________________
સપ્તતિકા સંગ્રહ પ્રશ્નોતરી
પ્રશ્ન-૧ દશમા ગુણસ્થાનક સુધી દરેક ને જેમ આઠે કર્મને ઉદય અવશ્ય હોય છે. તેમ શું ઉદીરણ પણ આઠે કમની હેય ?
ઉત્તર-ના, પ્રથમના ૬ ગુણસ્થાનક સુધી ભવની ચરમાવલિકામાં આયુષ્ય વિના ૭ ની અને શેષ સર્વ કાળે આઠની તેમજ ૭ માથી ૧૦ મા ગુણસ્થાનકની ૧ આવલિકા બાકી હોય ત્યાં સુધી વેદનીય અને આયુષ્ય વિના ૬ ની અને ૧૦ માં ગુણસ્થાનકની ચરમ આવલિકામાં મહનીય વિના પાંચની ઉદીરણ હોય છે.
પ્રશ્ન-ર ભવની ચરમાવલિકામાં મિશ્ર ગુણસ્થાનકે આયુવિના શું સાતે કર્મની ઉદીરણા હોય
ઉત્તર-ના, ભવની ચરમાવલિકામાં તથાસ્વભાવે જ મિશ્ર ગુણસ્થાનકને સંભવ જ ન હવાથી મિત્રે હંમેશાં આઠની જ ઉદીરણ હોય છે.
પ્રશ્ન-૩ મેહનીય વિના છવાસ્થને ૭ ને ઉદય જઘન્યથી કેટલે કાળ? અને તે કઈ રીતે ?
ઉત્તર-છદ્મસ્થને મેહનીય વિના ૭ કમને ઉદય જઘન્યથી ૧ સમય અને તે પ્રથમ સમયે અગ્યારમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી બીજા સમયે જ કાળ કરનારની અપેક્ષાઓ હોય છે. ' પ્રશ્ન-૪ વીતરાગને આઠે કર્મની સત્તા જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલે કાળ અને કઈ રીતે હોય ?
ઉત્તર–આઠ કર્મની સત્તાવાળા વીતરાગ અગ્યારમાં ગુણસ્થાનકે જ હોય છે. તેથી અગ્યારમા ગુણસ્થાનકના કાળ પ્રમાણે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળ હોય છે.
પ્રશ્ન-૫ કેઈપણ કર્મના બંધ વિના શું જીવ સંસારમાં રહી શકે? અને રહે તે કેટલે કાળ ?
ઉત્તર-૧૪ મા ગુણસ્થાનકે બંધ વિના પણ આ ગુણસ્થાનકના પ હસ્વારના ઉચ્ચાર કાળ પ્રમાણ અન્તર્મુહૂર્ત કાળ સુધી રહી શકે છે.
પ્રશ્ન-૬ કેવળી અને છઘસ્થને શું સરખે બંધ હોઈ શકે ? - ઉત્તર-હા. કેવળીને ૧૩ મા ગુણસ્થાનકની જેમ છાસ્થને પણ ૧૧ મે અને ૧૨ મે ગુણસ્થાનકે ૧ સાતા વેદનીયને બંધ સમાન જ હોય છે.