________________
૨૨૨
પંચસંગ્રહ તૃતીયખંડ દેવગતિ :–અબદ્ધાયુ (૧) દેવાયુને ઉદય અને દેવાયુની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૪. બધમાનાયુ (૨) તિર્યંચાયુને બંધ, દેવાયુને ઉદય, દેવ-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૩) મનુષ્પાયુને બંધ, દેવાયુને ઉદય, દેવ-મનુષ્પાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના એકથી ચાર, બદ્ધયુ (૪) દેવાયુને ઉદય. દેવ-તિય"ચાયુની સત્તા (૫) દેવાયુને ઉદય, દેવ-મનુષ્પાયુની સત્તા. આ બને ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૪.
તિર્યંચ ગતિ :–અબઢાયુ (૧) તિર્યંચાયુને ઉદય, તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૫. બધ્યમાનાયુ. (૨) નરકાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-નરકાયુની સત્તા. ગુણસ્થાનક પહેલું (૩) તિર્યંચાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૪) મનુષ્યને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-મનુષ્પાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૫) દેવાયુને બંધ, તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-દેવાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧ થી ૫. બદ્ધાયુ (૬) તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-નરકની સત્તા (૭) નિયંચાયુને ઉદય, તિર્યંચ-તિર્યંચાયુની સત્તા ૮) તિર્યંચાયુને ઉદય, તિર્યંચમનુષ્પાયુની સત્તા (૯) તિર્યંચાયુને ઉદય, તિર્યંચ-હેવાયુની સત્તા આ ચારે ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૫.
મનુષ્ય ગતિ –અબદ્ધાયુ, (૧) મનુષ્પાયુને ઉદય, મનુષ્યાયુની સત્તા. ગુણસ્થાનક ૧ થી ૧૪, બધ્યમાનાયુ. (૨) નરકાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-નરકાયુની સત્તા. ગુણસ્થાનક પહેલું. (૩) તિર્યંચાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-તિર્યંચાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૪) મનુષ્પાયુને બંધ, મનુષ્યાયુને ઉદય, મનુષ્ય-મનવાયુની સત્તા. ગુણસ્થાનક પ્રથમનાં બે (૫) દેવાયુને બંધ, મનુષ્પાયુને ઉદય, મનુષ્યદેવાયુની સત્તા. ગુણસ્થાનક ત્રીજા વિના ૧ થી ૭. બદ્ધાયુ. (૬) મનુષ્યાયુને ઉદય, મનુષ્યનરકાયુની સત્તા. (૭) મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-તિર્યંચાયુની સત્તા. (૮) મનુષ્યાયુને ઉદય, મનુષ્ય-મનુષ્પાયુની સત્તા. આ ત્રણે ભાંગામાં ગુણસ્થાનક ૧ થી ૭. (૯) મનુષ્પાયુને ઉદય, મનુષ્ય-દેવાયુની સત્તા. ગુણસ્થાનક એકથી અગિયાર.
કાળઃ-આયુષ્યને બંધ અન્તર્મુદત સુધી જ હોય છે માટે ચારે ગતિમાં બધ્યમાનાયુના બારે ભાંગાને કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે અન્તર્મુહૂર્ત પ્રમાણ છે તેમજ નારક અને દેવે પિતાના આયુષ્યના છ માસ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે છે. અને બન્નેનું જઘન્યાયુ. દશ હજાર વર્ષ પ્રમાણ અને ઉત્કૃષ્ટાયુ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે માટે નરકાયુષ્યને ઉદય અને નરકાયુની સત્તા તેમજ દેવાયુને ઉદય અને દેવાયુની સત્તા આ બને ભાંગાઓને કાળ જઘન્યથી છમાસચૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી છમાસપૂન તેત્રીસ-સાગરેપમ પ્રમાણ છે અને કેટલાક આચાર્ય ભગવન્તના મતે નારકી અત્તમુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે પણ પરમવાયુ બાંધે છે તેઓના મતે પહેલા ભાંગાને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરેપમ પણ ઘટે છે.