________________
૨૨૧
સપ્તતિકા ટીકાનુવાદ એમ બંને રીતે સમય ન્યૂન ૧૪ મા ગુણસ્થાનકના કાળ પ્રમાણ અન્તર્મુહૂર્ત, અને પ્રથમના ચારે ભાંગીને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત છે.
હવે આજ ભાંગાઓ જી સ્થાનકોમાં વિચારીએ અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તમાં ચી ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તે તેમાં આઠ અને શેષ તેર જીવસ્થાનકમાં પ્રથમના ચાર તેમજ સંજ્ઞા પર્યાયમાં પણ બાર ગુણસ્થાનકની જ વિવક્ષા કરીએ તે ચૌદે જીવસ્થાનકમાં પ્રથમના ચાર ભંગજ ઘટે છે. અને છેલ્લા ચાર ભંગ માત્ર કેવળી ભગવંતમાં જ ઘટે છે.
આયુષ્ય :- આ કર્મની ચાર પ્રકૃતિઓ છે. પરંતુ કોઈપણ એક જીવને બંધમાં અને ઉદયમાં એક જ હોય છે. એક સાથે બે કે ત્રણ બંધ કે ઉદયમાં હતી નથી માટે એક પ્રકૃતિરૂપ બંધસ્થાન અને ઉદયસ્થાન એક જ છે. તેમજ પરભવનું આયુષ્ય ન બાંધે ત્યાં સુધી વિવક્ષિત ભવના આયુષ્યની એકની અને પરભવ આયુના બંધસમયથી આરંભી ત્યાંથી કાળ ન કરે ત્યાં સુધી બેની સત્તા હેય છે. માટે એક અને બે પ્રકૃતિ રૂ૫ બે સત્તાસ્થાન હોય છે.
જીવ જ્યાં સુધી પરભવ-આયુના બંધની શરૂઆત ન કરે ત્યાં સુધી અબદ્ધાયુ, પરભવ આયુના બંધની શરૂઆતથી બંધ પૂર્ણ ન કરે ત્યાં સુધી બધમાનાયુ અને બંધ સમાપ્ત કર્યા બાદ ત્યાંથી કાળ ન કરે ત્યાં સુધી બદ્ધાયુ એમ ત્રણ અવસ્થા હોય છે. | નરકાયુને બંધ પહેલા, તિર્યંચ આયુને પ્રથમના બે અને મનુષ્યાયુને પ્રથમનાં બે અને ચોથું એમ ત્રણ અને દેવાયુને બંધ ત્રીજા વિના એક થી ૭ એમ છ ગુણસ્થાનકે હોય છે.
નરક અને દેવાયુને ઉદય પ્રથમનાં ચાર, તિર્યંચાયુને પ્રથમનાં પાંચ અને મનુગાયુને ઉદય ૧૪મા ગુણસ્થાનક સુધી હોય છે.
નરક અને તિર્યંચાયુ.ની સત્તા સાતમા સુધી, દેવાયુષ્યની સત્તા ઉપશમશ્રેણી આશ્રયી અગિયારમા સુધી અને મનુષ્ય આયુની સત્તા ૧૪મા સુધી હોય છે.
સંધઃ નરકગતિઃ અબાયુ (૧) નરકાયુષ્યને ઉદય અને નરકાયુની સત્તા ગુણસ્થાનક 1 થી ૪. બર્થમાનાયુ. (૨) તિર્યંચાયુને બંધ, નરકાયુને ઉકય, નરક-તિર્યંચાયુની સત્તા ગુણસ્થાનક પ્રથમનાં બે. બધમાનાયુ (૩) મનુષ્યાયુને બંધ, નરકાયુને ઉદય, નરક-મનબાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧ થી ૪. બદ્ધાયુ. (૪) નરકાયુને ઉદય, નરક-તિર્યચાયુની સત્તા (૫) નરકાયુને ઉદય, નરક-મનુષ્પાયુની સત્તા, આ બન્ને ભાંગામાં ગુણસ્થાન ૧ થી ૪