________________
સપ્તતિકા ટીકાનુવાદ
૨૦૫ ન્યૂ પ્રકૃતિઓ બંધોગ્ય સમજવી. એટલે કે ઉપર પહેલે અને બીજે ગુરુસ્થાનકે નારકીએને જે બંધ કહ્યો, તેનાથી આ ત્રણ પ્રકૃતિવડે ન્યૂન બંધ સાતમી નરકપૃથ્વમાં કહે.
પરંતુ ત્રીજે અને ચોથે ગુણસ્થાનકે ગુણપ્રત્યયે મનુજદ્ધિક અને ઉચ્ચગેત્ર કમને બંધ થાય છે, એટલે એ બને ગુણસ્થાનકે સાતમી નરક પૃથ્વીમાં એકોતેર પ્રકૃતિઓ બંધાય છે. સાતમી નરકપૃથ્વીમાં ચારે ગુણસ્થાનકે ભવપ્રત્યયે કે ગુણપ્રત્યયે મનુષ્પાયુને બંધ થતજ નથી. એટલે તેને પહેલે ગુણસ્થાનકે છનું, બીજે ગુણસ્થાનકે એકાણું અને ત્રીજે તથા એથે ગુણસ્થાનકે સિત્તેર પ્રકૃતિને બંધ થાય છે. ૧૪૭
હવે દેવગતિ સંબંધે વિશેષ કહે છે सामण्णसुराजोग्गा आजोइसिया ण बंधंति सतित्था । इगिथावरायवजुया सणंकुमारा ण बंधंति ॥१४८॥
सामान्येन सुरायोग्या आज्योतिष्का न बध्नन्ति सतीर्थाः।
एकस्थावरातपयुताः सनत्कुमारा न बध्नन्ति ।। १४८ ॥ અર્થ સામાન્યથી દેવાને બંધઆશ્રયી જે અગ્ય પ્રકૃતિએ છે, તે તીર્થંકરનામ સાથે તિષ સુધીના દેવે બાંધતા નથી. તથા એકેન્દ્રિય, સ્થાવર અને આતપ યુક્ત તે પ્રકૃતિએને સનકુમારાદિ દેવો બાંધતા નથી.
ટીકાનુ–સામાન્યથી દેવને બંધમાં અગ્ય જે સેળ કર્મપ્રકૃતિઓ પહેલાં બંધવિધિદ્વાર ગાથા ૩૦ માં કહી છે, તે સેળ પ્રકૃતિએ આ પ્રમાણે છે-વૈક્રિયદ્રિક, આહારક દ્વિક, દેવત્રિક, નરકત્રિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ અને વિકલત્રિક તે તીર્થ કરનામકર્મ સાથે સત્તર પ્રવૃતિઓ તિષ સુધીના એટલે કે ભવનપતિ, વ્યંતર અને તિષ્ક દેવો ભવપ્રત્યયે બાંધતા નથી.
તેજ સોળ પ્રવૃતિઓમાં એકેન્દ્રિય જાતિ, સ્થાવર અને આતપનામ મેળવતાં એગણીશ પ્રકૃતિએને સનકુમારકિ દેવ બાંધતા નથી. ૧૪૮ तिरितिगउज्जोवजुया आणयदेवा अणुत्तरसुरा उ । अणमिच्छणीयदुव्मगथीणतिगं अपुमथी वेय ॥१४९॥
૧ અહિં ટીકામાં પરિપૂર્ણ એકેતેર પ્રકૃતિ જણાવી છે પરંતુ ગણત્રીએ મનુષ્પાયુ વિના સીરોર - રહે છે, જે ત્રીજા કર્મગ્રંથની સતની ગાથામાં જણાવી છે. સાતમી નારકીના નાર મનુષ્યાય બાંધતા નથી. તે ઉપર ગાથામાં જ કહ્યું છે.