________________
પંચસંગ્રહ-૨
૫૮
પરંતુ તેની અનુભાગોદીરણા જઘન્યથી એક સ્થાનક અને મંદ બે સ્થાનક રસની થાય છે. તેમજ ઉત્કૃષ્ટથી સર્વોત્કૃષ્ટ બે સ્થાનક રસની થાય છે.
સમ્યક્ત્વમોહનીયનો બંધ થતો નહિ હોવાથી તેના સંબંધમાં બંધ આશ્રયી કંઈ કહેવાનું નથી, પરંતુ ઉદીરણા થાય છે, માટે તેના સંબંધે વિશેષ કહે છે—સમ્યક્ત્વમોહનીયની ઉત્કૃષ્ટથી બે સ્થાનક રસની અને જઘન્યથી એક સ્થાનક રસની ઉદીરણા થાય છે. તથા તેનો જે એક સ્થાનક કે બે સ્થાનક રસ છે તે દેશઘાતી છે.
મન:પર્યવજ્ઞાનાવરણ અને નપુંસકવેદના સંબંધે બંધમાં કહ્યું છે તેનાથી અહીં વિપરીત જાણવું. એટલે કે બંધ આશ્રયી નપુંસકવેદનો જેવો પ્રકારનો રસ કહ્યો છે, તેવા પ્રકારનો રસ મન:પર્યવજ્ઞાનાવરણીયની ઉદીરણામાં જાણવો. અને બંધ આશ્રયી મન:પર્યવજ્ઞાનાવરણનો જેવો રસ કહ્યો છે તેવો નપુંસકવેદની ઉદીરણામાં સમજવો. તે આ પ્રમાણે—મન:પર્યવજ્ઞાનાવરણનો બંધ આશ્રયી એક સ્થાનક, બે સ્થાનક, ત્રણ સ્થાનક અને ચાર સ્થાનક એમ ચાર પ્રકારનો રસ કહ્યો છે. અને અહીં ઉત્કૃષ્ટ ઉદીરણા આશ્રયી ચતુઃસ્થાનક, અને અનુભૃષ્ટ-મધ્યમ ઉદીરણા આશ્રયી ચતુઃસ્થાનક, ત્રિસ્થાન અને દ્વિસ્થાનક રસ છે. નપુંસક વેદનો અનુભાંગ બંધ આશ્રયી ચતુઃસ્થાનક, ત્રણ સ્થાનક અને બે સ્થાનક એમ ત્રણ પ્રકારે કહ્યો છે. અને અહીં ઉત્કૃષ્ટ ઉદીરણા આશ્રયી ચતુઃસ્થાનક, અને અનુભૃષ્ટ-મધ્યમ ઉદીરણા આશ્રયી ચતુઃસ્થાનક, ત્રિસ્થાનક, બે સ્થાનક અને એક સ્થાનક કહ્યો છે.
શંકા—જો નપુંસકવેદના એક સ્થાનક રસનો બંધ થતો નથી, તો ઉદીરણા શી રીતે
થાય ?
ઉત્તર—જો કે નપુંસકવેદનો એક સ્થાનક રસ બંધાતો નથી, પરંતુ ક્ષય કાળે રસઘાત કરતાં સત્તામાં તેના એક સ્થાનક રસનો સંભવ છે. એટલે જધન્યથી તેના એક સ્થાનક રસની ઉદીરણા કહી છે.
તથા શેષ દેશઘાતિ પ્રકૃતિઓનો બંધમાં જેમ ચારે પ્રકારનો રસ કહ્યો છે, તેમ અનુભાગોદીરણામાં પણ ચારે પ્રકારનો રસ સમજવો. ૪૧
હવે દેશઘાતિ પ્રકૃતિઓના ઘાતિત્વ આશ્રયી વિશેષ કહેતા આ ગાથા કહે છે— देसोवघाइयाणं उदय देसो व होइ सव्वो य । देसोवघाइओ च्चिय अचक्खुसम्मत्तविग्घाणं ॥४२॥
देशोपघातिनीनामुदये देशो वा भवति सर्वश्च ।
देशोपघात्येव अचक्षुः सम्यक्त्वविघ्नानाम् ॥४२॥
અર્થ—દેશઘાતિ પ્રકૃતિઓની ઉદય-ઉદીરણામાં દેશઘાતી અથવા સર્વઘાતી રસ હોય છે. તથા અચક્ષુર્દર્શનાવરણીય, સમ્યક્ત્વ મોહનીય અને અંતરાયનો દેશઘાતી જ ૨સ ઉદયઉદીરણામાં હોય છે.
ટીકાનુ—પૂર્વની ગાથામાં કેવા પ્રકારના રસની ઉદીરણા થાય તે કહ્યું. આ ગાથામાં તે