________________
પંચમહાર
૭૦૩ અર્થ –કોઈ આત્મા ઈશાન દેવલોકમાં નપુંસકવેદને પૂરીને ત્યાંથી સંખ્યાતવર્ષના આયુવાળામાં ઉત્પન્ન થઈ અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિયામાં ઉત્પન્ન થાય. ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે બંધ અને નપુંસકવેદના સંક્રમ વડે સ્ત્રીવેદ પુરાય ત્યારે તેની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા તે યુગલિયાને થાય છે.
ટીકાનુ–ગુણિતકર્મીશ કોઈ સાતમી નરકમૃથ્વીનો નારકી ત્યાંથી નીકળી તિર્યંચ થઈ ઈશાન દેવલોકમાં દેવ થાય. ત્યાં અતિસક્લિષ્ટ પરિણામે વારંવાર નપુંસકવેદ બાંધી તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંચય કરી સંખ્યાત વરસના આયુવાળામાં ઉત્પન્ન થાય. ત્યાંથી અસંખ્યાત વરસના આયુવાળા યુગલિયામાં ઉત્પન્ન થાય. ત્યાં સંક્લિષ્ટ પરિણામવાળો થઈને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ વડે વારંવાર બંધથી અને નપુંસકવેદના દલિકના સંક્રમથી સ્ત્રીવેદને પુષ્ટ કરે. જયારે તે સ્ત્રીવેદ સંપૂર્ણપણે પુષ્ટ થાય ત્યારે તેની તે યુગલિયાને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવે છે.
(અહીં યુગલિક સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સત્તાનો અધિકારી કહ્યો છે. યુગલિયા દેવ યોગ્ય કર્મ જ બાંધે છે, તે બાંધતાં અતિક્લિષ્ટ પરિણામે સ્ત્રીવેદ બાંધે, નપુંસકવેદ નહિ. કારણ કે દેવગતિમાં નપુંસકવેદનો ઉદય હોતો નથી. વળી તેઓનું આયુ પણ મોટું એટલે વધારે કાળ બાંધી શકે માટે તે તેનો અધિકારી છે. વળી જે ક્લિષ્ટ પરિણામે યુગલિયા સ્ત્રીવેદ બાંધે તેવા પરિણામે ઈશાન દેવ - નપુંસકવેદ બાંધે માટે પણ યુગલિક લીધો હોય તેમ જણાય છે.) ૧૫૮
जो सव्वसंकमेणं इत्थी पुरिसम्मि छुहइ सो सामी । पुरिसस्स कम्म संजलणयाण सो चेव संछोभे ॥१५९॥
यः सर्वसंक्रमेण स्त्रियं पुरुषे छुभति स स्वामी ।
पुरुषस्य क्रमात् संज्वलनानां स एव संछोभे ॥१५९॥ અર્થ—જે આત્મા સર્વ સંક્રમ વડે સ્ત્રીવેદના દલિકને પુરુષવેદમાં સંક્રમાવે તે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે, તથા તે જ આત્મા અનુક્રમે પુરુષવેદાદિના દલિકને જ્યારે સંજ્વલન ક્રોધાદિમાં સર્વસંક્રમ વડે સંક્રમાવે ત્યારે સંજવલન ક્રોધાદિની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
ટીકાનુ—જે ગુણિતકશ લપક સ્ત્રીવેદને સર્વસંક્રમ વડે પુરુષવેદમાં સંક્રમાવે તે પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. ત્યારપછી તે જ આત્મા અનુક્રમે પુરુષવેદાદિને સંજ્વલન ક્રોધાદિમાં સંક્રમાવે ત્યારે તે સંજવલનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. તાત્પર્ય
જે આત્મા પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે તે જ આત્મા પુરુષવેદને સર્વસંક્રમ વડે જયારે સંજ્વલન ક્રોધમાં સંક્રમાવે ત્યારે સંજ્વલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. તે જ આત્મા જ્યારે સંજવલન ક્રોધને સર્વસંક્રમ વડે સંજવલન માનમાં સંક્રમાવે ત્યારે તે સંજવલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. જ્યારે સંજવલન માનને સર્વસંક્રમ વડે