________________
૨૧૪
પંચસંગ્રહ તૃતીયખંડ શેષ જ્ઞાનાવરણીયાદિ પાંચ કર્મો દશમા સુધી બંધાય છે. માટે આ પાંચમાંના જ્ઞાનાવરણીય વગેરે કેઈપણ કમને બંધ હોય ત્યારે ત્રીજા સિવાયના એકથી સાત ગુણસ્થાનકે આઠ, અથવા સાત. ત્રીજે, આઠમે અને નવમે આયુષ્ય વિના સાત, અને દશમે મેહનીય તથા આયુષ્ય વિના છ કર્મો બંધાય છે.
ઉદય સાથે ઉદયને સંધ આઠે કર્મને ઉદય દશમા ગુણસ્થાનક સુધી હોય છે, માટે મેહનીય કર્મને ઉદય હેય ત્યાં સુધી આઠે કર્મોને, અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તેમજ અંતરાયને ઉદય બારમા સુધી હેય છે. જેથી આ ત્રણમાંથી કોઈપણ કર્મને ઉદય હોય ત્યારે દશમ સુધી આઠને અને અગિયારમે તથા બારમે મેહનીયને ઉદય ન હોવાથી શેષ સાત કર્મને હોય છે.
વેદનીયાદિ ચારે અઘાતિ કર્મને ઉદય ચૌદમા સુધી લેવાથી આ ચારમાંના કેઈપણ કર્મને ઉદય હોય ત્યારે દશમા સુધી આઠને, અગિયારમે અને બારમેં મેડનીય વિના સાતને અને તેરમે તથા ચૌદમે વેદનીય વગેરે ચાર અઘાતિ કર્મને જ ઉદય હોય છે.
સત્તા સાથે સત્તાને સંવેધ અગિયારમા ગુણસ્થાનક સુધી આઠ કર્મની સત્તા હોય છે, માટે મેહનીયની સત્તા હોય ત્યાં સુધી આઠની અને શેષ ત્રણ ઘાતિ કર્મોની સત્તા બારમા સુધી હોય છે, માટે તેમાંના જ્ઞાનાવરણીય વગેરે કેઈની પણ સત્તા હોય ત્યારે અગિયારમા સુધી આઠની, અને બારમે મેહનીય સિવાય સાતની સત્તા હોય છે.
ચારે અઘાતિ કર્મોની સત્તા ચૌદમા ગુણસ્થાનક પર્યત હોવાથી તેમાંના કેઈપણ કર્મની સત્તા હોય ત્યારે અગિયારમા સુધી આઠની, બારમે મેહનીય સિવાય સાતની અને તેરમે તથા ચૌદમે ચાર અઘાતિ કર્મોની જ સત્તા હોય છે.
બંધ સાથે ઉદય અને સત્તાને સંવેધ દશમા ગુણસ્થાનક સુધી ઉદય અને સત્તામાં આઠ, અગિયારમે ઉદયમાં મનીય વિના સાત અને સત્તામાં આઠ તેમજ બારમે ઉદય અને સત્તામાં મેહનય વિના સાત અને પછીના બે ગુણસ્થાનકે ઉદય અને સત્તામાં ચાર કર્મો હોય છે.
ત્યાં ત્રીજા સિવાય એથી સાત ગુણસ્થાનકે આયુષ્યના બંધકાલે આઠના બળે, અને આ જ ગુણસ્થાનકમાં શેષ કાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમાં ગુણસ્થાનકે સાતના બંધે, અને દશમા ગુણસ્થાનકે મેહનીય અને આયુ વિના છ ને બંધે આઠને ઉદય અને આઠની સત્તા જ હોય છે.
એકને બંધ અગિયારમાથી તેરમા સુધી હેવાથી એકના બંધે અગિયારમે મિહનીય વિના સાતને ઉદય અને આઠની સત્તા. બારમે મેહનીય વિના સાતને ઉદય અને સાતની સત્તા તથા તેરમા ગુણસ્થાનકે ચારને ઉદય અને ચારની સત્તા હેય છે.