________________
૧૩૦
પંચસંગ્રહ તૃતીયખંડ બંધવિ છેદ થયા બાદ શોલેશ-અગિકેવલિ ગુણસ્થાનકે ચાર વિકલ્પ થાય છે. તેમાંના બે આ પ્રમાણે-૧ સાતાને ઉદય, સાતા–અસાતાની સત્તા ૨ અસાતાને ઉદય સાતા-અસાતાની સત્તા. આ બે વિકલ૫ અગિ ગુણસ્થાનકના દ્વિચરમ સમય પયંત હોય છે.
અગિ ગુણસ્થાનકે તેના પહેલા સમયથી આરંભી જેને ઉદય હોય તે તેના છેલલા સમય પયત કાયમ રહે છે, વચમાં ઉદય પલટાતું નથી. કેઈ આત્માને જે પ્રથમ સમયથી આરંભી અસાતાને ઉદય હેય તે ચરમ સમય પર્યત અસાતાને જ ઉદય રહે છે કે આત્માને જે સાતાને ઉદય હેય તે ચરમ સમય પર્યત સાતાને ઉદય કાયમ રહે છે. અમેગિના ઢિચરમ સમય પર્યત સત્તા તે બંનેની હોય છે. છેલે સમયે જેને ઉદય હોય તેની જ સત્તા રહે છે. જે સાતાને ઉદય હોય તે ચરમ સમયે સાતાની સત્તા રહે, અને જે અગિના પ્રથમ સમયથી અસાતાને ઉદય હોય તે ચરમ સમયે અસાતાની સત્તા રહે છે.
જેનો ઉદય હોય તેની સત્તા કાયમ રહી જેને ઉદય ન હોય તેની સત્તાને દ્વિચરમ સમયે નાશ થાય છે. એટલે જ અગિ ગુણસ્થાનકના ચરમ સમયે કોઈ પણ એક સાતા કે અસાતાની સત્તા છતા બે ભંગ થાય છે. તે આ-૧ અસાતાને ઉદય-અસતાની સત્તા. આ વિકલ્પ જેને અગિના પ્રથમ સમયથી આરંભી અસાતાને ઉદય હોય તેને સંભવે છે. સાતાનો ઉદય-સાતાની સત્તા આ ભંગ પ્રથમ સમયથી જ જેને સાતાને ઉદય હોય તેને સંભવે છે. ચરમ સમયે જેને ઉદય હોય તે સિવાયની અન્ય પ્રકૃતિને કિચરમ સમયે સત્તામાંથી નાશ થાય છે, એટલે ચરમ સમયે એકજ સત્તામાં રહે છે. તેરમા ગુણસ્થાનક સુધી સાતા– ખસાતા પરાવર્તમાન હોવાથી તેને ઉદય પલટાયા કરે છે, એક જીવને પણ કોઈ એકને ઉદય કાયમ રહેતું નથી. ૧૦૫
હવે ગુણસ્થાનકોમાં આયુર્મના બંધ, ઉદય અને સત્તાસ્થાનાના સંવેધને વિચાર
अट्ठछलाहियवीसा सोलस वीसं च बारस छ दोसु । दो चउसु तीसु एक मिच्छाइसु आउए भंगा ॥१०६॥ नरतिरि उदए नारयबंधविहूणा उ सासणि छव्वीसा । बधसमऊण सोलस मीसे चउ बंध जुय सम्मे ॥१०७॥ देसविरयम्मि बारस तिरिमणुभंगा छचंधपरिहीणा । मणुभंगतिबंधूणा दुसु सेसा उभयसेढीसु ॥१०॥