________________
૩૪ શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમે નમ:
૩% છે. શ્રી મહાવીરસ્વામિને નમે નમઃ ૩૪ હૈ શ્રી સર્વલબ્લિનિધાનાય ગૌતમસ્વામિને નમઃ
શ્રી વિદ્યાદા ગુરુભ્ય નમ:
છે શ્રી સપ્તતિકા સાર સ ગ્રહ છે. કયા કર્મના બંધ-ઉદય અથવા સત્તાની સાથે અનુક્રમે કેટલા અને કયા કયા કર્મોનાં બંધ-ઉદય અને સત્તા હેય? એમ સમ્યફ પ્રકારે વહેંચણી કરવી એટલે કે વિભાગ કરે તે સંવેધ કહેવાય. તેમજ કેટલી મૂળ અથવા ઉત્તર કર્મપ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે મૂળ અથવા ઉત્તર કેટલી કર્મપ્રકૃતિઓને ઉદય હેય? અથવા સત્તા હાય? તેમજ કેટલી કર્મ પ્રકૃતિએ બંધાતી હેય ત્યારે કેટલી ઉદય અને સત્તામાં હેય? એમ વિભાગ કરે તે પણ સંવેધ કહેવાય.
આ ગ્રંથમાં ઉપર જણાવ્યા મુજબ સંવેધ બતાવવામાં આવેલ છે, પરંતુ અધ્યાહારથી કેટલી અને કઈ કર્મ પ્રકૃતિએને ઉદય હોય ત્યારે કેટલી પ્રકૃતિએને બંધ અથવા સત્તા હોય તેમજ કેટલી પ્રકૃતિએને બંધ અને સત્તા એમ ઉભય હોય? અને કેટલી અને કઈ પ્રકૃતિઓની સત્તા હોય ત્યારે કેટલી કર્મ પ્રવૃતિઓને બંધ હોય અથવા ઉદય હોય? તેમજ કેટલી પ્રકૃતિએને બંધ અને ઉદય એમ ઉભય હેય? એમ વિભાગ કરે તે પણ સંવેધ કહેવાય.
બંધ સાથે બંધને સંવેધ નવમા ગુણસ્થાનક સુધી સમયે સમયે આયુષ્ય વિના સાતે કર્મો બંધાય છે. અને આયુષ્ય ત્રીજા ગુણસ્થાનક સિવાય એકથી સાત ગુણસ્થાનક સુધી પોતાના ચાલુ ભવના આયુષ્યના ત્રીજા વગેરે ભાગમાં જ બંધાય છે, માટે આયુષ્ય બંધાય ત્યારે ત્રીજા સિવાય એકથી સાત ગુણસ્થાનકે આઠ કર્મો અવશ્ય બંધાય છે.
મેહનીય કર્મ નવમા ગુણસ્થાનક સુધી બંધાય છે. માટે મેહનીયને બંધ હોય ત્યારે મિશ્ર સિવાય ૧ થી ૭ ગુણસ્થાનકે આયુષ્યના બંધકાલે ૮, અને શેષકાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનકે આયુષ્ય વિના સાત કર્મ બંધાય છે.
વેદનીય કર્મ તેરમા સુધી બંધાય છે, જેથી વેદનીય બંધાતું હોય ત્યારે ત્રીજા સિવાય આયુના બંધકાલે ૧ થી ૭ ગુણસ્થાનકે ૮, શેષકાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનકે આયુષ્ય વિના ૭, અને દશમ ગુણસ્થાનકે મેહનીયને પણ બંધ ન હોવાથી આયુ અને મેહનીય વિના છે, અને અગિયારમાથી તેરમા સુધી એક વેદનીયને પિતાને જ બંધ હોય છે.