________________
સપ્તતિક ટીકાનુવાદ
अष्टषडधिकविंशतिः षोडश विशतिश्च द्वादश पडू द्वयोः। द्वौ चतुर्यु त्रिवेको मिथ्यात्वादिष्वायुषो भंगाः ।।१०६॥ नरतिरश्च उदये नारकबन्धविहीनास्तु सासादने षइविंशतिः । बन्धसमन्यूनाः षोडश मिश्रे चत्वारो बन्धेन युता सम्यक्त्वे ॥१०७॥ देशविरते द्वादश तिर्यग्मनुजभंगाः बन्धेन षड्बन्धपरिहीनाः ।
मनुजभंगाः त्रिवन्धोनाः द्वयोः शेषा उभयश्रेण्योः॥१०८॥ અર્થ—અઠ્ઠાવીશ, છન્વેશ, સેળ, વીશ, બાર, બેમાં છ, ચારમાં છે, અને ત્રણમાં એક, આ પ્રમાણે મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનકમાં આયુકર્મને ભાંગ હોય છે.
મનુષ્ય અને તિર્યંચાયુના ઉદયે નારકાયુના બંધ વિનાના સાસાદને છવ્વીસ ભાંગા હોય છે. બંધની સમાન ન્યૂન-મિશ્રગુણસ્થાનકે આયુને બંધ થતે નહિ તેવાથી બંધથી થતા ભાંગા વડે ન્યૂન સોળ ભાંગા મિશ્રદષ્ટિને હોય છે. બંધથી થતા ચાર ભાંગા મેળવતાં વિશ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે હેય છે.
બંધથી થતા છ ભાંગ રહિત તિર્યંચ અને મનુષ્યના બાર ભાંગા દેશવિરતિ ગુણસ્થાનકે હોય છે. બંધથી થતા ત્રણ ભાંગા રહિત મનુષ્યના છ ભાંગા બેમાં પ્રમત્તઅપ્રમત્ત ગુણસ્થાનકે હેય છે. બાકીના ગુણસ્થાનકના ભાંગાઓ બંને શ્રેણિમાં ગાથા ૧૦૬માં કહ્યા તે પ્રમાણે યથાયોગ્ય રીતે સમજવા.
ટીકાન–મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અગિકેવલી સુધીના ગુણસ્થાનકોમાં અનુક્રમે આયુકર્મના આ નીચે કહેવામાં આવે છે, તે પ્રમાણે અઠવીશ આદિ ભાંગાએ હોય છે. તેમાં મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે આયુકર્મના સઘળા-અઠ્ઠાવીશે ભાંગાઓ હોય છે. કેમકે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે ચારે ગતિના જ હોય છે, અને તેઓ યથાયોગ્ય રીતે ચારે આયુને બંધ કરે છે. એટલે આયુના બંધ પૂર્વના, આયુના બંધકાળે થતા, અને ત્યારપછીના સઘળા ભાંગાઓ અહિં સંભવે છે. તેથી નારકે આશ્રયી પાંચ, તિર્ય એ આશ્રયી નવ, મનુષ્ય આશ્રયી નવ, અને તે આશ્ચર્ય પાંચ-એમ અઠ્ઠાવીશે ભાંગાઓ મિથ્યાદષ્ટિ ગુણ સ્થાનકે હોય છે.
સાસ્વાદન ગુણસ્થાનકે છવ્વીસ ભાંગ હોય છે. કેમકે સાસ્વાદન ગુણસ્થાનકે વર્તમાન મનુષ્ય-તિર્યચે નારકાયુને બંધ કરતા નથી, માટે મનુષ્ય-તિયને પરભવાયુના બંધકાળે થતે એક એક ભંગ હેતે નથી, એટલે છબીસ ભાગ હોય છે.
મિશ્રદુષ્ટિ ગુણસ્થાનકે સેળ ભાંગ હોય છે. કારણ કે મિશ્રદષ્ટિ ગુણસ્થાનકે વર્તમાન કોઈપણ આત્મા પરભવાયુને બંધ કરતા નથી. માટે આયુના બંધકાળે થતા નારકીના બે