________________
ઉદીરણાકરણ
૫૫૫
સુસ્વર, દુઃસ્વર, આદેય, અનાદય, યશકીર્તિ; અપયશકીર્તિ, નીચ ગોત્ર, ઉચ્ચ ગોત્રરૂપ ચોત્રીસ કર્મપ્રકૃતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણા તે તે પ્રકૃતિના ઉદયમાં વર્તમાન મધ્યમ પરિણામ પરિણત સઘળા આત્માઓ કરે છે.
હવે સઘળી કર્મપ્રકૃતિઓના જઘન્ય અને ઉત્કૃષ્ટ રસોદીરણાના સ્વામિત્વનું સામાન્યથી જ્ઞાન થાય માટે ઉપાય બતાવે છે–પરિણામ પ્રત્યય આ બેમાંથી ક્યા પ્રત્યય-કારણને લઈ કર્મપ્રકૃતિઓની ઉદીરણા થાય છે? તેનો વિચાર, તથા જે પ્રકૃતિના રસની ઉદીરણા કરેલી છે, તે પ્રકૃતિ પુન્ય છે કે પાપ ? તેનો વિચાર કરવો, તથા ઉપ શબ્દથી પુદ્ગલ-જીવ-ભવ-કે ક્ષેત્રમાંથી કઈ વિપાકી છે તે વિચારવું. એનો બરાબર વિચાર કરીને વિપા- જઘન્ય રસઉદીરણાનો કે ઉત્કૃષ્ટ રસોદીરણાનો સ્વામી કોણ છે તે યથાવત્ સમજી લેવું.
જેમકે–પરિણામ પ્રત્યયા રસોદીરણા પ્રાયઃ ઉત્કૃષ્ટ હોય છે, એ ભવપ્રત્યયા પ્રાયઃ જધન્ય હોય છે. શુભ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગની ઉદીરણા સંકલેશે, અને ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા વિશુદ્ધિ થાય છે. અશુભ પ્રકૃતિઓના જઘન્ય રસની ઉદીરણા વિશુદ્ધિએ અને ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા સંક્લેશ થાય છે. પુદ્ગલાદિ પ્રત્યયનો ઉત્કર્ષ-પુષ્ટતા હોય ત્યારે ઉત્કૃષ્ટ અને ભવાદિ સમયે જઘન્ય રસોદીરણા હોય છે.
આ પ્રમાણે પ્રત્યયાદિનો યથાવત્ વિચાર કરી છે તે પ્રકૃતિના ઉદયવાળાઓને જઘન્ય કે ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી સમજવા. ૮૦
આ પ્રમાણે અનુભાગની ઉદીરણા કહી. હવે પ્રદેશની ઉદીરણા કહેવાનો અવસર છે. તેમાં બે અર્થાધિકાર–વિષય છે. ૧. સાદ્યાદિ પ્રરૂપણા, ૨. સ્વામિત્વ પ્રરૂપણા. સાદ્યાદિ પ્રરૂપણા પણ બે પ્રકારે છે. ૧. મૂળ પ્રકૃતિ સંબંધી, ૨. ઉત્તર પ્રકૃતિ સંબંધી. તેમાં મૂળ પ્રકૃતિ સંબંધી સાદ્યાદિ પ્રરૂપણા કરવા ઇચ્છતા આ ગાથા કહે છે.
पंचण्हमणुक्कोसा तिहा चऊद्धा य वेयमोहाणं । सेसवियप्पा दुविहा सव्वविगप्पाउ आउस्स ॥८१॥
૧. આ સઘળી પરાવર્તમાન પ્રકૃતિઓ છે, અને તેના મંદ અનુભાગની ઉદીરણા પરાવર્તમાનભાવે થાય છે એટલે કે પુન્ય પ્રકૃતિ. બાંધી પાપ પ્રકૃતિ બાંધતા પુન્યપ્રકૃતિના મંદ અનુભાગની, અને પાપપ્રકૃતિ બાંધી પુન્ય પ્રકૃતિ બાંધતા પાપ પ્રકૃતિના મંદ અનુભાગની ઉદીરણા કરે છે. પરાવર્તમાનભાવ હોય ત્યારે પરિણામની મંદતા હોય છે, તે વખતે તીવ્ર વિશુદ્ધિ કે તીવ્ર સંક્લેશ હોતો નથી. તેથી તીવ્ર રસબંધ કે તીવ્ર રસની ઉદીરણા થતી નથી. પરંતુ મંદ રસબંધ અને મંદ રસની ઉદીરણા થાય છે.
૨. જેમ પુન્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ વિશુદ્ધિએ તીવ્ર રસબંધ થાય છે, અને પછી જેમ જેમ વિશુદ્ધિ મંદ થતી જાય છે તેમ તેમ પુન્ય પ્રવૃતિઓનો રસબંધ ઓછો ઓછો થતો જાય છે. વળી તીવ્ર વિશુદ્ધિએ પુન્ય પ્રકૃતિઓના તીવ્ર રસની ઉદીરણા થાય છે. અને તે વિશુદ્ધિ જેમ જેમ ઓછી થતી જાય છે તેમ તેમ શુભરસની ઉદીરણા ઓછી ઓછી થતી જાય છે. પાપ પ્રકૃતિઓ માટે તેથી વિપરીત પ્રરૂપણા કરવાની છે. આ રીતે તીવ્ર રસબંધ થાય ત્યારે ઉદીરણા પણ તીવ્ર રસની થાય અને મંદ રસબંધ થાય ત્યારે ઉદીરણા પણ મંદરસની થાય છે. જેમ બંધને યોગ્ય અસંખ્ય અધ્યવસાય સ્થાનકો છે તેમ ઉદીરણાને યોગ્ય પણ અસંખ્ય અધ્યવસાય સ્થાનકો છે. અધ્યવસાયને અનુસરીને ઉદીરણા થાય છે.