SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમત્કાર ૬૮૫ • सर्वेषामपि आहारं सास्वादनमिश्रेतरेषां पुनः तीर्थम् । उभयोः सतोर्न मिथ्यादृष्टिस्तीर्थंकरेऽन्तर्मुहूर्त्तम् ॥१४१॥ અર્થ સઘળા ગુણસ્થાનકવાળા જીવોને આહારકસપ્તકની વિકલ્પ સત્તા હોય છે. સાસ્વાદન અને મિશ્ર સિવાય અન્ય ગુણસ્થાનકે તીર્થંકરનામની સત્તા ભજનાએ હોય છે. બંનેની સત્તા હોય તો મિથ્યાદષ્ટિ હોતો નથી. તીર્થંકરની સત્તા છતાં અંતર્મુહૂર્ત પર્યત જ મિથ્યાદષ્ટિ હોય છે. ટીકાનુ–મિથ્યાષ્ટિથી આરંભી અયોગી કેવળી સુધીના સઘળા જીવોને આહારકસપ્તકની સત્તા ભજનાએ હોય છે. એટલે કે કદાચિત્ હોય છે, કદાચિતું નથી પણ હોતી. સાતમે અને આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં આહારકનામકર્મ બાંધીને ઉપરના ગુણસ્થાનકે ચડે, અગર તો પડી નીચેના ગુણસ્થાનકોમાં જાય તો સઘળાં ગુણસ્થાનકોમાં સત્તા સંભવે, ન બાંધનારને ન સંભવે. સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનક સિવાયના સઘળા જીવોને તીર્થંકરનામકર્મની સત્તા ભજનાએ હોય છે. તીર્થંકરનામકર્મનો બંધ કર્યો હોય તો હોય, નહિ તો ન હોય, પરંતુ સાસ્વાદન અને મિશ્નદષ્ટિને તો અવશ્ય હોતી નથી. કારણ કે જીવસ્વભાવે જ તીર્થંકરનામકર્મની સત્તાવાળો આત્મા બીજે અને ત્રીજે એ બે ગુણસ્થાનકે જતો નથી. તથા આહારકનામકર્મ અને તીર્થકર નામકર્મ એ બંનેની યુગપત એક જીવને જો સત્તા હોય તો તે જીવ મિથ્યાદષ્ટિ હોતો જ નથી–એટલે કે બંનેની સત્તાવાળો આત્મા મિથ્યાત્વે જતો જ નથી. - કેવળ તીર્થંકર નામકર્મની સત્તા મિથ્યાદષ્ટિને અંતર્મુહૂર્ત પર્યત જ હોય છે, વધારે કાળ હોતી નથી. એનો સપ્તતિકા સંગ્રહમાં વિસ્તારપૂર્વક વિચાર કરશે, એટલે અહીં કર્યો નથી. ... अन्नयरवेयणीयं उच्चं नामस्स चरमउदयाओ । मणुयाउ अजोगंता सेसा उ दुचरिमसमयंता ॥१४२॥ अन्यतरवेदनीयमुच्चैर्गोत्रं नाम्नश्चरमोदयाः । मनुजायुरयोग्यन्ताः शेषास्तु द्विचरमसमयान्ताः ॥१४२॥ અર્થઅન્યતર વેદનીય, ઉચ્ચગોત્ર, નામકર્મની ચરમોદયવતી પ્રકૃતિઓ અને મનુષ્યાય અયોગીના ચરમસમય પર્યત સત્તામાં હોય છે અને શેષ પ્રકૃતિઓ વિચરમ સમય પર્વત સત્તામાં માવ હોય છે. ટીકાનુ–સાતા અગર અસાતા બેમાંથી એક વેદનીય. ઉચ્ચગોત્ર તથા અયોગીના ચરમસમયે નામકર્મની જે પ્રકૃતિઓનો ઉદય હોય છે તે નવ પ્રકૃતિઓ, તે આ પ્રમાણેમનુષ્યગતિ પંચેન્દ્રિયજાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, સુભગનામ, આદેયનામ, યશ-કીર્તિનામ અને તીર્થંકરનામ તથા મનુષ્પાયુ એ બાર પ્રકૃતિઓ અયોગીના ચરમસમય પર્યત સત્તામાં હોય છે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy