________________
ઉદીરણાકરણ
૫૨૯
રસ કેવો હોય ? ઘાતિ કે અઘાતિ? તે કહે છે. દેશઘાતિ-જ્ઞાનાવરણીય ચતુષ્ક, ચક્ષુદર્શનાવરણીય અવધિદર્શનાવરણીય, નવનોકષાય, અને સંજવલન ચતુષ્કરૂપ પ્રકૃતિઓના ઉદીરણારૂપ ઉદયમાં એટલે કે ઉદરણામાં દેશઘાતી રસ હોય છે તેમ સર્વઘાતી રસ પણ હોય છે. અચક્ષુર્દર્શનાવરણ, સમ્યક્વમોહનીય અને પાંચ અંતરાયના રસની ઉદીરણામાં દેશઘાતિ રસ જ હોય છે, પણ સર્વઘાતિ રસ હોતો નથી.
घायं ठाणं च पडुच्च सव्वघाईण होइ जह बंधे । अग्घाईणं ठाणं पडुच्च भणिमो विसेसोऽत्थ ॥४३॥ घातं स्थानं च प्रतीत्य सर्वघातिनां भवति यथा बंधे ।
अघातिनां स्थानं प्रतीत्य भणामः विशेषोऽत्र ॥४३॥ અર્થ–સર્વઘાતી પ્રકૃતિઓના ઘાતિપણાને અને સ્થાનને આશ્રયી જેમ બંધમાં કહ્યું તેમ ઉદીરણામાં પણ સમજવું. અઘાતિ પ્રકૃતિઓના સ્થાન આશ્રયી જે વિશેષ છે તે અમે અહીં કહીએ છીએ.
ટીકાનુ-કેવલજ્ઞાનાવરણ, કેવલદર્શનાવરણ, આદિના બાર કષાય, મિથ્યાત્વમોહનીય, અને પાંચ નિદ્રારૂપ સર્વઘાતી પ્રકૃતિઓના રસની ઘાતિસંજ્ઞા અને સ્થાનસંજ્ઞા આશ્રયી વિચાર કરીએ તો તે પ્રકૃતિઓના બંધમાં જેવો રસ હોય છે તેવો જ ઉદીરણામાં પણ સમજવો. : તાત્પર્ય એ કે–જેમ આ પ્રકૃતિઓનો બંધ ચાર સ્થાનક, ત્રણ સ્થાનક અને બે સ્થાનક એમ ત્રણ પ્રકારના રસે કહ્યો છે, તેમજ તે ત્રણ પ્રકારના રસને જેમ સર્વઘાતી કહ્યો છે, તેમ ઉદીરણામાં જાણવો. એટલે કે તે પ્રકૃતિઓના ચાર, ત્રણ અને બે સ્થાનક રસની ઉદીરણા થાય છે, અને તે સર્વઘાતી જ હોય છે. માત્ર ઉત્કૃષ્ટ રસની ઉદીરણામાં ચતુઃસ્થાનક જ અને અનુત્કૃષ્ટમધ્યમ રસની ઉદીરણામાં ત્રણ પ્રકારનો રસ હોય છે.
હવે અઘાતિ એકસો અગિયાર પ્રકૃતિઓની ઉદીરણામાં સ્થાન આશ્રયી જે વિશેષ છે તે અમે કહીએ છીએ. ૪૩ કરેલ પ્રતિજ્ઞાનો નિર્વાહ કરે છે–
थावरचआयवउरलसत्ततिरिविगलमणुयतियगाणं । नग्गोहाइचउण्हं एगिदिउसभाइछण्हंपि ॥४४॥ तिरिमणुजोगाणं मीसगुरुयखरनरयदेवपुव्वीणं । दुट्ठाणिओच्चिय रसो उदए उद्दीरणाए य ॥४५॥ स्थावरचतुष्कातपोरलसप्तकतिर्यग्विकलमनुजत्रिकाणाम् । न्यग्रोधादिचतुर्णामेकेन्द्रियर्षभादिषण्णामपि ॥४४॥ तिर्यग्मनुजयोग्यानां मिश्रगुरुस्वरनरकदेवानुपूर्वीणाम् ।
द्विस्थानिक एव रस उदये उदीरणायां च ॥४५॥ પંચ૦૨-૬૭