________________
૧eo
પંચસંગ્રહ તૃતીયખંડ ત્રીશના ઉદયના તિર્યંચ પંચેન્દ્રિય આશ્રય સંપૂર્ણ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થાના જે અગીઆરસે બાવન ભંગ થાય છે, તે અહિં લેવાના છે. ભાષા પર્યાપ્તિ થતાં પહેલાં ઉદ્યોતના ઉદયના વિકલપના જે ભંગ થાય છે, તે અહિં લેવાના નથી. કેમકે આ ગુણસ્થાનક સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી જ હોય છે. એ પ્રમાણે મનુષ્યને પણ ત્રીશના ઉદયના અગીઆરસે બાવન ભંગ થાય છે. સઘળા મળી ત્રીશના ઉદયના ત્રેવીસસે ચાર ભંગ થાય છે.
એકત્રીશના ઉદયના તિર્યંચ પંચેન્દ્રિયે આશ્રય અગીઆરસે બાવન ભંગ થાય છે. આ ઉદયસ્થાન મનુષ્યને હેતું નથી. ત્રણે ઉદયસ્થાનકના સઘળા મળી ત્રીસસે પાંસઠ ભાંગા થાય છે.
સત્તાસ્થાને બાણું અને અાશી એમ બે હોય છે. આહારકચતુષ્કની સત્તાવાળાને બાણું, અને તેની સત્તાવિનાનાને અાશીનું સત્તાસ્થાન ચારે ગતિના જીવમાં હોય છે.
હવે સંવેધ કહે છે-અટ્ટાલીશના બંધક સમ્યગૃમિથ્યાષ્ટિને ત્રીશ અને એકત્રીશ એમ બે ઉદયસ્થાન હોય છે, આ બંને ઉદયસ્થાનકમાં વર્તમાન તિર્યા અને ત્રીશના ઉદયે વતન માન મનુષ્ય દેવગતિગ્ય અઠ્ઠાવીશને બંધ કરે છે, અને તે વખતે આ બંને ઉદયસ્થાનકમાં બાણું અને અાશી એમ બે સત્તાસ્થાન હોય છે.
મનુષ્યગતિગ્ય એગણત્રીશના બંધક દેવ અને નારીને ઓગણત્રીશનું એકજ ઉદયસ્થાન હેય છે. એગણત્રીશના ઉદયે વર્તાતા દેવો અને નાકીએ મનુષ્યગતિગ્ય ઓગણત્રીશ પ્રકૃતિને બંધ કરે છે. તે વખતે બાણું અને અદાશીમાંથી કઈ પણ સત્તાસ્થાનક હોય છે.
આ પ્રમાણે ત્રણમાંના દરેક ઉદયસ્થાનકે બબ્બે સત્તાસ્થાન હોવાથી સામાન્યથી છ સત્તાસ્થાન થાય છે.
હવે અવિરતિસમ્યગ્ગદષ્ટિના બંધ, ઉદય અને સત્તાસ્થાનકને વિચાર કરે છે–અવિરતિ
૧ આ ગુણસ્થાનકે ઉત્તરક્રિય નહિ કરતા હોય કે કરતા હોય અને અ૫કાલ હોવાને લીધે વિવક્ષા ન કરી હોય પરંતુ ઉત્તર ક્રિયશરીર અહિં વિવર્યું નથી. જો તેની વિરક્ષા કરી હોત તો ઉદ્યોતના ઉદયવાળું ત્રીશનું ઉદયસ્થાન પણ દેવને કહેત.
૧ આ ગુણસ્થાનક ચારે ગતિના છને કરણ અપર્યાપ્તાવસ્થા અને પર્યાપ્તાવસ્થામાં હોય છે. અપાતાવસ્થામાં નવું સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી, પરંતુ સમ્યક્ત્વ લઈ ને ચાર ગતિમાં જઈ આવી શકે છે. એટલે અપર્યાપ્તાવસ્થામાં પણ આ ગુણસ્થાનક હોય છે. આ ગુણસ્થાનકે વર્તાતા દેવો અને નારકીઓ મનુષ્યગતિગ્ય ૨૯, અને તીર્થંકરનામ સાથે ૩૦ બાંધે છે. મનુષ્ય દેવગતિગ્ય ૨૮ અને તીર્થંકરનામ સાથે ૨૯ બાંધે છે તિર્યચે માત્ર અઠ્ઠાવીશજ બાંધે છે. ચારે ગતિના આત્માઓ પિતતાના ઉદયે વર્તાતા સ્વયોગ્ય ઉપરોક્ત બંધસ્થાન બાંધે છે. સત્તાસ્થાને ૯૩-૯૨-૮૯-૮૮ એ ચાર હોય છે. દેવગતિમાં ચારે, નરકગતિમાં ત્રાણું સિવાય ત્રણ, મનુષ્યગતિમાં ચારે અને તિર્યંચગતિમાં બારું અને અઠ્ઠાશી એ બે સત્તાસ્થાન હોય છે.