________________
૩૭૬
પંચસંગ્રહ તૃતીયખંડ પ્રશ્ન-૭ ક્ષેપક શ્રેણીમાં જ ઘટે એવા દર્શનાવરણીયના સંવેધ કેટલા? અને ક્યા?
ઉત્તર-૪ ને બંધ, ૪ ને ઉદય અને છની સત્તા, ૪ નો ઉદય ૬ ની સત્તા અને ૪ને ઉદય ૪ ની સત્તા આ ૩ ક્ષપકશ્રેણીમાં જ ઘટે છે.
પ્રશ્ન-૮ દર્શનાવરણીય કર્મના ૧૧ સંવેધમાંથી જઘન્યથી ૧ સમય કાળવાળા સંવેધ કેટલા? અને તે કઈ રીતે ?
ઉત્તર-ઉપશમશ્રેણીમાં ૪ ને બંધક અથવા અબંધક થઈબીજા સમયે કાળ કરનારની અપેક્ષાએ (૧-૨) ૪ને બંધ ૪-૫ ને ઉદય અને ૯ની સત્તા, (૩૪) અબંધ, ૪-૫ ને ઉદય અને ૯ ની સત્તા આ ૪ અને બારમાં ગુણસ્થાનકના ચરમ સમયે જ સંભવે છે તે ૪ ને ઉદય ૪ ની સત્તા આ ૫ સંવેધ ને કાળ જઘન્યથી ૧ સમય છે.
પ્રશ્ન-૯ ૭ને બંધ-૮ ને ઉદય અને ૮ ની સત્તા આ ભાંગાને ઉત્કૃષ્ટ કાળ અંદર, કોષ્ટકમાં બતાવેલ છે તેટલું જ ઘટે? કે તેથી વધારે પણ ઘટી શકે?
ઉત્તર-ચાલુ મત પ્રમાણે કોષ્ટકમાં બતાવેલ છે–તેજ પ્રમાણે ઘટે, પરંતુ મતાન્તરે નારકે મરણના અન્તર્મુહૂર્ત પહેલાં પણ પરભવનું આયુષ્ય બાંધે છે. તે મતે આ ભાંગાને ઉત્કૃષ્ણકાળ અન્તર્મુહૂર્તધૂન પૂર્વકોડના ત્રીજા ભાગે અધિક અન્તર્મુહૂર્ત હીન તેત્રીશ સાગરોપમ પ્રમાણ ઘટી શકે છે.
પ્રશ્ન-૧૦ અન્તર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે પણ નારકે પરભવનું આયુષ્ય બાંધી શકે છે. આ મત શું કર્મગ્રંથકારે માને છે?
ઉત્તર-હા. આ જ ગ્રંથના સંક્રમણુકરણ ગાથા ૧૦૧ તેમજ કર્મપ્રકૃતિ સંક્રમણુકરણ ૯૧ માં પર્યાપ્ત થઈ તરત જ સમ્યકત્વ પામી અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ કાળ સુધી સમ્યકત્વના નિમિત્તથી સતત મનુષ્યદ્રિક બાંધી ભવના છેલ્લા અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વ પામી નરકમાંથી નીકળી તરતના તિર્યંચના ભવમાં આવી પ્રથમસમયે મનુષ્યદ્ધિકને ઉત્કૃષ્ટ સંક્રમ કરે છે. એમ બતાવેલ છે. તેથી બે અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરેપમ પ્રમાણ સમ્યક્ત્વના કાળમાં તે તિર્યંચ આયુષ્યને બંધ જ નથી અને ૭ મી નરક પૃથ્વીને નારક તિર્યામાં જ ઉત્પન્ન થાય છે. તેથી ભવના છેલલા અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વ પામી તિર્યંચનું આયુ બાંધી અન્તમુહૂર્ત બાદ કાળ કરી તિર્યંચમાં જાય, આથી નારકે છેલ્લા અન્તર્મુહૂ પણ આયુ બાંધે છે. એ હકીકત આ બન્ને ગ્રંથકારોને માન્ય છે. એમ સ્પષ્ટ જણાય છે.
પ્રશ્ન-૧૧ મૂળ કર્મના જેમ બંધદય સત્તાના છ સંધ ભંગ છે તેમ ઉદીરણ સાથે પણ આ છ જ હોય કે તફાવત હોય ?