________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૩૭
જ હોય છે. આ પાંચમાંના કોઈપણ કર્મની સર્વ ઉત્તરપ્રકૃતિઓનો વિચ્છેદ થયા બાદ ફરીથી ઉદય થતો નથી માટે અવક્તવ્યોદય નથી. વળી ઉદયસ્થાન એક એક જ હોવાથી ભૂયસ્કાર તથા અલ્પતર પણ નથી.
દર્શનાવરણીયકર્મનાં ચક્ષુર્દર્શનાવરણાદિ ચાર પ્રકૃતિરૂપ અને પાંચમાંથી કોઈપણ એક નિદ્રાનો ઉદય હોય ત્યારે પાંચ પ્રકૃતિરૂપ એમ બે ઉદયસ્થાન હોવાથી અવસ્થિતોદય બે તથા ભૂયસ્કારોદય અને અલ્પતરોદય એક એક છે. અવક્તવ્યોદય અહીં પણ નથી.
મોહનીયકર્મના એક, બે, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ પ્રકૃતિરૂપ નવ ઉદયસ્થાન હોવાથી અવસ્થિતોદય નવ છે.
ઉપશાંતમોહથી કાલક્ષયે પડતાં સૂક્ષ્મસંઘરાયે સંજવલન લોભનો ઉદય થાય ત્યારે પહેલો અવક્તવ્યોદય અને ભવક્ષયે અનુત્તર વિમાનમાં જતાં અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ કષાયો, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ છનો અથવા ભય, જુગુપ્સા કે સમ્યક્ત મોહનીય એ ત્રણમાંથી કોઈપણ એક પ્રકૃતિ સહિત સાતનો, ત્રણમાંથી બે સહિત આઠનો અને ત્રણે સહિત નવનો ઉદય થાય ત્યારે પ્રથમ સમયે અનુક્રમે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો અવક્તવ્યોદય હોય છે. એમ કુલ પાંચ અવક્તવ્યોદય છે.
સૂક્ષ્મસંઘરાયે એક સંજ્વલન લોભનો ઉદય હોય છે. ત્યાંથી પડી અનુક્રમે યથાસંભવ મિથ્યાત્વ ગુણસ્થાનક સુધી આવતાં ત્રણ વિના બેથી દેશ સુધીની પ્રકૃતિઓનો ઉદય થાય ત્યારે અનુક્રમે પ્રથમ આદિ આઠ ભૂયસ્કાર અને મિથ્યાત્વેથી યથાસંભવ સૂક્ષ્મસંપરાય સુધી જતાં એ જ પ્રમાણે ઊલટા ક્રમે નવથી એકના ઉદય સુધીના આઠ અલ્પતરો થાય છે.
નામકર્મના આઠ, નવ, વસ, એકવીસ અને ચોવીસથી એકત્રીસ પર્યત આઠ એમ કુલ બાર ઉદયસ્થાન હોવાથી બાર અવસ્થિતોદય હોય છે. અવક્તવ્યોદય અહીં પણ નથી.
- આઠ, નવ, વીસ અને એકવીસ એ ચાર સિવાય એકવીસના ઉદયસ્થાનથી ચોવીસથી એકત્રીસ પર્વતનાં ઉદયસ્થાનોમાં જતાં સંસારી જીવોને આઠ ભૂયસ્કાર થાય છે. જો કે કેવલીસમુદ્ધાતમાં વીસ અને એકવીસના ઉદયસ્થાનથી છવ્વીસ અને સત્તાવીસે જતાં તેમજ છવ્વીસ તથા સત્તાવીસથી ત્રીસ અને એકત્રીસના ઉદયસ્થાને જતાં છવ્વીસ વગેરે તે તે ભૂયસ્કારો થાય છે. પરંતુ તે આ આઠમાં જ અંતર્ગત થઈ જાય છે. તેથી ભિન્ન ગણાતા નથી.
અહીં અલ્પતર નવ છે. તે આ પ્રમાણે–ત્રીસના ઉદયવાળા સામાન્ય કેવળી અને એકત્રીસના ઉદયવાળા તીર્થકર કેવલીને કેવલી-સમુઘાત અવસ્થામાં પરાઘાત, વિહાયોગતિ, ઉચ્છવાસ અને સ્વર આ ચાર પ્રકૃતિઓનો ઉદય અટકે ત્યારે સમુઘાતના બીજા સમયે છવ્વીસ અને સત્તાવસના ઉદય સમયે અનુક્રમે પહેલો તથા બીજો, વળી તેમાંથી સંઘયણ, સંસ્થાન, પ્રત્યેક, ઉપઘાત અને ઔદારિકદ્ધિક એ છનો ઉદય અટકે ત્યારે ત્રીજા આદિ સમયે વીસ અને એકવીસ પ્રકૃતિના ઉદયકાળ અનુક્રમે ત્રીજો તથા ચોથો અલ્પતર થાય, તીર્થકર કેવલી તથા સામાન્ય કેવલીને એકત્રીસ અને ત્રીસના ઉદયમાંથી સ્વરનો રોધ થાય ત્યારે અને તેમાંથી ઉચ્છવાસનો રોધ થાય ત્યારે ત્રીસ, ઓગણત્રીસ અને અઠ્ઠાવીસના ઉદયકાળ ત્રીસ, ઓગણત્રીસ પંચ૦૧-૯૩