________________
પંચસંગ્રહ વતીય ખંડ चतुर्विशतिगुणा एते बादरसूक्ष्मयोः सप्तदशान्ये । .
सर्वेष्वपि मोहोदयाः पञ्चषष्टिादशशतानि ॥३२॥
અર્થમિથ્યાષ્ટિથી આરંભી અપ્રમત્ત ગુણસ્થાનક સુધીના ઉદયની આઠ આઠ વીસી થાય છે. સાસ્વાદન, મિશ્ર અને અપૂર્વકરણની ચાર ચાર થાય છે. એને વીસ ગુણ કરીએ અને બીજા બાદરભંપરાય અને સૂક્ષ્મસંપાયના સત્તર ભંગ થાય છે, તેને તેમાં મેળવીએ એટલે સઘળા ગુણસ્થાનકેના કુલ ભંગ બારસો અને પાંસઠ થાય છે. ૩૧-૩૨
ટકાનુ–મિથ્યાદષ્ટિથી આરંભી અપ્રમત્ત સુધીના મિથ્યાષ્ટિ, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત એ દરેક ગુણસ્થાનકમાં ઉદયના વિકલ્પની આઠ આઠ
વીસીઓ થાય છે. એ પ્રમાણે સાસ્વાદન, મિશ્ર અને અપૂર્વકરણ એ પ્રત્યેક ગુણસ્થાનકમાં ચાર ચાર ચોવીસીઓ થાય છે. ગુણસ્થાનકના ભેદે ભેદ ગણતાં કુલ બાવન વીસીઓ થાય છે. આ સઘળી ચેવાસીઓને સવિસ્તર વિચાર પહેલાં ૨૬ મી ગાથામાં કરી ગયા છે, માટે અહિં ફરી કરતા નથી. ત્યાં બંધસ્થાનકના ભેદે વસીઓને ભેદ ગણે છે, અહિં ગુણસ્થાનકના ભેદે ચોવીસીઓને ભેદ ગણે છે. બાવનને રોવીસે ગુણીએ એટલે બારસે અધિક અડતાલીસ ભંગ થાય છે. તથા નવમા અને દશમાં ગુણસ્થાનકના સત્તર ભંગ થાય છે. ત્રીસમી ગાથામાં કહેલ પ્રકારે પંચાદિ બંધમાં અનિવૃત્તિ બાદર સંપાયના બેના ઉદયના બાર અને એકના ઉદયના ચાર કુલ સેળ અને બંધના અભાવે સૂમસં૫રાયને એકના ઉદયને એક, એ પ્રમાણે પૂર્વના બારસો અડતાલીસમાં સત્તર મેળવતાં સઘળા ગુણ સ્થાનકેના મેહનીયકર્મના સઘળા ઉદયના વિકલ્પ બારસો પાંસઠ થાય છે. અન્યૂનાતિરિત આ સઘળા ભંગ ઉદીરણામાં પણ જાણવા. ૩૧-૩૨
ઉપર કહી તે જ હકીક્ત આ ગાથા દ્વારા કહે છેउदयविगप्पा जे जे उदीरणाएवि होंति ते ते उ । . अंतमुहुत्तिय उदया समयादारम भंगा य ॥३३॥
उदयविकल्पा ये ये उदीरणायामपि भवन्ति ते ते तु।
માનની દૂર કરવા સમયાવાગ્યે મંગાઇ રૂપા
અર્થ–ઉદયના જે જે વિકલ્પ થાય છે, તે સઘળા ઉદીરણામાં પણ થાય છે. ઉદય વિક અને ભંગ સમયથી આરંભી અંતમુહૂર્ત કાળ માનવાળા છે.
ટીકાનુ–સ્વરૂપતાઃ-સામાન્યથી, બંધસ્થાનના ભેદે, કે ગુણસ્થાનકના ભેદે ઉદયના જે જે વિકપ પહેલાં કહેવાઈ ગયા છે, તે સઘળા ઉદીરણામાં પણ સમજવા. કેમકે ઉદય અને ઉદીરણા સહભાવી છે. જે કે ત્રણ વેદ અને સંજવલન કષાયની પર્યતાવલિકામાં