________________
૧૨૮
પંચસંગ્રહ તૃતીયખંડ બંધ, ચારને ઉદય, નવની સતા. આ ભંગ નિદ્રાને ઉદય જ્યારે ન હોય ત્યારે હોય છે. ૨ નવને બંધ, પાંચને ઉદય, નવન સત્તા. આ ભંગ નિદ્રાને ઉદય હોય ત્યારે હોય છે.
મિશ્રદષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ ભાગ પર્યત છના બંધવાળા બબ્બે ભંગ હોય છે. તે આ-1 અને બંધ, ચારને ઉદય, નવની સત્તા. ૨. ને બંધ, પાંચને ઉદય, નવની સતા. આ બંને ભંગ અનુક્રમે નિદ્રાના અનુદયકાળ અને નિદ્રાના ઉદયકાળે હેાય છે. ૧૦૨.
चउबंधे नवसंते दोण्णि अपुव्वाउ सुहुमरागो जा । अब्बंधे णवसंते उवसंते हुंति दो भंगा ॥१०३॥ चतुर्वन्धे नवकसत्तायां द्वौ अपूर्खालक्ष्मरागं यावत् ।
अबन्धे नवकसत्तायामुपशान्ते भवतो द्वौ भङ्गौ ॥१०३॥ અર્થ-અપૂર્વકરણથી સૂમસં૫રાય પર્યત ચારને બંધ અને નવની સત્તા છતા બબ્બે ભંગ થાય છે. બંધાભાવે ઉપશાન્તાહે નવની સત્તા છતા એ ભંગ થાય છે.
ટીકાનુ–અપૂર્વકરણના સંખ્યામાં ભાગે નિદ્રા અને પ્રચલાને બંધ વિચ્છેદ થયા બાદ સંખ્યાતમા ભાગથી આરંભી ઉપશમણિમાં સહમસં૫રાય ગુણસ્થાનક પર્યત ચારને બંધ અને નવની સત્તા છતા બે ભંગ થાય છે. તે આ પ્રમાણે-૧ ચારને બંધ, ચારને, ઉદય, નવની સત્તા, ૨ ચારને બંધ, પાંચને ઉદય, નવની સત્તા. આ બંને ભંગ અનુક્રમે નિદ્રાના અનુદયકાળે અને નિદ્રાના ઉદયકાળે હેય છે.
અંધવિચ્છેદ થયા પછી ઉપશાંતમૂહગુણસ્થાનકે નવની સત્તા છતા બે ભંગ થાય છે. તે આ-૧ ચારને ઉદય, નવની સત્તા, ૨ પાંચને ઉદય, નવની સત્તા. ઉપશમશ્રેણિમાં નિદ્રાને ઉદય હોઈ શકે છે, એટલે નિદ્રાના ઉદયવાળા ભંગે પણ સંભવે છે. અહિં અતિ મંદ નિદ્રાને ઉદય હોય છે. ૧૦૩
चउबंधे छस्संते बायरसुहुमाणमेगुक्खवयाणं । छसु चउसु व संतेसु दोण्णि अबंधमि खीणस्स ॥१०॥ चतुर्वन्धे षट्कसत्तायां बादरवक्ष्मयोरेकः क्षपकयोः ।
षट्सु चतसृषु वा सत्सु द्वौ अवन्धे क्षीणस्य ॥१०॥ અર્થ-ક્ષપક બાદર અને સૂમસંપરા ચારને બંધ, ચારને ઉદય અને છની સત્તાએ એક ભંગ થાય છે. બંધાભાવે છે અથવા ચારની સત્તા છતા ક્ષીણમહિને બે ભંગ થાય છે.