SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-૧ વનસ્પતિના જીવોને અપર્યાપ્તાવસ્થામાં કેટલોક કાળ તેજોલેશ્યા હોય છે. તથા સામાયિકાદિ પાંચ ચારિત્રમાર્ગણા અને દેશવિરતિમાર્ગણામાં પર્યાપ્તસંજ્ઞીપંચેન્દ્રિયરૂપ એક જ જીવભેદ ઘટે છે. તથા અણાહારિમાર્ગણામાં સાતે અપર્યાપ્તા અને આઠમો સંજ્ઞીપર્યાપ્તો એમ આઠ જીવભેદો ઘટે છે. સાતે અપર્યાપ્તાને વિગ્રહગતિમાં અણાહારિપણું સંભવે છે, અને સંશી પર્યાપ્તાને કેવળીસમુદ્ધાતાવસ્થામાં ત્રીજે, ચોથે અને પાંચમે સમયે અણાહારિપણું હોય છે. તથા સંશીમાર્ગણા અને ક્ષાયિક ક્ષાયોપશમિક અને ઔપશમિક એ ત્રણ સમ્યક્ત્વમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયરૂપ બે જીવભેદો હોય છે. ૭૨ પ્રશ્ન—ક્ષાયિક અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ લઈ ભવાંતરમાં જતો હોવાથી એ બે સમ્યક્ત્વમાં તો સંજ્ઞી અપર્યાપ્તો એ જીવભેદ ઘટે છે. પરંતુ ઔપમિક સમ્યક્ત્વમાં સંક્ષી અપર્યાપ્ત જીવભેદ શી રીતે ઘટે ! કારણ કે અપર્યાપ્તાવસ્થામાં તઘોગ્ય અધ્યવસાયનો અભાવ હોવાથી કોઈપણ નવું સમ્યક્ત્વ ઉત્પન્ન થતું નથી. કદાચ એમ કહેવામાં આવે કે અપર્યાપ્તાવસ્થામાં નવું ભલે ઉત્પન્ન ન થાય, પરંતુ ક્ષાયિક ક્ષાયોપશમિકની જેમ પરભવનું લાવેલું અપર્યાપ્તાવસ્થામાં હોય, તેનો કોણ નિષેધ કરી શકે છે ? આ કથન પણ અયોગ્ય છે, કારણ કે જે મિથ્યાર્દષ્ટિ મિથ્યાત્વગુણઠાણે ત્રણ કરણ કરી ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તે જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ જીવ કાળ કરતો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, ‘ઔપશમિકસમ્યગ્દષ્ટિ અનંતાનુબંધિનો બંધ, તેનો ઉદય આયુનો બંધ અને મરણ એ ચારમાંથી એક વાનું પણ 'કરતો નથી. કદાચ એમ કહેવામાં આવે કે, ઉપશમશ્રેણિનું ઉપશમ સમ્યક્ત્વ અપર્યાપ્તાવસ્થામાં હોય છે, તે પણ અયોગ્ય છે. કારણ કે ઉપશમશ્રેણિ પર ચડેલો જે આત્મા ત્યાં પણ મરણ પામી અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય છે, તેને દેવાયુના પહેલે જ સમયે સમ્યક્ત્વમોહનીયનાં પુદ્ગલોનો ઉદય થવાથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હોય છે, ઔપશમિક સમ્યક્ત્વ હોતું નથી. શતકની બૃહન્ચૂર્ણિમાં કહ્યું છે કે, ‘જે ઉપશમ સમ્યગ્દષ્ટિ ઉપશમશ્રેણિમાં મરણ પામે છે, તે દેવાયુના પહેલા જ સમયે સમ્યક્ત્વમોહનીયનાં દલિકોને ઉદયાવલિકામાં નાખીને વેદે છે, તેથી ઉપશમ સમ્યગ્દષ્ટિ અપર્યાપ્તો હોતો નથી. આ પ્રમાણે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં સંશીપર્યાપ્તો એક જ જીવભેદે ઘટે, પરંતુ અપર્યાપ્તો ઘટી શકે નહીં. ઉત્તર—ઉપરોક્ત કોઈ દોષ ઘટતો નથી, કારણ કે સપ્તતિકાની ચૂર્ણિમાં ગુણસ્થાનકમાં જ્યાં નામકર્મના બંધ અને ઉદયસ્થાનકનો વિચાર કર્યો છે, ત્યાં ચોથા ગુણસ્થાનકનાં ઉદયસ્થાનોના વિચારપ્રસંગે પચીસ અને સત્તાવીસ પ્રકૃતિનો ઉદય દેવ અને નારકી આશ્રયી કહ્યો છે. તેમાં નારકીઓ ક્ષાયિક અને વેદકસમ્યક્ત્વી કહ્યા છે, અને દેવો ત્રણે પ્રકારના સમ્યક્ત્વી કહ્યા છે. તે ગ્રંથના પાઠનો અર્થ આ પ્રમાણે—પચીસ અને સત્તાવીસનો ઉદય દેવતા અને નારકી આશ્રયી હોય છે. તેમાં નારકી ક્ષાયિક અને વેદક સમ્યક્ત્વી હોય છે, અને દેવો ત્રણે સમ્યક્ત્વી હોય છે. તેમાં પચીસનો ઉદય શરી૨૫ર્યાપ્તિ કરતાં હોય છે, અને સત્તાવીસનો ઉદય શરી૨૫ર્યાપ્તિએ પર્યાપ્તા અને શેષ પર્યાપ્તિએ અપર્યાપ્તાને હોય છે. આ પ્રમાણે આ બંને ઉદયસ્થાનકો અપર્યાપ્તાવસ્થામાં હોવાથી આ ગ્રંથમાં અપર્યાપ્તાવસ્થામાં પણ ઔપશમિક સમ્યક્ત્વ ગ્રહણ કર્યું છે. આ રીતે શતકચૂર્ણિમાં ઉપશમસમ્યક્ત્વ સંશીપર્યાપ્ત એક જ જીવભેદ કહ્યો, અને સપ્તતિકાની
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy