________________
ઉદીરણાકરણ
૫૫૭
પ્રકારે છે. શેષ વિકલ્પો બે પ્રકારે છે. તથા શેષ પ્રકૃતિઓના સર્વ વિકલ્પો બે પ્રકારે છે.
ટીકાનુબ્રુવોદયી સુડતાળીસ પ્રવૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણેપાંચ જ્ઞાનાવરણ, પાંચ અંતરાય અને ચાર દર્શનાવરણ એમ ચૌદ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા પોતપોતાની ઉદીરણાના પર્યવસાન સમયે બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે ગુણિતકમ્મશ આત્માને થાય છે. અને તે સાદિસાંત છે. તે સિવાયની અન્ય સઘળી અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા છે. અને તે અનાદિકાળથી પ્રવર્તતી હોવાથી અનાદિ છે. અભવ્ય આશ્રયી અનંત અને ભવ્ય આશ્રયી સાંત છે.
તથા તૈજસ સપ્તક, વર્ણાદિ વીસ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ અને નિર્માણ એ તેત્રીસ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશોદરણા ગુણિતક—શ સયોગી કેવલીને ચરમ સમયે થાય છે. માટે તે સાદિ-સાંત છે, કેમ કે સમયમાત્ર પ્રવર્તે છે. તે સિવાયની અન્ય સઘળી અનુષ્ટ છે. અનાદિ કાળથી તે પ્રવર્તતી હોવાથી અનાદિ છે. અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધ્રુવ છે.
મિથ્યાત્વની અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા સાદિ, અનાદિ, ધ્રુવ અને અદ્ભવ એમ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–સંયમ સાથે જ સમ્યક્તને પ્રાપ્ત કરવા ઇચ્છતા મિથ્યાષ્ટિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા થાય છે. નિયત કાળ પર્યત તે થતી હોવાથી સાદિ-સાંત છે. તે સિવાયની અન્ય સઘળી અનુત્કૃષ્ટ છે. સમ્યક્તથી પડતાં શરૂ થાય માટે સાદિ, તે સ્થાન પ્રાપ્ત નહિ કરનારને અનાદિ, અભવ્યને અનંત અને ભવ્યને સાંત છે.
ઉક્ત પ્રકૃતિઓના ઉક્ત શેષ જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટરૂપ વિકલ્પો સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. તે આ રીતે–ક્તિ સઘળી પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશોદીરણા અતિ સંક્લિષ્ટ પરિણામ છતાં મિથ્યાષ્ટિને થાય છે, અને વિશુદ્ધ પરિણામ છતાં અજઘન્ય થાય છે. વળી જ્યારે સંક્લિષ્ટ પરિણામ થાય ત્યારે જઘન્ય, એમ મિથ્યાદષ્ટિને વારાફરતી થતી હોવાથી તે બંને ભંગ સાદિ-સાંત છે. અનુત્કૃષ્ટ ભંગને કહેવાના અવસરે ઉત્કૃષ્ટ ભંગનો તો વિચાર કરી ગયા છે. - તથા બાકીની અધુવોદયી એકસો દશ ઉત્તર પ્રવૃતિઓના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ પ્રદેશોદીરણા તે સઘળી અધુવોદયી હોવાથી સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. ૮૨. - આ પ્રમાણે સાદિ આદિ ભંગ સંબંધે વિચાર કર્યો. હવે તે પ્રદેશોદીરણાનો સ્વામી કોણ ? તેનો વિચાર કરવો જોઈએ. તે સ્વામિત્વ બે પ્રકારે છે–૧. ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા સ્વામિત્વ, ૨. જઘન્ય પ્રદેશોદીરણા સ્વામિત્વ. તેમાં પહેલાં ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણાના સ્વામિત્વ સંબંધે વિચાર કરતાં આ ગાથા કહે છે.
अणुभागुदीरणाए होति जहन्नसामिणो जे उ । जेट्ठपएसोदीरणसामी ते घाइकम्माणं ॥८३॥ अनुभागोदीरणाया भवन्ति जघन्यायाः स्वामिनो ये तु ।
ज्येष्ठप्रदेशोदीरणास्वामिनः ते घातिकर्मणाम् ॥८३॥ અર્થ ધાતિકર્મની જઘન્ય અનુભાગ ઉદીરણાના જે સ્વામી છે તે ઘાતિકર્મની ઉત્કૃષ્ટ