________________
સપ્તતિકા ટીકાનુવાદ
ટીકાનુ–ક્ષપકશ્રેણિમાં વર્તમાન અનિવૃત્તિ બાદરસિંઘરાય અને સૂમસં૫રાય ગુણસ્થાનકે ચારને બંધ અને છની સત્તા છતા એક ભંગ થાય છે. તે આ પ્રમાણે-ચારને, બંધ, ચારને ઉદય, છની સત્તા ક્ષેપક આત્મા અત્યન્ત વિશુદ્ધિવાળો હોવાથી તેને નિદ્રાને ઉદય નથી, માટે પાંચને ઉદય સંભવ નથી. તેથી એકજ ભંગ થાય છે.
બંધવિચછેદ થયા બાદ ક્ષીણ ગુણસ્થાનકે છે અને ચારની સત્તા છતા બે ભંગ થાય છે. તે આ પ્રમાણે ૧) ચારને ઉદય છની સત્તા આ વિકલ્પ ક્ષીણમેહના દ્વિચક્રમ સમય પર્યત હેય છે. અને ચરમ સમયે (૨) ચારને ઉદય, ચારની સત્તા એ ભંગ હોય છે. ૧૦૪
આ પ્રમાણે દર્શનાવરણીયકર્મને બંધ, ઉદય અને સત્તાના સંવેધને ગુણસ્થાનકમાં વિચાર કર્યો. હવે વેદનીયના સંવેધને વિચાર કરે છે–
चत्तारि जा पमत्तो दोण्णि उ जा जोगि सायबंधेणं । सेलेसि अबंधे चउ इगि संते चरिमसमए दो ॥१०५॥ चत्वारो यावत्प्रमत्तः द्वौ तु यावत्सयोगी सातबन्धेन ।
शैलेशेऽबन्धे चत्वारः एकस्मिन्सति चरिमसमये द्वौ ॥१०५॥ અર્થ–વેદનીયકર્મના પ્રમત્તસંયત પર્યત ચાર ભાંગા છે. સાતાના બંધથી થતા બે ભાંગા સોગિકેવલી પર્યત હેય છે. બંધવિચ્છેદ થયા પછી અમિ ગુણસ્થાનકે ચાર અને છેલ્લે સમયે એકની સત્તા હોય ત્યારે બે ભાંગ હોય છે.
ટીકાનુ—મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભી પ્રમત્ત સંવત ગુણસ્થાનક પર્યત કાળલેટે અનેક જીવેની અપેક્ષાએ વેદનીય કર્મના ચાર ભાગ હોય છે. તે આ પ્રમાણે-૧ અસાતાને બંધ, અસાતાને ઉદય, સાતા–અસાતાની સત્તા. ૨. અસાતાનો બંધ, સાતાને ઉદય, સાતા–અસાતાની સત્તા, ૩ સાતાને બંધ, સાતાને ઉદય, સાતા–અસાતા બંનેની સત્તા, ૪ સાતાને બંધ, અસાતાને ઉદય, સાતા-અસાતા બંનેની સત્તા. કઈને કઈ પ્રકૃતિને બંધ હોય, કેઈ ને કઈને હાય, એ પ્રમાણે કઈને કઈ પ્રકૃતિને ઉદય હેય, કેઈને કેઈને હેય. એટલે ભિન્ન ભિન્ન જીવેની અપેક્ષાએ કાળભેદે ઉપરોક્ત ભાંગાએ સભવે છે.
અપ્રમત્તસંવત ગુણસ્થાનથી આરંભી સગિકેવલિ ગુણસ્થાનક પર્યત સાતાના બંધવાળા બે ભાગા સંભવે છે. કેમકે અસાતાને બંધ તે છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોય છે, એટલે સાતમાં ગુણસ્થાનકથી અસાતામા બંધવાળા ભાંગા થતા નથી. બે ભાંગા આ પ્રમાણે છે–૧ સાતાને બંધ, સાતાને ઉદય, સાતા-અસાતાની સત્તા, ૨ સાતાને બંધ, અસાતાને ઉદય, સાતા–અસાતા એ બેની સત્તા.