________________
૫૫૬
पञ्चानामनुत्कृष्टा त्रिधा चतुर्द्धा च वेद्यमोहयोः । शेषविकल्पा द्विविधाः सर्वविकल्पा आयुषः ॥८१॥
પંચસંગ્રહ-૨
અર્થ—પાંચ કર્મની અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા ત્રણ પ્રકારે, અને વેદનીય તથા મોહનીયની ચાર પ્રકારે છે. ઉક્ત કર્મના શેષ વિકલ્પો બે પ્રકારે છે તથા આયુના સર્વ વિકલ્પો બે પ્રકારે છે. ટીકાનુ—જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, નામ અને ગોત્રકર્મરૂપ મૂળકર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે તે આ રીતે—ઉક્ત કર્મની અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા ગુણિતકર્માંશ આત્માને પોતપોતાની ઉદીરણાને અંતે થાય છે. તે નિયત કાળપર્યંત જ પ્રવર્ત્તથી હોવાથી સાદિ-સાંત છે. તે સિવાયની અન્ય સઘળી ઉદીરણા અનુત્કૃષ્ટ છે. અને તે અનાદિકાળથી પ્રવર્ત્તતી હોવાથી અનાદિ છે. અભવ્ય આશ્રયી અનંત અને ભવ્ય આશ્રયી સાંત છે. ઉક્ત કર્મમાંહેના ત્રણ ઘાતીકર્મની છેલ્લી ઉદીરણા બારમે અને અઘાતીકર્મની તેરમા ગુણસ્થાનકે પ્રવર્તતી હોવાથી અને તે બંને સ્થળેથી પડવાનો અભાવ હોવાથી સાદિ ભંગ નથી.
તથા વેદનીયની અને મોહનીયકર્મની અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે—વેદનીયની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા અપ્રમત્તભાવને સન્મુખ થયેલા સર્વ વિશુદ્ધ પ્રમત્તસંયત આત્માને થાય છે. મોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા તેની ઉદીરણાના પર્યવસાન સમયે સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનકે થાય છે. બંને કર્મની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા નિયત કાળ પર્યંત પ્રવર્તતી હોવાથી સાદિ-સાંત છે. તે સિવાય અન્ય સઘળી અનુત્કૃષ્ટ છે. તે અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા અપ્રમત્ત ગુણસ્થાનકથી પડતાં વેદનીયકર્મની અને ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડતાં મોહનીયકર્મની શરૂ થાય માટે સાદિ, તે સ્થાન જેણે પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધ્રુવ છે.
આ સાતે કર્મના ઉક્ત વ્યતિરિક્ત જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટ એ ત્રણ વિકલ્પ સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે—આ સાતે કર્મની જઘન્ય પ્રદેશોદીરણા સંક્લિષ્ટ પરિણામી મિથ્યાદૃષ્ટિને થાય છે. સંક્લેશ પરિણામથી વિશુદ્ધ પરિણામમાં આવેલા મિથ્યાર્દષ્ટિને અજઘન્ય થાય છે. આ રીતે બંને વારાફરતી પ્રવર્તતા હોવાંથી જઘન્ય-અજઘન્ય પ્રદેશોદીરણા સાદિ-સાંત છે. ઉત્કૃષ્ટ ભંગનો વિચાર તો અનુત્કૃષ્ટ કહેવાના પ્રસંગે થઈ ગયો છે.
તથા આયુના જન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ એ ચારે વિકલ્પ આયુ અવોદયી હોવાથી જ સાદિ અને સાંત એમ બે ભાંગે છે. ૮૧
હવે ઉત્તર પ્રકૃતિ સંબંધે સાઘાદિ પ્રરૂપણા કહે છે.—
तिविहा धुवोदयाणं मिच्छस्स चउव्विहा अणुक्कोसा । सेसविगप्पा दुविहा सव्वविगप्पा य सेसाणं ॥८२॥
त्रिविधा ध्रुवोदयानां मिथ्यात्वस्य चतुर्विधाऽनुत्कृष्टा । शेषविकल्पा द्विविधाः सर्वविकल्पाश्च शेषाणाम् ॥८२॥
અર્થધ્રુવોદયી પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા ત્રણ પ્રકારે અને મિથ્યાત્વની ચાર