________________
સતતિકા ટીકાનુવાદ
૧૭૫ પણ થતા નથી. એકત્રીશને ઉદય તિર્યચેનેજ હોય છે. તેમાં પણ ઉપર કહ્યા તેજ એક ચુમ્માલીશ ભાંગા થાય છે.
આ ગુણસ્થાનકે ત્રાણું, બાણું, નેવ્યાસી અને અટ્ટાશ એમ ચાર સત્તાસ્થાનકે હેય છે. તેમાં જે કંઈ અપ્રમત્ત કે અપૂર્વકરણગુણસ્થાનકવર્તી આત્મા તીર્થંકરનામ અને આહારકહિક બાંધી પરિણામને હાસ થવાથી દેશવિરતિ થાય તેને ત્રાણુનું સત્તાસ્થાન હોય છે. શેષ સત્તાસ્થાને વિચાર અવિરતિસમ્યગૃષ્ટિની જેમ જ સમજ.
હવે સંવેધ કહે છે–દેવગતિગ્ય અગ્રાવીશના બંધક દેશવિરતિ મનુષ્યને ૨૫-૨૭ ૨૮-૯-૩૦ એમ પાંચ ઉદયસ્થાનકે હોય છે. તેમાં શરૂઆતનાં ચાર ઉદયસ્થાનકે વૈક્રિયમનુષ્યને અને પાંચમું સ્વભાવસ્થ મનુષ્યને હોય છે. એ દરેક ઉદયસ્થાનમાં બાણું અને અઠ્ઠાશી એમ બબ્બે સત્તાસ્થાને હોય છે. દેવગતિગ્ય અઠ્ઠાવીશના બંધક દેશવિરત તિયચને પણ ઉપર કહ્યા તે પ્રમાણે પાંચ ઉદયસ્થાન અને છ : એકત્રીશનું એમ છે ઉદયસ્થાનકે હોય છે. તેમાં શરૂઆતના પાંચ વૈક્રિય તિયચને અને છેલ્લા બે સ્વભાવસ્થ તિર્યંચને હેય છે. આ દરેક ઉદયસ્થાનકે પણ બાણું અને અાશી એમ બબ્બે સત્તાસ્થાનક હોય છે. | તીર્થંકરનામકર્મ યુક્ત દેવગતિયોગ્ય ઓગણત્રીસને બંધ દેશવિરત મનુષ્યને જ હોય છે. તેમાં પણ ઉપર મનુષ્યને જે અને જે રીતે પાંચ ઉદયસ્થાને કહ્યાં છે અને તે રીતે પાંચ ઉદયસ્થાનકે હેય છે. દરેક ઉદયસ્થાનકમાં ત્રાણું અને નેવ્યાશી એમ બબ્બે સત્તાસ્થાને હોય છે. - આ રીતે દેશવિરતિને પચ્ચીશથી ત્રીશ સુધીના પાંચ ઉદયસ્થાનમાં ચાર ચાર સત્તા સ્થાને અને એકત્રીશના ઉદયમાં બે સત્તાસ્થાને-કુલ બાવીસ સત્તાસ્થાને હોય છે.
હવે પ્રમસંવતના બંધાદિ સ્થાનનું નિરૂપણ કરે છે–પ્રમસંવતને ૨૮–૨૯ બે બંધસ્થાનકે હેય છે. આ બંને બંધસ્થાનકો દેશવિરતની જેમ સમજવાં. આ અને હવે પછીનાં ગુણસ્થાનકો સંયત મનુષ્યને જ હોય છે. આ ગુણસ્થાનકે ૨૫-૨૭-૨૮-૨૯-૩૦ એમ પાંચ ઉદયસ્થાનક હોય છે. આ સઘળાં ઉદયસ્થાનકો શૈક્રિયસંયત અને આહારકસંયતને હોય છે. અને છેલ્લે ત્રીશનું ઉદયસ્થાનક સ્વભાવસ્થ સંયતને પણ હોય છે.
શૈક્રિયસંયત અને આહારક સંવતને પચીસ અને સત્તાવીસના ઉદયે એક એક ભંગ હોય છે. અાવીશ અને ઓગણત્રીશના ઉદયે બબે ભંગ હોય છે. અને ત્રીશના ઉદયે એક એક ભંગ હોય છે. એટલે વૈક્રિયસંયતના સાત અને આહારકસંયતના સાત કુલ ચૌદ ભંગ થાય છે.