________________
ઉપ
સપ્તતિક ટીકાનુવાદ
ચારની સત્તાને એક સમય એટલે જ કાળ છે, અને તે પણ બારમાં ગુણસ્થાનકને
ચરમસમય,
આ પ્રમાણે બંધસ્થાન અને સત્તાસ્થાનકેનું કાળમાન કહ્યું. હવે દર્શનાવરણીય કર્મના ઉદયસ્થાનકોનું પ્રતિપાદન કરવા માટે કહે છે – दंसण सनिदंसणउदओ समयं तु होइ जा खीणो। जाव पमत्तो नवण्ह उदओ छसु चउसु जा खीणो ॥१२॥
दर्शनस्य सनिद्रदर्शनस्योदयः समकं तु भवति यावत् क्षीणम् ।
यावत्प्रमत्तं नवानामुदयः षण्णां चतसृणां यावत्क्षीणम् ॥१२॥ અર્થ–ચાર દર્શનાવરણીય અથવા નિદ્રા સાથે દર્શનાવરણીયને એક સાથે ઉદય ક્ષીણમેહ પર્યત હોય છે. પ્રમત્ત ગુણસ્થાનક પર્યત નવન ઉદય હોય છે, અને ક્ષીણ– મેહના ચિરમ સમય પર્યત છને અને ચરમ સમયે ચારને ઉદય હેાય છે.
ટીકાનુડ–દર્શનાવરણીય કર્મનાં બે ઉદયસ્થાન છે, તે આ પ્રમાણે એક સાથે એક જીવને ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ દર્શનાવરણીય એ ચારને ઉદય હોય છે, અથવા પાંચ નિદ્રામાંથી કેઈપણ એક નિંદ્રા સાથે પાંચને ઉદય હોય છે. એક જીવને એક સાથે બે આદિ નિદ્રાઓ ઉદયમાં હોતી નથી. આ પ્રમાણે ચારનું અને પાંચનું એમ બે ઉદયસ્થાને હોય છે. આ બંને ઉદયસ્થાનકે ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી હોય છે. (પરંતુ ક્ષીણમેહના ચરમ સમયે નિંદ્રાને ઉદય ન હોવાથી ચારનું જ ઉદયસ્થાન સમજવું.)
અહિં નિદ્રાના ઉદય સાથે પાંચનું ઉદયસ્થાન આચાર્ય મહારાજે કર્મસ્તવના અભિ પ્રાયથી કહેલ છે, સત્કર્મગ્રંથ આદિ ગ્રંથકારના અભિપ્રાયે તે ક્ષપકશ્રેણિમાં અને ક્ષીણ મોહે ચક્ષુર્દર્શનાવરણીય આદિ ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે, પણ નિદ્રા સાથે પાંચનું નહિ. સત્કર્મગ્રંથમાં કહ્યું છે કે “ક્ષપકશ્રેણિમાં વર્તમાન અને ક્ષીણમહીં જીવને છેડીને અન્ય જીને નિદ્રાને ઉદય હોય છે. આ પ્રમાણે ચાર પ્રકૃતિના સમૂહરૂપ અથવા નિદ્રા સાથે પાંચના સમૂહરૂપ ઉદયસ્થાન એક કાળે એક જીવ આશ્રયી કહેલ છે.
જ્યારે સામાન્યતઃ અનેક જીવ આશ્રયી ઉદયસ્થાનને વિચાર કરીએ ત્યારે આ પ્રમાણે સમજવું.-પ્રમત્ત ગુણસ્થાનક પર્યત દર્શનાવરણીયની નવે પ્રકૃતિએ ઉદયમાં હેય છે. ત્યારપછી થીણદ્વિત્રિકને ઉદય નહિ હેવાથી છનો ઉદય હોય છે, અને તે ક્ષીણ