________________
૩ ૧૦
પંચસંગ્રહ તૃતીયખંડ ૨૯ ના બધે પણ ૨૮ ના બંધની જેમજ સંધ જાણ. માત્ર ૮૮ ના બદલે અહીં સત્તાસ્થાન ૮૯ નું સમજવું.
૩૦ ના બંધે સામાન્યથી બતાવ્યા મુજબ ૨૯ અને ૩૦ એમ ૨ ઉદયસ્થાન અને તેના અનુક્રમે ૨ અને ૧૪૬ એમ કુલ ૧૪૮ ઉદયભાંગા હેય છે. સામાન્યથી ૯૨ – ૧ સત્તાસ્થાન અને ઉદયસ્થાન ગુણિત ૨ અને દરેક ભાગોમાં પણ આ 1 જ હેવાથી ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને ૨૯ ના ઉદયે ૨ અને ૩૦ ના ઉદયે ૧૪૬ અને સર્વ મળી ૧૪૮ હોય છે.
- ૩૧ ના બંધે પણ આજ પ્રમાણે સંવેધ સમજ, પરંતુ સત્તાસ્થાન ૯૨ ના બદલે ૯૩ નું જાણવું.
અપૂર્વકરણ ગુણસ્થાનક અહીં છઠ્ઠા ભાગ સુધી અપ્રમત્તની જેમ ૨૮ આદિ ૪ અને ત્યાર બાદ સાતમા ભાગે યશકીર્તિરૂપ ૧ નું એમ ૫ બંધસ્થાને હોય છે. દરેક બંધસ્થાનમાં ૧-૧ બંધભંગ હેવાથી કુલ બંધમાંગ ૫, અને આ ગુણસ્થાનકે વૈક્રિય તથા આહારક શરીરી ન હોવાથી સ્વભાવસ્થ ૩૦ નું ૧ જ ઉદયસ્થાન હોય છે. અંતિમ ૩ સંઘયણને પણ અહીં ઉદય ન હોવાથી પ્રથમના ૩ સંઘયણને છ સંસ્થાન સાથે ગુણતાં ૧૮, તેને બે વિહાગતિ સાથે ગુણતાં ૩૬, અને બે સ્વર સાથે ગુણતાં ૭૨ ઉદયભાંગા હોય છે.
સત્તાસ્થાને ૯૩ આદિ પ્રથમનાં ૪, ત્યાં ૨૮ના બંધે ૮૮નું ૧ અને ઉદય ભંગ ગુણિત ૭૨, એજ પ્રમાણે ૨૯ ના બંધે ૮૯ નું ૧ અને ઉદય ભંગ ગુણિત ૭૨, ૩૦ ના બંધે ૯૨ નું ૧ અને ઉદય ભંગ ગુણિત ૭૨, ૩૧ ના બંધે ૯૩ નું ૧ અને ઉદયભંગ ગુણિત ૭૨ અને ૧ ના બંધે ૯૩ આદિ ચારે સત્તાસ્થાને હોય છે. અને દરેક ઉદયભંગમાં ૪-૪ હેવાથી ૭૨ ને ચારે ગુણતાં ૨૮૮ અને ઉદયભંગ ગુણિત સત્તા સ્થાનો ૨૮૮ હેાય છે.
અનિવૃત્તિ બાદર સંપાય ગુણસ્થાનક
અહીં ૧ બંધસ્થાન, ૧ બંધભંગ, ૩૦ નું ૧ ઉદયસ્થાન અને ૭૨ ઉદયભાંગા હોય છે. ઉપશમશ્રેણીમાં ૯૩ આદિ ૪ તથા ક્ષપકશ્રેણીમાં ૧૩ પ્રકૃતિને ક્ષય ન થાય. ત્યાં સુધી ૯ આદિ પ્રથમનાં ૪ અને ૧૩ પ્રકૃતિને ક્ષય થયા પછી ૮૦-૭૯-૭૬ અને ૭૫ આ ૪ એમ ૮ સત્તાસ્થાને હોય છે.