SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ પંચસંગ્રહ-૨ અર્થ ચુંમાળીસ અને પિસ્તાળીસમી ગાથામાં કહેલ–જેનાં નામ વિવેચનમાં આવશે તે સાડત્રીસ અઘાતિ પ્રકૃતિઓનો બે સ્થાનક રસ જ ઉદય અને ઉદીરણામાં હોય છે. ટીકાનુ–સ્થાવર ચતુષ્ક-સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ, આતપ, ઔદારિક સપ્તક, તિર્યંચત્રિક-તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી અને તિર્યંચાયુ, વિકલત્રિક-બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયજાતિ, મનુષ્યત્રિક-મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને મનુષ્યાય, ન્યગ્રોધાદિ ચારન્યોધપરિમંડલ, સાદિ, વામન અને કુજ. એકેન્દ્રિયજાતિ, અને વર્ષભનારાગાદિ છ સંઘયણ, સઘળી મળી તિર્યંચ અને મનુષ્યમાં જ ઉદયયોગ્ય બત્રીસ પ્રકૃતિઓ તથા મિશ્રમોહનીય, ગુરુ અને ખર સ્પર્શ નામ, દેવ અને નરકની આનુપૂર્વનામ એ પાંચ સઘળી મળી સાડત્રીસ પ્રકૃતિઓના ઉદય અને ઉદીરણામાં બે સ્થાનક જ રસ હોય છે. માત્ર ઘાતિ સંજ્ઞા આશ્રયી મિશ્રમોહનીયનો રસ સર્વઘાતિ અને શેષ પ્રકૃતિઓનો રસ અઘાતિ છે. ૪૪. ૪૫. હવે શુભ અને અશુભપણા પરત્વે વિશેષ કહે છે– सम्मत्तमीसगाणं अणुभरसो सेसयाण बंधुत्तं । उक्कोसुदीरणा संतयंमि छट्ठाणवडिएवि ॥४६॥ सम्यक्त्वमिश्रयोरशुभरसः शेषाणां बन्धोक्तम् । उत्कृष्टोदीरणा सत्कर्मणि षट्स्थानपतितेऽपि ॥४६॥ અર્થ સમ્યક્ત અને મિશ્રમોહનીયનો રસ અશુભ છે. શેષ પ્રકૃતિઓના સંબંધ બંધમાં કહ્યા પ્રમાણે છે. સત્તામાં-અનુભાગની સત્તામાં છ સ્થાન પડવા છતાં પણ ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા થાય છે. ટીકાનુ–સમ્યક્ત અને મિશ્રમોહનીય એ બંને પ્રકૃતિ ઘાતિ હોવાથી તેનો રસ અશુભ જ જાણવો. અને તેથી જ તે બંને રસ આશ્રયી પાપ પ્રકૃતિ કહેવાય છે, કર્મપ્રકૃતિમાં કહ્યું છે કેમિશ્ર અને સમ્યક્વમોહનીય પાપ પ્રકૃતિમાં ગણાય છે.” બાકીની પ્રવૃતિઓનું શુભાશુભપણું બંધની જેમ જાણવું. એટલે કે બંધમાં જે પ્રકૃતિઓને શુભ કહી હોય તે અહીં પણ શુભ જાણવી. બંધમાં જેને અશુભ કહી હોય તેને અહીં પણ અશુભ જાણવી. હવે કેટલા પ્રકારના અનુભાગની સત્તામાં વર્તતો આત્મા ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા કરે છે તે કહે છે–ઉત્કૃષ્ટ અનુભાગની સત્તામાં છ સ્થાનક પડવા છતાં પણ ઉત્કૃષ્ટ રસની ઉદીરણા થાય છે એમ સમજવું. ૧. આ પ્રકૃતિઓ ગમે તેવા રસવાળી બંધાય છતાં તેઓનો ઉદયમાં અને ઉદીરણામાં બે સ્થાનિક જ રસ હોય છે, કેમ કે જીવ સ્વભાવે સત્તામાં રસ ઓછો થઈ ઉદયમાં આવે છે. - ૨. જે પ્રકૃતિઓના સંબંધમાં અમુક પ્રકારના રસની ઉદીરણા થાય એમ ન કહ્યું હોય તે બંધ પ્રમાણે સમજવો. અર્થાત્ તે તે પ્રકૃતિઓનો જઘન્ય-ઉત્કૃષ્ટ જેટલો રસ બંધ થતો હોય તેટલો ઉદીરણામાં પણ સમજવો. માત્ર અઘાતિ પ્રકૃતિઓનો અનુભાગ સર્વઘાતિ પ્રતિભાગ સદશ કહ્યો છે. અઘાતિ પ્રકૃતિઓનો રસ છે અઘાતિ, છતાં સર્વઘાતિ સાથે જ્યાં સુધી અનુભવાય છે ત્યાં સુધી તેના જેવો થઈ અનુભવાય છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy