________________
કર
૨૨૦
પચસપ્રહ તૃતીયખંડ - હવે ચૌદ જીવસ્થાનક આશ્રયી વિચારીએ તે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વ ગુણસ્થાનકને સંભવ હોવાથી અગ્યાર અથવા તેર અને જે લબ્ધિ પર્યાપ્તા અને કરણ અપર્યાપ્તાની વિવક્ષા કરીએ તે સંજ્ઞી અપર્યાપ્તામાં પ્રથમના બે ગુણસ્થાનકે નવના બંધના બે અને એથે ગુણસ્થાનકે છના બંધના બે એમ ચાર તેમજ લબ્ધિ અપર્યાપ્તાન વિરક્ષા કરીએ તે આ જીવ ભેદમાં અને શેષ બાર એમ કુલ તેરે જીવભેદમાં નવના બંધના પ્રથમના બેજ સંધ ઘટે છે.
વેદનીય આ કમની બેજ પ્રકૃતિઓ છે. તેમાં અસાતાને બંધ છઠ્ઠી સુધી તેમજ સાતાને બંધ તેરમા સુધી હોય છે. અને બન્નેને ઉદય ૧૪માના ચરમ સમય સુધી હોય છે. પરંતુ આ બન્ને પ્રકૃતિઓ બંધ અને ઉદયમાં પરાવર્તમાન હવાથી બંધ કે ઉદયમાં સાથે આવતી નથી પણ બેમાંથી ગમે તે એક જ આવે છે માટે એક પ્રકૃતિનું એક જ બંધસ્થાન અને એક જ ઉદયસ્થાન છે.
તેરમા ગુણસ્થાનક સુધી વિવક્ષિત એક ગુણસ્થાનમાં એક જીવને પણ ઉદયમાં સાત અને અસાતા પરાવર્તમાન થઈ શકે છે. પણ ચૌદમા ગુણસ્થાનકે તેમ પરાવર્તમાન થતી નથી પરંતુ જે જીવને સાતાને ઉદય હોય તેને સાતાને જ અને જે જીવને અસાતાને ઉદય હેય તેને અસાતાને જ ઉદય હોય છે આ ખાસ ધ્યાનમાં રાખવું.
- ચૌદમાના ઉપન્ય સમય સુધી દરેક જીવને સાતા અને અસાતા એ બનેન અને ચરમ સમયે સાતાના ઉદયવાળાને સાતાની અને અસાતાના ઉદયવાળાને અસતાની જ સત્તા હોય છે. માટે એક અને બે પ્રકૃતિ રૂપ બે જ સત્તાસ્થાન છે.
સંવેધ (૧) અસાતાને બંધ, અસાતાને ઉદય, બેની સત્તા (૨) અસાતાને બંધ, સાતાને ઉદય, બેની સત્તા ૩) સાતાને બંધ, અસાતાને ઉદય, બેની સત્તા અને (૪) સાતાનો બંધ, સાતાને ઉદય, બેની સત્તા આ ચારે એક થી છ ગુણસ્થાનક સુધી સંભવે છે.
ત્યાર બાદ અસાતાને બંધ ન લેવાથી સાતમાથી તેમાં ગુણસ્થાનક સુધી ત્રીજે અને એથે એમ બે ભંગ સંભવે છે.
૧૪ મા ગુણસ્થાનકમાં દ્વિચરમ સમય સુધી (૫) અબંધ, સાતાને ઉદય, બેની સત્તા (૨) અબંધ અસાતાને ઉદય, બેની સત્તા અને ચરમ સમયે (૭) સાતાને ઉદય, સાતાની સત્તા (૮) અસાતાને ઉદય, અસાતાની સત્તા આ ચાર ભંગ ધટે છે. એમ વેદનીય કર્મના કુલ આઠ સંવેધ ભાંગ છે.
કાળઃ- ત્યાં છેલ્લા બે ભાંગા ચૌદમાના ચરમ સમયે હેવાથી તેને કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે એક સમય, અને પાંચમા અને છઠ્ઠા ભાંગાને જઘન્ય અને ઉત્કૃષ્ટ