________________
૪૦
પંચસંગ્રહ તૃતીય ખંડ છવીસ, અઠ્ઠાવીશમાંથી અનંતાનુબંધિ ચતુષ્કની વિસંજના કરે ત્યારે ચોવીસ, મિથ્યાત્વમેહનયના ક્ષયે વેવીશ, મિશ્રમેહનીયના ક્ષયે બાવીશ, અને સમ્યકત્વ મેહનીયના ક્ષયે ક્ષાયિક સમ્યકત્વીને એકવીશ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. ત્યારબાદ ક્ષપકશ્રેણિમાં આઠ કષાયને ક્ષય કરે ત્યારે તેર, નપુંસકવેદના ક્ષચે બાર, વેદના ક્ષયે અગિયાર, હાસ્યષકના ક્ષયે પાંચ, પુરૂષદના ક્ષયે ચાર, ત્યારબાદ સંજવલન કોધના ક્ષયે ત્રણ, સંજવલન માનના ક્ષયે બે, સંજવલન માયાના ક્ષયે એક સંજવલન લેભ સત્તામાં હોય છે આ પ્રમાણે મેહનીય કર્મનાં પંદર સત્તાના સ્થાનકે થાય છે.
હવે પ્રત્યેક ગુણસ્થાનકમાં કેટલાં સત્તાના સ્થાનકે હોય તેને વિચાર કરતાં કહે છે. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ત્રણ સત્તાસ્થાન હોય છે. તે આ પ્રમાણે-૨૮-ર૭–૨૬. સાસ્વાદન સમ્યગૂદષ્ટિ ગુણસ્થાનકે અઠ્ઠાવીસનું એક સત્તાસ્થાન હોય છે. મિશ્રષ્ટિ ગુણસ્થાનકે ત્રણ સત્તાસ્થાન હોય છે. તે આ–૨૮-ર૭-૨૪. તથા અવિરતિ સમ્યગૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત સંયત, અને અપ્રમત્ત સંયત એ ચાર ગુણસ્થાનકેમાં દરેકમાં પાંચ પાંચ સત્તાસ્થાનક હેય છે. તે આ પ્રમાણે-૨૮-૨૪-૨૩-૧૨-૨૧. અપૂર્વકરણે ત્રણ સત્તાસ્થાનક હોય છે. તે આ- ૨૮–૨૪–૨૧. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે અગીઆર સત્તાસ્થાન હોય છે. તે આ પ્રમાણે-૨૮-૨૪-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨-૧. સૂમસં૫રાય ગુણસ્થાનકે ચાર સત્તાસ્થાન હોય છે. તે આ–૨૮-૨૪-૨૧-૧. ઉપશાંતામહ ગુણસ્થાનકે ત્રણ સત્તાસ્થાન હોય છે. તે આ–૨૮-૨૪–૨૧. આ સઘળાં સત્તાના સ્થાનકેને વિચાર સંવેયને વિચાર કરશે ત્યાં કરશે, એટલે અહિં તેને વિચાર કર્યો નથી. ૩૭.
- હવે છવ્વીસ આદિ સત્તાસ્થાનકે કે જેને પહેલાં વિચાર નથી કર્યો, તેને સંભવ કઈ રીતે હેઈ શકે. તે જણાવવા આ ગાથા કહે છે.
छव्वीसणाइमिच्छे उव्वलणाए व सम्ममीसाणं । चउवीस अणविजोए भावो भूओ विमिच्छाओ ३८॥
षडविंशतिरनादिमिथ्यात्वे उद्वलनायां वा सम्यक्त्वमिश्रयोः ।
चतुर्विंशतिरनवियोगे भावो भूयोऽपि मिथ्यात्वात् ॥३८॥
અર્થ—અનાદિ મિથ્યાષ્ટિને છવ્વીસનું સત્તાસ્થાન હોય છે. સમ્યકત્વ અને મિત્રમેહનીયને ઉવેલતાં સત્તાવીસ અને છવ્વીસ એ બે સત્તાસ્થાન હોય છે. અનંતાનુબંધિની વિસંજના કરતાં વીસનું સત્તાસ્થાન હોય છે. મિથ્યાત્વમેહનીયરૂપ નિમિત્તથી અનંતાનુબંધિની ફરી પણ સત્તા થાય છે.
ટીકાન–અનાદિ મિથ્યાષ્ટિને મેહનય કર્મનું છવ્વીસ પ્રકૃતિરૂપ એકજ સત્તાસ્થાન હોય છે અથવા અઠ્ઠાવીસની સત્તાવાળે આત્મા જ્યારે સમ્યફત્વ અને મિશ્રમેહનીય ઉલે ત્યારે છવ્વીસ પ્રકૃતિની સત્તા થાય છે. અઠ્ઠાવીસ પ્રકૃતિની સત્તાવાળા આત્માએ
૧. એક સાથે જેટલી પ્રકૃતિ સત્તામાં હેય તેને સત્તાસ્થાન કહેવાય છે,