________________
૧૩૨
પંચસંગ્રહ તૃતીયખંડ ભાંગા, તિય ના ચાર ભાંગા, મનુષ્યના ચાર ભાંગા અને દેના બે ભાંગા-કુલ બાર વજીને શેષ સેળ ભાંગા મિશ્રષ્ટિ ગુણસ્થાનકે હેય છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે વશ ભાગ હોય છે. આ ગુણસ્થાનકે વર્તમાન દેવ-નારકીએ મનુષ્યાયુને, અને તિર્યંચ-મનુષ્ય દેવાયુને જ બંધ કરે છે. એટલે દેવનારકીને તિર્યંચાયુના બંધકાળના બંનેના મળી થતા બે ભાંગા, અને મનુષ્ય-તિર્યને નાકી, મનુષ્ય અને તિર્યંચાયુના બંધકાળના, બંનેના મળી થતા છ ભાંગ, કુલ આઠ ભાંગા વને શેષ વીશ ભાંગા ચતુર્થ ગુણથાનકે હેય છે.
દેશવિરતિ ગુણસ્થાનકે બાર ભાંગ હોય છે. આ ગુણસ્થાનક દેવ-નારકેને હતું નથી, માત્ર મનુષ્ય-તિયને જ હોય છે, અને તેઓ પણ માત્ર દેવાયુને જ બંધ કરે છે. એટલે દેવતાના પાંચ ભાંગા, નારકીના પાંચ ભાંગા અને મનુષ્ય-તિયના મનુષ્યાયુ-તિર્યંચાયુ અને નારકાયુના બંધકાળના બંનેના મળીને થતા છ ભાંગા, કુલ સેળ ભાંગા અટૂઠાવીશમાંથી વજીને બાર ભાંગ જ હોય છે. અને તે આ પ્રમાણે હોય છે-તિર્યા અને મનુષ્ય દરેકને બંધકાળ પહેલાં એક-એક ભંગ, પરભવાયુ બંધાળને પણ એક-એક ભંગ, પરભવાયુને બંધ કર્યા પછીના ચાર-ચાર બંગ–આ પ્રમાણે કુલ બાર ભંગ આ ગુણસ્થાનકે હોય છે. કેટલાએક મનુષ્ય તિર્યચે મનુષ્યાયુ, તિર્યંચાયુ અને નારકાયુને બંધ કરીને પણ આ ગુણસ્થાનક અને ત્યારપછીનાં પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનક પણ પ્રાપ્ત કરે છે, માટે પરભવાયુ બંધકાળ પછીના ચાર ભંગ સાતમા ગુણસ્થાન સુધી સંભવે છે.
પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે છ ભાગ હોય છે. આ ગુણસ્થાનકને માત્ર મનુષ્ય પ્રાપ્ત કરે છે. એટલે દેવ આશ્રય પાંચ, નરક આશ્રયી પાંચ, અને તિર્યંચ આશ્રયી નવ કુલ એગણી રા ભાંગા તે અહિં સંભવતા જ નથી મનુષ્યના નવ ભાંગામાંથી પણ મનુષ્યાયુ, તિર્યંચાયુ અને નારકાયુના બંધકાળના ત્રણ ભાગ લેતા નથી, શેષ છ ભાંગા પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકમાં હોય છે.
અપૂર્વકરણ, અનિવૃત્તિબાદરસપરાય, સૂમસંપાય, અને ઉપશાંતમૂહ ગુણસ્થાનકમાં ઉપશમશ્રેણિ આશ્રયી નીચે કહે છે તે બે ભંગ જ હોય છે. ૧ મનુષ્પાયુને ઉદય, મનુષ્યાયુની સત્તા, આ વિકલ્પ પરભવાયુને બંધ કર્યા પહેલાં ઉપશમણિપર આરૂઢ થનારને હોય છે. અથવા ૨ મનુષ્પાયુને ઉદય અને દેવ-મનુષ્પાયુની સત્તા. આ ભંગ દેવાયુને બંધ કરી ઉપશમશ્રેણિપર આરૂઢ થનારને હોય છે.
આ ગુણસ્થાનકોમાં વર્તમાન આત્માઓ અત્યન્ત વિશુદ્ધિવાળા હોવાથી કેઈપણ આયુને બંધ કરતા નથી તથા જે કોઈપણ આયુને બંધ કરી ઉપશમશ્રેણિપર આરૂઢ થાય તે દેવાયુને બંધ કરીને જ આરૂઢ થાય છે. અન્ય કોઈપણ આયુને બંધ કર્યા પછી આરૂઢ થતા નથી. આયુને બંધ કર્યા વિના પણ ચઢી શકે છે.