________________
દર
પંચસંગ્રહ-૧
છે, શેષ સઘળા ભાગો રાખે છે. એટલે કે આટલી સંખ્યાવાળા જીવપ્રદેશમાંથી પૂર્વોક્ત વીર્યવ્યાપાર રોકે છે. આ પ્રમાણે બાદર કાયયોગનો રોધ કરતા પહેલા સમયે ક્રિયા થાય છે. કર્મપ્રકૃતિ પ્રાભૂતમાં કહ્યું છે કે—‘પહેલે સમયે અપૂર્વ સ્પર્ધકો કરે છે. પૂર્વસ્પર્ધ્વકમાંની નીચેની પહેલી આદિ વર્ગણાઓમાં જે વીર્યાણુઓ હોય છે, તેના અસંખ્યાતા ભાગને ખેંચે છે, એટલે કે અસંખ્યાતા ભાગોમાં રહેલ વીર્યાણુ પ્રમાણ વીર્યવ્યાપાર રોકે છે, અને જીવપ્રદેશોનો અસંખ્યાતમો ભાગ ખેંચે છે, એટલે કે પહેલા સમયે એટલા પ્રદેશમાંથી વીર્યવ્યાપાર ઓછો કરે છે.' ત્યારપછી બીજા સમયે પહેલે સમયે ખેંચેલા અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવપ્રદેશોથી અસંખ્યાત ગુણ જીવપ્રદેશો ખેંચે છે. એટલે કે પહેલે સમયે એક ભાગ ખેંચ્યો હતો, બીજા સમયે અસંખ્યાતા ભાગો ખેંચે છે. એટલા બધા પ્રદેશોમાંથી વીર્યવ્યાપાર રોકે છે. તથા પહેલા સમયે જે વીર્યાણુઓ ખેંચ્યા હતા તેનાથી અસંખ્યયગુણહીન એટલે કે અસંખ્યાતમા ભાગ પ્રમાણ વીર્યાણુઓને ખેંચે છે. તાત્પર્ય એ કે પહેલા સમયની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણ વીર્યવ્યાપાર રોકે છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ આત્મપ્રદેશોમાંથી પહેલા સમયે જે વીર્યવ્યાપાર રોકાય છે, તેનાથી પછી પછીના સમયે અસંખ્યાતગુણહીન અસંખ્યાતગુણહીન વીર્યવ્યાપાર રોકતો, ત્યાં સુધી જાય કે અપૂર્વસ્પર્શ્વક કરવાના અંતર્મુહૂર્તનો ચરમ સમય આવે, આ અંતર્મુહૂર્વકાળમાં અત્યંત અલ્પ વીર્ય વ્યાપારવાળા સૂચિશ્રેણિના વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અપૂર્વસ્પર્ધ્વકો થાય છે. અને તે અપૂર્વસ્પર્ધ્વકો પૂર્વસ્પર્ધકોનો તો અસંખ્યાતમો ભાગમાત્ર છે. બાકીના પૂર્વસ્પÁકરૂપે જ રહે છે. સઘળા પૂર્વસ્પર્ધકો અપૂર્વસ્પર્ધકરૂપે થતા નથી. અપૂર્વસ્પÁક કરવાના અંતર્મુહૂર્તના પછીના સમયે કિટ્ટિ કરવાની શરૂઆત કરે છે, અને તે અંતર્મુહૂર્ત પર્યંત કરે છે. કહ્યું છે કે, ‘તે કેવળી ભગવાન્ અપૂર્વસ્પર્ધક કરીને સ્થૂલ કાયયોગનો નાશ કરે છે, અને શેષ કાયયોગની કિટ્ટિ કરે છે.' હવે કિટ્ટિ એટલે શું ? તે કહે છે—એક એક વીર્યાણુની વૃદ્ધિનો નાશ કરીને એટલે કે એક એક ચડતા ચડતા વીર્યાણુવાળી વર્ગણાઓના ક્રમનો નાશ કરીને અનંતગુણહીન વીર્યાણુવાળી એક એક વર્ગણાને રાખવા વડે યોગને અલ્પ કરવો. તે કિટ્ટિ કહેવાય છે. તેમાં કિટ્ટિ કરવાના પ્રથમ સમયે પૂર્વસ્પÁકોની અને અપૂર્વસ્પર્ધકોની જે પહેલી આદિ વર્ગણાઓ છે, તેઓના જે અવિભાગ પરિચ્છેદો એટલે વીર્યાણુઓ છે, તેઓના અસંખ્યાતમા ભાગોને ખેંચે છે, એક અસંખ્યાતમો ભાગ શેષ રાખે છે. જીવપ્રદેશોનો પણ એક અસંખ્યાતમો ભાગ ખેંચે છે, શેષ સઘળા ભાગોને રાખે છે. અહીં તાત્પર્ય એ કે જેટલા જીવ પ્રદેશોને ખેંચે છે, તેટલા જીવપ્રદેશોમાંથી જેટલા વીર્યાણુ
૧. યોગસ્થાનમાં અનંતભાગહીન અનંતગુણહીન એ બે હાનિ, અથવા અનંતભાગ અધિક કે અનંતગુણઅધિક એ બે વૃદ્ધિ કહી નથી. પરંતુ વચલી ચાર હાનિ કે વૃદ્ધિ થાય છે એમ કહ્યું છે. આત્માનું વીર્ય અનંત છે, પરંતુ યોગ-વીર્યવ્યાપાર અનંત નથી, અસંખ્યાત પ્રમાણ જ છે. કેમકે ઉત્કૃષ્ટ જેટલો વીર્યવ્યાપાર છે, તેના સૂક્ષ્મ અંશો કરવામાં આવે તોપણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ જ થાય છે, અનંત પ્રમાણ થતા નથી. અહીં યોગનો રોધ કરતા કિટ્ટિ કરવાના અવસરે જે ‘અનંતનુદ્દીને વર્તનાસ્થાપનેન યોગસ્યાત્વીજળપ્’‘અનંતગુણહીન એક એક વર્ગણાને રાખવા વડે યોગને અલ્પ કરવો તે કિટ્ટિ કહેવાય છે' એમ જે લખે છે તેમાં અનંતગુણહીન કરવાનું જે કહે છે તે સમજાતું નથી. અસંખ્યેય ગુણહીન જોઈએ એમ લાગે છે. તત્ત્વ કેવળી મહારાજ જાણે.