________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૭૧ સમ્યગૃષ્ટિગુણસ્થાનકે વર્તમાન આત્માને ૨૮–૨૯-૩૦ એમ ત્રણ બંધસ્થાન હોય છે. તેમાં અવિરતિસમ્યગ્દષ્ટિ તિર્યંચ અને મનુષ્યને દેવગતિયોગ્ય બંધ કરતાં અઠ્ઠાવીશનું બંધસ્થાન હોય છે. તેના સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અપયશના ભેદે આઠ ભંગ થાય છે. આ ગુણસ્થાનકવાળા અન્ય કોઈપણ ગતિ ગ્ય બંધ કરતા નથી, માટે અહિં નરકગતિ યોગ્ય અદ્યાર્નીશને બંધ થતું નથી.
મનુષ્યને દેવગતિગ્ય તીર્થંકર નામકર્મ સહિત બંધ કરતાં એગણત્રીશનું પણ બંધસ્થાન હોય છે. તેના ઉપર કહ્યા તે પ્રમાણે આઠ ભંગ થાય છે. મનુષ્યગતિયોગ્ય બંધ કરતા દેવ અને નારકીઓને ઓગણત્રીશનું બંધરથાન હેય છે. તેના પણ એજ આઠ ભંગ થાય છે.
તેમજ તીર્થંકરનામ સહિત મનુષ્યગતિગ્ય ત્રીશને બંધ કરતાં તેઓને ત્રીશનું બંધસ્થાન પણ હોય છે. તેના પણ ઉપર કહા તે આઠ જ ભંગ થાય છે.
આ ગુણસ્થાનકે ઉદયસ્થાનકે આઠ હોય છે. તે આ પ્રમાણે-૨૧-૨૫–૨૬-૨૭–૨૮ ૨–૩૦-૩૧. તેમાં એકવીશને ઉદય નારકી, તિર્યંચ, મનુષ્ય અને હેવ એ ચારે આશ્રયી સમજો. કેમકે પૂર્વ બદ્ધાયુ ક્ષાયિકસમ્યકત્વને ઉપરોકત ચારે ગતિમાં ઉત્પત્તિને સંભવ છે. અવિરતિસમ્યગ્દષ્ટિ આત્માઓ અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળામાં ઉત્પન્ન થતા નથી. માટે અપર્યાપ્તાના ઉદયસ્થાનકમાં થતા ભાંગાઓ વર્જિને શેષ ભાંગાઓ અહિં સમજવા. અને તે પચસ છે. તે આ-તિયચપંચેન્દ્રિય આશ્રય આહ, મનુષ્ય આશ્રયી આઠ, દેવ આશ્રય આઠ અને નારકી આશ્રય એક.
પચીસ અને સત્તાવીશ એ બે ઉદય દે, નારકીઓ અને વૈક્રિય તિર્યંચ-મનુષ્યો આશ્રય સમજવા. તેમાં નારકી ક્ષાયિક કે વેદકસમ્યગ્દષ્ટિ હોય છે, અને દેવે ત્રણ પ્રકારના સમ્યફ યુક્ત હોય છે.
સપ્તતિકા ચૂર્ણિમાં કહ્યું છે કે “વીસવીરોયા તેને વેનિયરિંભિgg
, નેહા વાવેથા સદી સે તિવિધિવિતિ'. એટલે કે પચીસ અને સત્તાવીશને ઉદય દેવ અને નારકીઓ આશ્રય હોય છે, તેમજ ઉત્તરક્રિયતિર્યંચ અને મનુષ્ય આશ્રય હોય છે. તેમાં નારકી ક્ષાયિક અને વેદકસમ્યગ્દષ્ટિ હોય છે, અને દે ત્રણ પ્રકારના સમ્યક્ત્વ યુક્ત હોય છે. અહિં ભાંગાઓ પાતપિતાના સઘળા સમજવા.
૧ બંધ કે ઉદ્યમાં વિરોધી પ્રવૃતિઓ હોવાને લીધે ભાંગા ઉત્પન્ન થાય છે. અહિં દરેક ગતિમાં કયા કયા ઉદયસ્થાન હોય છે. અને તેમાં અનામે કઈ કઈ પ્રકૃતિએ ભળે છે, તથા તેમાં કઈ કઈ વિરોધી પ્રવૃતિઓ હોય છે તેનો ખ્યાલ રાખી ભાંગાઓ ઉત્પન્ન કરવાના હોય છે. કઈ પ્રકૃતિનો કયાં સુધી ઉદય હોય તે ખાસ યાદ રાખવું જોઈએ. અહિં ઉદયમાં છ સંઘયણ, છ સંસ્થાન, સુભગ-દુર્ભાગ, આદેય-અનાદેય, યશ-અપયશ, બે વિલાયોગતિ અને બે સ્વર, આટલી પ્રકૃતિએને ભંગ ઉત્પન્ન કરવા