________________
૧૭૪
પંચસંગ્રહ તૃતીયડ ઉદયસ્થાનકે ત્રાણું અને નેવ્યાશી એમ બબ્બે સત્તાસ્થાનકે હોય છે. નારકીને ત્રીશને બંધ કરતાં પાંચ ઉદયસ્થાનકે હોય છે. તે દરેક ઉદયસ્થાનકમાં એક માત્ર નેવ્યાસીનું જ સત્તાસ્થાન હોય છે. કેમકે તીર્થંકરનામ અને આહારકચતુષ્ક એ બંનેની સંયુક્ત સત્તા છતાં કઈ પણ આત્મા નરકગતિમાં ઉત્પન્ન થતું નથી, માટે તેઓને ત્રાણુંનું સત્તાસ્થાન સંભવતું નથી.
આ પ્રમાણે સામાન્યથી એકવીશથી આરંભી ત્રીશ સુધીના ઉદયસ્થાનકમાંનાં દરેક ઉદયસ્થાનકે ૯૩–૯૨-૮-૮૮ એમ ચાર ચાર સત્તાસ્થાને હોય છે. અને એકત્રીશના ઉદયમાં ૯૨-૮૮ એમ બે સત્તાસ્થાન હોય છે. સઘળાં મળી ત્રીશ સત્તાસ્થાનકે થાય છે.
હવે દેશવિરતના બંધ, ઉદય અને સત્તાસ્થાનકે કહે છે–દેશવિરતિ ગુણસ્થાનકે અટૂઠાવીશ અને ઓગણત્રીશ એ બે બંધસ્થાનક હોય છે. આ ગુણસ્થાનક સંખ્યાતવર્ષના આયુવાળા મનુષ્ય અને તિયાને જ હેય છે, અને તે પણ પર્યાપ્તાવસ્થામાં જો તેમાં અટૂઠાવીશનું બંધસ્થાન દેશવિરત મનુષ્ય કે તિર્યંચને દેવગતિગ્ય બાંધતાં સમજવું. તેના સ્થિર–અસ્થિર, શુભ-અશુભ અને યશ–અપયશના ભેદે આઠ ભાગા સમજવા. તેજ અડાવીશનું બંધસ્થાન તીર્થંકરનામકર્મ યુક્ત એગણત્રીશનું બંધસ્થાન થાય છે, અને તે બંધસ્થાન માત્ર મનુષ્યને જ હોય છે. કેમકે તિર્યને તીર્થંકરનામકર્મને બંધ થત નથી. અહિં પણ ઉપર કહ્યા તે આઠ ભાંગા થાય છે.
અહિં ઉદયસ્થાનકે છે છે-૨૫-૨૭-૨૮-૨૯-૩૦-૩૧. તેમાં આદિનાં ચાર ઉદયસ્થાનક વૈકિયતિર્યંચ અને મનુષ્યને હોય છે. આ ગુણસ્થાનકે દુર્ભાગ, અનાદેય અને અપયશને ઉદય નહિ હોવાથી ચારે ઉદયસ્થાનમાં એક-એકજ ભંગ થાય છે.
ત્રીશને ઉદય શૈક્રિયતિયચને તેમજ સ્વભાવસ્થ તિર્યંચ-મનુષ્યને પણ હોય છે. અહિં ભાંગા એકસે ચુમ્માલીશ થાય છે. તે છ સંઘયણ, છ સંસ્થાન, સુસ્વર-દુસ્વર, અને પ્રશસ્ત-અપ્રશસ્ત વિહાગતિના પરાવર્તન થવાથી થાય છે. દુર્ભગ, અનાદેય અને અપયશકીર્તિને ઉદય ગુણના પ્રભાવથી જ દેશવિરતિને હેતે નથી, માટે તદાશ્રિત વિકલ્પ
૧. આ ગુણસ્થાનકે સંખ્યાત વરસના આયુવાળા તિર્યચે હોય છે. અને તેને ઉપશમ કે ક્ષપશમ સમ્યકત્વ હોય છે. સંખ્યાત વરસના આયુવાળામાં ક્ષાયિક સમ્યકત્વ હોતું નથી.
૨ બૈક્રિયમનુષ્યને પિતાના ચારે ઉદયસ્થાનમાં એક-એક ભંગ થાય છે, કેમકે તેને અહિ ઉદ્યોતને ઉદય હોતું નથી. વૈકિય તિર્યંચને પિતાના શરૂઆતના બે ઉદયસ્થાનમાં એક-એક, અને ત્રીજા અને ચોથા ઉદયસ્થાનમાં બે ભંગ થાય છે. કેમકે શરીરપર્યાદિત પૂર્ણ થયા પછી તેઓને ઉદ્યોતના ઉદયને પણ સંભવ છે. સર્વ પદો પ્રશસ્ત હોવાથી અધિક ભંગ થતા નથી, તથા ત્રીશના ઉદયને વક્રિયચિતો એક ભંગ થાય છે એટલે અહિં વૈઝિયમનુષ્યના ચાર, અને વૈક્રિયતિર્યંચના સાત ભંગ થાય છે.