________________
સંતતિકા ટીકાનુવાદ
૧૭૩ તેમાં જે અપ્રમત્ત કે અપૂર્વકરણ ગુણસ્થાનકે વર્તમાન આત્મા તીર્થંકર અને આહારદ્ધિક યુક્ત દેવગતિ યોગ્ય એકત્રીશ પ્રકૃતિ બાંધી પરિણામના પરાવર્તન વડે ત્યાંથી પડી અવિરતિ સમ્યગ્દષ્ટિ થાય. અથવા મરણ પામી દેવ થાય તે આશ્રય ત્રાણુંનું સત્તા સ્થાન હોય છે.
આહારદ્ધિક બાંધી પરિણામના પરાવર્તનવડે પડી મિથ્યાત્વે જઈ ચારમાંથી કેઈપણ ગતિમાં ઉત્પન્ન થાય, તે તે ગતિમાં જઈ ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરે તેવા કેઈ જીવ આશ્રય બાણું, માત્ર દેવ અને મનુષ્યમાં મિથ્યાત્વ નહિ પ્રાપ્ત કરનારને પણ બાણુંનું સત્તાસ્થાન હોય છે. (કેમકે મનુષ્ય તે ઉપશમશ્રેણિ પરથી પડતા પડતે અવિરતિ ગુણસ્થાનકે આવે છે, અને શ્રેણિમાં કાળ કરી સમ્યકત્વ યુકત વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, એટલે સમ્યક્ત્વથી નહિ પડનાર મનુષ્ય અને દેવને બાણુંનું સત્તાસ્થાન ઘટી શકે છે.)
નેવ્યાશીનું સત્તાસ્થાન અવિરતિસમષ્ટિ દેવતા, નારક અને મનુષ્યને હોય છે. કેમકે તે ત્રણે ગતિવાળા તીર્થકર નામકર્મ બાંધી શકે છે. તિર્યંચમાં તીર્થંકરનામકર્મની સત્તાવાળે પણ ઉત્પન્ન થતું નથી, માટે તિર્યંચને ગ્રહણ કર્યા નથી. અડાશીનું સત્તાસ્થાન સામાન્યથી ચારે ગતિવાળા અવિરતિસમ્યગ્દષ્ટિએને હેય છે.
હવે સંવેધ કહે છે–દેવગતિ યોગ્ય અડાલીશના બંધક મનુષ્ય અને તિર્યંચોને યથાયોગ્ય રીતે આઠે દિયસ્થાન હોય છે. તેમાં પચીસ અને સત્તાવીશને ઉદય શૈક્રિય તિર્યંચ અને મનુષ્ય આશ્રયી હોય છે. પિતાના ઉદયે વર્તતા તેઓ અાશને બંધ કરે છે. એક એક ઉદયે બાણું અને અડાશી એમ બન્ને સત્તાસ્થાને હોય છે.
એગણત્રીશને બંધ દેવગતિયોગ્ય અને મનુષ્યગતિ યોગ્ય એમ બે પ્રકારે છે. તેમાં દેવગતિયોગ્ય ૨૯ ને તીર્થંકરનામકર્મ યુક્ત છે, અને તેને બંધ મનુષ્યો જ કરે છે. તેનાં ઉદયસ્થાનકે સાત છે. તે આ પ્રમાણે ૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦ આ ઉદયસ્થાનકે વર્તમાન મનુષ્ય દેવગતિ ગ્ય ઓગણત્રીશને બંધ કરે છે. એકત્રીશને ઉદય મનુષ્યોમાં તે નથી. એક-એક ઉદયસ્થાનકે ત્રાણું અને નેવ્યાશી એમ બબ્બે સત્તાસ્થાનક હોય છે.
મનુષ્યગતિ5 ઓગણત્રીશ પ્રકૃતિ દેવ અને નારકીઓ બાંધે છે. તેમાં નારકીઓને ૨૧-૨૫-૨૭-૨૮ ૨૯ એ પાંચ ઉદયસ્થાનકે હોય છે, અને દેવેને ઉપરનાં પાંચ અને છઠું ત્રીશ એમ છ ઉદયસ્થાનક હોય છે. તેમાં ત્રીશનું ઉદયસ્થાન ઉદ્યોતના વેદક દેને સમજવું.
પિતાના ઉદયે વર્તમાન દેવો અને નારકી મનુષ્ય એગ્ય ઓગણત્રીશ પ્રકૃતિને બંધ કરે છે. એક એક ઉદયસ્થાનકે બારું અને અદાશી એમ બન્ને સત્તાસ્થાનકે હેય છે.
મનુષ્યગતિ યોગ્ય તીર્થકરનામકર્મ યુક્ત ત્રીશ અવિરતિસમ્યગ્દષિટ દેવ અને નારકીઓ બાંધે છે. તેમાં દેવને ઉપર કહ્યાં તે પ્રમાણે છએ ઉદયસ્થાનકે હોય છે, અને તે દરેક