________________
૮૨૮
પંચસંગ્રહ-૧
સંક્રમ દ્વારા અન્ય કષાયોનાં દલિક બંધસમયથી જ અનંતાનુબંધિમાં આવે છે અને બંધાવલિકાની સાથે જ સંક્રમાવલિકા પૂર્ણ થવાથી આવલિકા પછી બંધથી અને સંક્રમથી પ્રાપ્ત થયેલ ઘણાં દલિકો ઉદય તથા ઉદીરણા દ્વારા ભોગવાય છે. તેથી આવલિકા પછી જધન્ય પ્રદેશોદય ન થાય માટે પ્રથમ આવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય કહેલ છે.
આવલિકાના ચરમસમય કરતાં આવલિકાના પ્રથમાદિ સમયોમાં બંધથી તથા અપવર્તનાકૃત નિક્ષેપથી પ્રાપ્ત થયેલ દલિક વધારે પ્રમાણમાં હોય છે. તેથી ઉદયમાં પણ વધુ પ્રાપ્ત થાય છે. માટે પ્રથમાદિ સમયે નહિ કહેતાં ચરમસમયે જ જઘન્ય પ્રદેશોદય કહેલ છે.
પ્રશ્ન—૭૨. દેવમાંથી ચ્યવી એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરનાર જીવને પ્રથમ સમયે કઈ કઈ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય થાય ? વળી તે જ એકેન્દ્રિયને દ્વિતીયાદિ સમયમાં અથવા બેઇન્દ્રિયાદિ અન્ય જીવોને જઘન્ય પ્રદેશોદય કેમ ન હોય ?
ઉત્તર—અવધિજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ, વિના ત્રણ દર્શનાવરણ, નપુંસકવેદ, તિર્યંચદ્વિક, સ્થાવર અને નીચગોત્ર—આ બાર પ્રકૃતિઓનો ક્ષપિતકર્માંશ એકેન્દ્રિય જીવોને ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. પરંતુ તેઓને દ્વિતીયાદિ સમયમાં અથવા અન્ય જીવોને યોગ અસંખ્યગુણ હોવાથી ઉદીરણા અધિક થતી હોવાથી ઉદીરણા દ્વારા ઉદયમાં અધિક પ્રદેશો આવે અને દેવભવની છેલ્લી આવલિકામાં અતિસંક્લિષ્ટ પરિણામે બંધાયેલાં કર્મદલિકોની બંધાવલિકા વ્યતીત થઈ જાય, માટે તે દલિકો પણ ઉદીરણા દ્વારા અધિક પ્રમાણમાં ઉદયમાં આવે. માટે જઘન્ય પ્રદેશોદય ન થાય. વળી દલિકોની ઉદ્ગર્જના કરેલ હોવાથી પહેલા સમયમાં દલિક પણ ઘણાં ઓછાં હોય છે. માટે જ પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે.
પ્રશ્ન—૭૩. એકેન્દ્રિયમાં કેટલી અને કઈ-કઈ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોઈ
શકે ?
ઉત્તર—અવધિ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિ વિના ત્રણ દર્શનાવરણ, થીણદ્વિત્રિક નપુંસકવેદ, તિર્યંચદ્વિક, એકેન્દ્રિય જાતિ, ઔદારિકષટ્ક, તૈજસ-કાર્યણ સપ્તક, વૈક્રિયષટ્ક, હુંડક સંસ્થાન, વર્ણચતુષ્કના વીસ, તીર્થંકર નામકર્મ વિના પ્રત્યેક પ્રકૃતિઓ સાત, બાદરપંચક, યશઃનામકર્મ, દુઃસ્વર વિના સ્થાવર નવક અને નીચગોત્ર—એમ કુલ સિત્તોત્તેર પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં જ જઘન્ય પ્રદેશોદય હોય.
પ્રશ્ન—૭૪. ધ્રુવસત્તા પ્રકૃતિઓમાં એવી કઈ પ્રકૃતિઓ છે કે જેઓની સત્તા સાઘાદિ ચાર પ્રકારે હોય ?
ઉત્તર—ચાર અનંતાનુબંધિ કષાયો ધ્રુવસત્તાક હોવા છતાં તેઓની સત્તા સાઘાદિ ચાર
પ્રકારે છે.
પ્રશ્ન—૭૫. અનંતાનુબંધિની સત્તા વિષયક શું મતાન્તર છે ?
ઉત્તર—અહીં તેમજ કર્મપ્રકૃતિ વગેરેમાં અનંતાનુબંધિની સત્તા સાત ગુણસ્થાનક કહી છે