________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
મિશ્રમોહનીયમાં અનુક્રમે એક-એકથી અસંખ્યાતગુણ સંક્રમાવે છે. મિથ્યાત્વની જેમ મિશ્રને પણ અસંખ્યાત ગુણાકારે સમ્યક્ત્વ મોહનીયમાં સંક્રમાવે છે.
આ પ્રમાણે અંતર્મુહૂર્ત સુધી ગુણસંક્રમ થાય છે, ત્યારબાદ અંતરકરણના બાકી રહેલ અંતર્મુહૂર્ત પ્રમાણ શેષકાળમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો વિધ્યાત સંક્રમ થાય છે. જ્યાં સુધી આ બે પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે ત્યાં સુધી સમયે સમયે અનંતગુણ વિશુદ્ધ પરિણામ હોવાથી મિથ્યાત્વ વિના શેષ સત્તામાં રહેલ કર્મપ્રકૃતિઓના સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ થાય છે અને ગુણસંક્રમની સાથે સ્થિતિઘાતાદિ પણ વિચ્છેદ પામે છે.
૭૪૧
આ અંતરકરણનો કંઈક અધિક આવલિકા પ્રમાણ કાળ બાકી રહે ત્યારે અંતરકરણની ઉપરની સ્થિતિમાંથી ત્રણેય દર્શન મોહનીયનાં દલિકો ઉતારી અંતરકરણની અંદર છેલ્લી એક આવલિકા જેટલા કાળમાં પ્રથમ સમયે ઘણાં અને પછી-પછીના સમયે વિશેષ હીન-હીન દલિકો ગોઠવે છે. અને અધ્યવસાયાનુસા૨ે ત્રણમાંથી કોઈપણ પુંજનો ઉદય કરે છે, તેથી જો સમ્યક્ત્વમોહનીયનો ઉદય થાય તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, મિશ્રમોહનીયનો ઉદય થાય તો મિશ્રર્દષ્ટિ અને મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો આત્મા મિથ્યાદૃષ્ટિ થાય છે, પરંતુ અંતરકરણનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ કાળ બાકી રહે ત્યારે કોઈક બીકણ આત્માને અનંતાનુબંધીનો ઉદય થાય તો તે આત્મા સાસ્વાદન સમ્યક્ત્વ પામી અંતરકરણનો જેટલો કાળ બાકી રહે તેટલા કાળ સુધી સાસ્વાદન ભાવમાં રહી પછી અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાને જાય છે.
અંતરકરણમાં જે આત્માને અનંતાનુબંધીનો ઉદય થાય છે તે આત્મા અંતરકરણનો કંઈક અધિક આવલિકા કાળ બાકી રહે ત્યારે અંતરકરણની ઉપરની સ્થિતિમાંથી દલિકો અંતરકરણમાં લાવી આવલિકા પ્રમાણ કાળમાં ગોઠવતો નથી, કારણ કે અંતઃકરણની અંદર કોઈ પુંજનો ઉદય થવાનો નથી. અને અંતરકરણ પૂર્ણ થયા પછી ત્રણે પુંજ તૈયા૨ હોવાથી તેમાંથી મિથ્યાત્વનો જ ઉદય થાય છે. આ અંતરકરણનો કાળ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળથી ઘણો વધારે હોય છે.
ચારિત્રમોહનીય ઉપશમના અધિકાર
સંક્લિષ્ટ પરિણામનો ત્યાગ કરી, અનંતગુણ વિશુદ્ધિમાં વર્તમાન, ચોથાથી સાતમા સુધીના ચારમાંથી કોઈપણ ગુણસ્થાનમાં રહેલ ક્ષયોપશમ સમ્યક્ત્વી ચારિત્ર મોહનીયને ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે, ત્યાં ચારિત્રમોહનીયનો ઉપશમ નવમા અને દશમા ગુણસ્થાનકે જ થાય છે. તેથી ચારિત્રમોહનીયની ઉપશમનાનો પ્રયત્ન કરતો આત્મા દેશવિરતિ પ્રાપ્ત કરીને અથવા કર્યા વિના પરંતુ સર્વવિરતિ પ્રાપ્ત કર્યા પછી જ નવમા અને દશમા ગુણઠાણે જઈ ચારિત્રમોહનીયનો ઉપશમ કરે છે. માટે પ્રથમ આત્મા દેશવિરતિનો લાભ કઈ રીતે પ્રાપ્ત કરે છે તે બતાવે છે.
ત્યાં પ્રથમ દેશવિરતિ અને સર્વવિરતિનું સ્વરૂપ આ પ્રમાણે છે. જિનેશ્વર ભગવંતે કહેલ જીવાદિ નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા કરવી તે જાણવું, જિનેશ્વર ભગવંતે કહેલ વિધિમુજબ દેવગુરુ