________________
પંચસંગ્રહ-૨
૭૪૨
વગેરેની સાક્ષીએ વ્રતોનો સ્વીકાર કરવો તે ગ્રહણ કરવું અથવા આદરવું અને ગ્રહણ કરેલ વ્રતોને શ્રદ્ધાપૂર્વક યથાર્થ રીતે પાળવાં તે પાલન કરવું કહેવાય છે.
જાણવું, આદરવું અને પાલન કરવું આ ત્રણ પદોના આઠ ભાંગા થાય છે.
આદરે નહિ
અને પાળે નહિ.
આદરે નહિ
આદરે
(૧) વ્રતોને યથાર્થ જાણે નહિ,
(૨) વ્રતોને યથાર્થ જાણે નહિ,
(૩) વ્રતોને યથાર્થ જાણે નહિ,
(૪) વ્રતોને યથાર્થ જાણે નહિ,
(૫) વ્રતોને યથાર્થ જાણે
(૬) વ્રતોને યથાર્થ જાણે
(૭) વ્રતોને યથાર્થ જાણે
પણ આદરે
પણ ન આદરે,
પણ ન આદરે,
આદરે
આદરે
પણ પાળે.
પણ પાળે નહિ.
અને પાળે.
ન પાળે.
પણ પાળે.
પણ ન પાળે.
અને પાળે.
(૮) વ્રતોને યથાર્થ જાણે
આમાંના પ્રથમના ચાર ભાંગામાં વર્તમાન આત્માને યથાર્થ શ્રદ્ધા જ ન હોવાથી મિથ્યાદષ્ટિ કહેવાય છે. પછીના ત્રણ ભાંગામાં વર્તમાન આત્મા અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. અને છેલ્લા ભાંગામાં રહેલ આત્મા દેશવિરતિ અથવા સર્વવિરત કહેવાય છે.
ત્યાં પાંચમાંથી કોઈપણ એક અણુવ્રત ઉચ્ચરે જઘન્ય, બે-ત્રણ યાવત્ પાંચેય અણુવ્રત ઉચ્ચરે તે મધ્યમ અને સંવાસાનુમતિ વર્જી સર્વ પાપવ્યાપારનો ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ દેશવિરત કહેવાય છે. અહીં પ્રતિસેવના, પ્રતિશ્રવણા અને સંવાસા એમ અનુમતિ ત્રણ પ્રકારે છે.
પોતે અથવા પુત્રાદિકે કરેલાં પાપોની અનુમોદના કરે અને પાપવ્યાપારથી તૈયાર થયેલ ભોજનાદિનો ઉપભોગ કરે ત્યારે પ્રતિસેવનાનુમતિ દોષ લાગે છે. માત્ર પુત્રાદિકે કરેલ પાપોને સાંભળે અને સંભાળીને અનુમોદના કરે પરંતુ નિષેધ કરે નહિ ત્યારે પ્રતિશ્રવણાનુમતિ દોષ લાગે છે. અને જ્યારે પુત્રાદિકે કરેલ પાપોને સાંભળતો નથી તેમજ અનુમોદન પણ કરતો નથી. માત્ર પાપવ્યાપાર કરનાર પુત્રાદિ કુટુંબીજનોમાં પોતાનું મમત્વ હોય ત્યારે સંવાસાનુમતિ દોષ લાગે છે. જ્યારે તે સંવાસાનુમતિનો પણ ત્યાગ કરે છે ત્યારે આત્મા સર્વવિરત કહેવાય છે.
અહીં દેશવિરતિ પ્રાપ્ત કરનાર અવિરત સમ્યગ્દષ્ટિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરનાર અવિરત સમ્યગ્દષ્ટિ અથવા દેશવિરત આ બેમાંથી કોઈપણ હોય છે. ત્યાં દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરવા માટે યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ આ બે કરણો કરે છે. કરણકાળના અંતર્મુહૂર્તની પહેલાં પણ પ્રતિસમયે અનંતગુણ વિશુધ્યમાન પરિણામી વગેરે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં ત્રણ કરણની પહેલાં બતાવેલ બધી જ યોગ્યતાવાળો હોય છે. અને તે પ્રમાણે અંતર્મુહૂર્ત કાળ સુધી ૨હી પૂર્વે બતાવેલ સ્વરૂપવાળાં યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ કરે છે પરંતુ અહીં અપૂર્વકરણમાં ગુણશ્રેણિ કરતો નથી. આટલી વિશેષતા છે.
મોહનીયકર્મની કોઈપણ પ્રકૃતિનો સર્વથા ક્ષય અથવા ઉપશમ કરવાનો હોય છે ત્યારે