SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૪ પંચસંગ્રહ-૧ સંજવલન માયામાં સંક્રમાવે ત્યારે તે સંજવલનમાયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. જ્યારે સંજવલન માયાને સર્વસંક્રમ વડે સંજવલન લોભમાં સંક્રમાવે ત્યારે તે જ આત્મા સંજ્વલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. ૧૫૯ चउरुवसामिय मोहं जसुच्चसायाण सुहुम खवगंते । जं असुभपगइदलियस्स संकमो होइ एयासु ॥१६०॥ चतुरुपशमय्य मोहं यशउच्चसातानां सूक्ष्मस्य क्षपकान्ते । यदशुभप्रकृतिदलिकस्य संक्रमो भवति एतासु ॥१६०॥ અર્થ–ચાર વાર મોહને ઉપશમાવીને ખપાવવા માટે ઉદ્યમવંત થયેલા ક્ષેપકને સૂક્ષ્મસંપાયના ચરમસમયે યશકીર્તિ, ઉચ્ચગોત્ર અને સાતવેદનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. કારણ કે અશુભ પ્રકૃતિના દલિકનો એ પ્રકૃતિઓમાં સંક્રમ થાય છે. ટીકાનુ-ચાર વાર મોહનીયને ઉપશમાવીને શીધ્રપણે કર્મનો ક્ષય કરવા માટે કોઈ ગુણિતકર્માશ આત્મા પ્રયત્ન કરે, તે લપકને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમયે યશકીર્તિ, ઉચ્ચગોત્ર અને સાતાવેદનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. કારણ કે એ પ્રકૃતિઓમાં ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલો આત્મા ગુણસંક્રમ વડે અશુભ પ્રકૃતિઓનાં ઘણાં દલિકો સંક્રમાવે છે માટે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમયે એ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવે છે. ૧૬૦ अद्धाजोगुक्कोसेहिं देवनिरयाउगाण परमाए । परमं पएससंतं जा पढमो उदयसमओ सो ॥१६॥ अद्धायोगोत्कृष्टदेवनारकायुषोः परमायाम् । परमं प्रदेशसत् यावत् प्रथम उदयसमयस्तयोः ॥१६१॥ અર્થ–ઉત્કૃષ્ટ યોગ અને કાળ વડે જ્યારે દેવાયુ અને નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે તે બંને આયુના ઉદયના પ્રથમ સમય પર્યત તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાનુ–કોઈ આત્મા ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે દેવાયુ અને નારકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, તે બંધાયા બાદ તે બંને આયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ત્યાં સુધી સંભવે કે તે બંનેના ઉદયનો પહેલો સમય પ્રાપ્ત થાય. એટલે કે બંધ સમયથી આરંભી ઉદયના પ્રથમ સમય પર્યત ઉક્ત પ્રકારે બંધાયેલા દેવાયુ અને નારકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ઉદય થયા પછી ભોગવાઈને દૂર થતા જાય છે માટે ઉદયના પ્રથમ સમય પર્યંત ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કહી છે. ૧૬૧ सेसाउगाणि नियगेसु चेव आगंतु पुव्वकोडीए । . सायबहुलस्स अचिरा बंधते जाव नो वट्टे ॥१६२॥
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy