________________
સપ્તતિકા ટીકાનુવાદ
ઉદીરણા થતી નથી, પરંતુ કેવલ ઉદય જ પ્રાપ્તે છે, કાલ ઉદય સાથે ઉદીરણા હાય છે જ, એટલે ભાંગાની હવે તે ઉદય અને ભંગનું કાળમાન કહે છે.—
એકના ઉદયથી આરંભી દેશના ઉદય સુધીના સઘળા ઉદચા-ઉદયસ્થાનકી, અને તેના સઘળા ભાંગાએ સમયથી આર'ભી અંતર્મુહૂત્ત કાળમાનવાળા છે. એટલે કે તે સઘળા ઉદયસ્થાનકાના અને તેની અંદરના સઘળા ભાંગાના જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત કાળ છે. તે તે ઉદયસ્થાનક કે તે તે ઉદયસ્થાનકાના દરેક ભંગ જધન્યથી એક સમય સુધી રહે છે, અને ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત સુધી રહે છે, ત્યારખાદ તે ઉદયસ્થાનક કે ભંગ પલટાઈ જાય છે. કારણ કે ચા થી દશ સુધીના દરેક ઉદયસ્થાનામાં કાઈપણ એક વેદ અને કાઈપણ એક યુગલ અવશ્ય હોય છે. તે વેદ કે યુગલમાંથી કોઈપણ વેદનુ કે યુગલનું અંતર્મુહૂત્ત બાદ જરૂર પરાવર્ત્તન થાય છે. કોઈપણ એક જ વેદ કે એક જ યુગલ અંતર્મુહૂત્તથી વધારે કાળ ઉદયમાં રહેતા નથી. મૂળ ટીકામાં કહ્યું છે કે– “અંતર્મુહૂત્ત બાદ વેદ અને યુગલનું' અવશ્ય પરાવત્તન થાય છે, માટે તે દરેક ઉદયસ્થાનકાના કે તેના ભાંગાના ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત કાળ કહ્યો છે. એના ઉદયના અને એકના ઉદયના અંતમુહૂત્તકાળ તે પ્રસિદ્ધ છે. કેમકે એને કે એકના ઉદય નવમા ગુણુસ્થાનકે અને એકના ઉદય દશમા ગુણસ્થાનકે હાય છે, અને તે ગુણસ્થાનકના કાળ જ અંતર્મુહૂત્ત છે. તથા જઘન્યથી દરૅક ઉદયસ્થાનક કે ભંગના એક સમયના કાળ છે. શંકા:- એક સમયના કાળ શી રીતે ઘટે ?
૨૭
તે પણ-૫ય તાવલિકા ઇંડીને-શેષ સ`ખ્યામાં કોઇ ફેર પડતા નથી.
ઉત્તર:- જ્યારે કાઈપણ વિવક્ષિત એક ઉદ્દયસ્થાનમાં કે કોઈપણ એક ભંગમાં એક સમય રહીને ખીજે સમયે અન્ય ગુણુસ્થાનકે જાય ત્યારે મધસ્થાનના ભેકે, ગુણસ્થાનકના ભેદ્દે કે સ્વરૂપે અન્ય ઉદયસ્થાનકમાં કે અન્ય ભંગમાં જાય છે. માટે સઘળા ઉદયસ્થાનકાના અને ભાંગાના કાળ જધન્યથી એક સમયના કહ્યો છે. ૩૩.
હવે કઈ માઠુ પ્રકૃતિના કયા ગુણસ્થાનકે ઉદય-વિંચ્છેદ થાય છે, તે કહે છે— मिच्छत्तं अणमीसं चउरो चउरो कसाय वा समं । ટાફ પુવે અને વેયસાયા તો હોમ
॥
मिथ्यात्वं अन-मिश्र चत्वारश्वत्वारः कषाया वा सम्यक्त्वम् । तिष्ठत्यपूर्वे षट्कं वेदकषायास्ततो लोभः ||३४||
૧ અહિ' દરેક ઉદયસ્થાનક કે દરેક ભંગને જઘન્યથી સમયના કાળ અન્ય ગુણ સ્થાનકે જાય ત્યારે કહ્યો, આ ઉપરથી એમ સમજાય છે કે એક ગુણસ્થાનકે લાંખા કાળ રહે તે દરેક ઉદયસ્થાન કે ભંગને અંતમું 'કાળ હોવા જોઇએ.