________________
કતિકા ટીકાનુવાદ સમ્યકત્વ મોહનીય ઉવેલી નાખી છે, પરંતુ હજી મિશ્રમેહનીય ઉવેલી નથી, જ્યાં સુધી ઉવેલી ન હોય ત્યાં સુધી તેને સત્તાવીસ પ્રકૃતિ સત્તામાં હોય છે. તથા અનંતાનુબંધિની વિયેજના કરે ત્યારે વીસ પ્રકૃતિ સત્તામાં હોય છે વિસંયેજનાને અર્થ પણ છે.
પ્રશ્નજ્યારે અનંતાનુબંધિ કષાયને વિજ્યા એટલે કે સત્તામાંથી નિમૂળ કર્યા ત્યારે અસભૂત થયેલા તે કક્ષાની સત્તાને ફરી પ્રાદુર્ભાવ કઈ રીતે થાય? જે સત્તામાંથીજ ગયા તે ફરી કઈ રીતે સત્તામાં પ્રાપ્ત થાય?
ઉત્તર–મિથ્યાત્વથી. અનંતાનુબંધિની ક્ષપણ કરનારાએ અનંતાનુબંધિને સત્તામાંથી નિર્મૂળ કર્યા છે, પરંતુ તેના બીજ ભૂત મિથ્યાત્વમેહનીયને નષ્ટ કર્યું નથી. જ્યાં સુધી તે બીજ છે ત્યાં સુધી અનંતાનુબંધિની સત્તા થવાને સંભવ છે, કેમકે મિથ્યાત્વમેહની ના ઉદયથી જ્યારે પ્રથમ ગુણસ્થાનકે જાય છે, ત્યારે મિથ્યાત્વરૂપ નિમિત્તવડે અનંતાનુબંધિ કષાયને બાંધે છે. જયારે બાંધે ત્યારે સત્તામાં અવશ્ય પ્રાપ્ત થાય છે. ૩૮.
જે મેહનીય પ્રકૃતિને જે ઉલક છે, તેને આ ગાથામાં બતાવે છે – सम्ममीसाणं मिच्छो सम्मो पढमाण होइ उव्वलगो । बंधावलियाउप्पिं उदओ संकंतदलियस्स ॥ ३९ ॥ सम्यक्त्वमिश्रयोमिथ्यादृष्टिः सम्यग्दृष्टिः प्रथमानां भवत्युद्वलकः । बंधावलिकाया उपरि उदयः संक्रान्तदलिकस्य ।। ३९ ॥
અર્થ–સમ્યકત્વ અને મિશ્રમેહનીયને ઉલક મિથ્યાષ્ટિ અને અનંતાનુબંધિ કષાયને સમષ્ટિ આત્મા છે. તથા બંધાવલિકા ગયા બાદ સંક્રાંત દલિકને ઉદય થાય છે.
ટીકાનુ–સમ્યક્ત્વમેહનીય અને મિશ્રમેહનયની ઉદ્ધલના મિશ્રાદષ્ટિ આત્મા કરે . છે. અને અનંતાનુબંધિકષાયની ઉઢલના સમ્યગુદષ્ટિ-ચોથા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાન સુધીમાં વર્તમાન આત્મા કરે છે. ઉલેલા અનંતાનુબંધિ કષાયને પહેલે ગુણસ્થાનકે કઈ રીતે અને કયારે ઉદય થાય તે કહે છે-અનંતાનુબંધિ ઉવેલનાર આત્મા મિથ્યાત્વમેહના ઉદયથી પડી મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે જાય છે. જે સમયે મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય તેજ સમયથી બીજભૂત મિથ્યાત્વરૂપ હેતુ વડે અનંતાનુબંધિ બાંધવાને આરંભ કરે છે. જે સમયથી બાંધવાની શરૂઆત કરે તેજ સમયથી પડ્યરૂપ થયેલા તે અનંતાનુબંધિમાં અપ્રત્યાખ્યાનાવરણાદિ પ્રકૃતિનાં દલિકે સંક્રમે છે. સંક્રમાવલિ ગયા બાદ તે સંકાન્ત દલિકને ઉદય થાય છે. તાત્પર્ય એ કે અનંતાનુબંધિ કષાયની વિસંજના કર્યા બાદ મિથ્યાત્વ મેહનીયકર્મના ઉદયથી પડી જે સમયે મિથ્યાત્વે આવે તે સમયથી એક આવલિકા બાદ અવશ્ય અનંતાનુબંધિ કષાયને ઉદય થાય છે. આ વિષયને પહેલાં ગા. ૨૬ માં વિચાર કરી ગયા છે. ૩૯