________________
પંચમહાર-પ્રશ્નોત્તરી
૮૨૯
ત્યારે પંચમ કર્મગ્રંથ વગેરેમાં અગિયાર ગુણસ્થાનક સુધી કહેલ છે. આ મતાન્તર છે.
પ્રશ્ન–૭૬. નરકગતિ વગેરે અનુદાયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મૂળકર્મ જેટલો જ અર્થાત્ વીસ કોડાકોડી આદિ સાગરોપમ પ્રમાણ હોવા છતાં તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા એક સમય ન્યૂન કેમ ?
ઉત્તર–વિવક્ષિત સમયે ઉદયવતી પ્રવૃતિઓના ઉદયપ્રાપ્ત સ્થિતિસ્થાનનાં દલિકોમાં અનુદયવતી પ્રકૃતિઓના સમાન સમયના સ્થિતિસ્થાનમાં રહેલ દલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે. તેથી નરકગતિ વગેરે પ્રકૃતિઓનો જે સમયે વીસ કોડાકોડી વગેરે સાગરોપમના પ્રથમ સ્થિતિસ્થાનમાં રહેલ પૂર્વબદ્ધ નરકગતિ વગેરેનાં દલિકો ઉદયવતી મનુષ્યગતિ વગેરેના સમાન સમયમાં સ્તિબુક સંક્રમ દ્વારા સંક્રમી જાય છે. માટે જ બંધના પ્રથમ સમયે નરકગતિ વગેરે અનુદયવતી પ્રકૃતિઓની લતામાં પ્રથમ સ્થિતિસ્થાનમાં દલિક ન હોવાથી બંધ કરતાં સત્તા એક સમય ન્યૂન હોય છે.
પ્રશ્ન–6૭. ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પોતાના મૂળકર્મથી એક આવલિકા ન્યૂન અને અનુદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની સમયાધિક આવલિકા ન્યૂન હોય છે. છતાં અંતર્મુહૂર્ત ધૂન પોતાના મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય એવી સંક્રમોત્કૃષ્ટા કઈ પ્રકૃતિઓ છે ? વળી તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા અંતર્મુહૂર્ત ન્યૂન જ કેમ થાય ? તે સમજાવો.
ઉત્તર–અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાદષ્ટિ સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તથાસ્વભાવે જ અંતર્મુહૂર્ત મિથ્યાત્વ ગુણસ્થાને રહી વિશુદ્ધિના વશથી સમ્યક્ત પ્રાપ્ત કરી સમ્યક્ત અને મિશ્રમોહનીયની ઉદયાવલિકા ઉપર અંતર્મુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વ મોહનીયનો સમ્યત્ત્વ અને મિશ્રમોહનીયમાં સંક્રમ કરે. ત્યારે આ બન્ને પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. માત્ર તે વખતે મિશ્રમોહનીયનો ઉદય ન હોવાથી ઉદય સમયનું દલિક સ્તિબુકસંક્રમથી સમ્યક્ત મોહનીયમાં સંક્રમી જાય છે. તેથી સમ્યક્ત મોહનીય કરતાં મિશ્રમોહનીયની એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે.
* પ્રશ્ન–૭૮. હાસ્યષક, પુરુષવેદ અને સંજવલન ક્રોધાદિક ત્રણની જઘન્ય સ્થિતિસત્તા કેટલી હોય ? વળી તે કયા ગુણસ્થાનકે હોય ?
ઉત્તર–હાસ્યષકની જઘન્ય સ્થિતિસત્તા સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ, પુરુષવેદની સમયોન બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણની અનુક્રમે સમયોન બે આવલિકા ન્યૂન બે માસ, એક માસ અને પંદર અહોરાત્ર જઘન્ય સ્થિતિસત્તા ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે પોતપોતાના ચરમસંક્રમ સમયે હોય છે. પરંતુ પુરુષવેદાદિ ચારમાં દલિકનિષેકરૂપ સ્થિતિ સત્તા અંતર્મુહૂર્ત ન્યૂન હોય છે.
પ્રશ્ન–૭૯. ઉદયબંધોત્કૃષ્ટા તથા ઉદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ ' ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા શા માટે ?
ઉત્તર–ઉપરોક્ત પ્રકૃતિઓનો જયારે ઉદય ન હોય ત્યારે ઉદયના પ્રથમ સ્થિતિસ્થાનમાં