં અાવીશ સત્તામાં હોય છે. તથા શેષ ઉદમાં છવ્વીસ અને સત્તાવીશ પણ સત્તાના સ્થાનકે ય છે.
ટીકન–ડનીય કર્મની બાવીસ પ્રકૃતિને બંધ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે હોય છે, અને ત્યાં સાતને ઉદય છતાં અઠ્ઠાવીસ પ્રકૃતિના સમુદાયરૂપ એક જ સત્તાસ્થાન હોય, છે, અન્ય કઈ હેતાં નથી. મિથ્યાદષ્ટિને બાવીસના બંધે સાતને ઉદય છતાં એક અઠ્ઠાવિશનું જ સત્તાસ્થાન હોય એ કેમ સમજી શકાય ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે--
સાતનું ઉદયસ્થાન અનંતાનુબંધિના ઉદય વિના હોય છે. મિથ્યાદ્ધિને અનંતાનુબંધિના ઉદય વિનાનું સાતનું ઉદયસ્થાન કઈ રીતે અને કેટલે કાળ હેય તે સમજવામાં આવે તે સાતના ઉદયે અઠાવીશનું એક જ સત્તાસ્થાન હોઈ શકે તે બરાબર સમજી શકાય, એટલે તે જ સમજાવે છે.--કઈ એક આત્માએ સમ્યગ્દષ્ટિ છતા અનંતાનુબંધિ કષાયને ઉવેલી નાખ્યા–સત્તામાંથી નિમૂળ કર્યા. ત્યારબાદ કાળાંતરે તથા પ્રકારના પરિણામના વશથી મિથ્યાત્વે ગયે. જે મિથ્યાદષ્ટિ થયે તે જ સમયથી મિથ્યાત્વરૂપ નિમિત્તવડે અનંતાનુબંધિ કષાયને બાંધવાને આરંભ કર્યો, અને બંધાતા તે અનંતાનુબંધિ કષાયમાં અપ્રત્યાખ્યાનાવરણદિ કષાયને સંક્રમાવવાને પણ બંધ સાથે જ આરંભ કર્યો. આવા પ્રકારના મિથ્યાષ્ટિને ૧ બંધાવલિકા કહે કે સંક્રમાવલિકા કહો એક આવલિકા કાળ પર્યત અનંતાનુબંધિ કષાયને ઉદય હોતું નથી. અનંતાનુબંધિની વિસંજના કર્યા વિના જેઓ મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય તેઓને તે અવશ્ય અનતા
૧ જે સમયે બંધ શરૂ થાય તે જ સમયથી સંક્રમ પણ શરૂ થાય છે. એટલે બંધાવલિકા અને સંક્રમાવલિકા એક સાથે જ પૂર્ણ થાય છે. આવાસિક ગયા બાદ સંક્રાંત દલિકને ઉદય થાય છે, અને બદ્ધદનિકને ઉદીરણાથી ઉદય થાય છે. જો બંધાતા અનંતાનુબંધિમાં અપ્રત્યાખ્યાનાવરણાદિ સંક્રમતા નહોત તે બંધાયેલા દલિને ઓછામાં ઓછે અંતર્મહત્ત અબાધાકાળ હોવાથી બાંધેલા દલિક તે અંતમુંદત્ત પછી જ ઉદયમાં આવી શકે. પરંતુ અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયના દલિકો સંક્રમે છે, એટલે સંકમાવલિકા ગયા પછી સંમેલાં દલિકે ઉદયમાં આવે છે, અને બદ્ધ દલ ઉદીરણાથી ઉદયમાં આવે છે. આ રીતે મિયાદષ્ટિ એક આવલિકા કાળ જ અનંતાનુબંધિના ઉદય વિનાને હેય છે.