SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૪ इत्थीऊदए नपुंसं इत्थीवेयं च सत्तगं च कमा । अपुमोदयंमि जुगवं नपुंसइत्थी पुणो सत्त ॥ १३९॥ स्त्रयुदये नपुंसकः स्त्रीवेदश्च सप्तकं च क्रमात् । नपुंसकवेदे युगपत् नपुंसकस्त्रियौ पुनः सप्तकम् ॥१३९॥ અર્થ—સ્રીવેદના ઉદયે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થનાર પહેલા નપુંસકવેદનો ક્ષય કરે છે, ત્યારપછી સંખ્યાતા સ્થિતિઘાત ઓળંગી ગયા બાદ સ્ત્રીવેદનો ક્ષય કરે છે અને ત્યારપછી પૂર્વોક્ત કાળ ગયા બાદ હાસ્યાદિષક અને પુરુષવેદનો એક સાથે ક્ષય કરે છે. નપુંસકવેદના ઉદયે ક્ષપકશ્રેણિ આરંભનાર સ્ત્રીવેદ અને નપુંસકવેદનો એક સાથે ક્ષય કરે છે અને ત્યારપછી પુરુષવેદ અને હાસ્યાદિષટ્ક એ સાત પ્રકૃતિઓનો સમકાળે ક્ષય કરે છે. જ્યાં સુધી તે તે પ્રકૃતિઓનો ક્ષય કર્યો હોતો નથી ત્યાં સુધી તેની સત્તા હોય છે, ત્યારબાદ હોતી નથી. ઉપશમશ્રેણિ આશ્રયી અગિયારમા ગુણસ્થાનક પર્યંત સત્તા હોય છે. ૧૩૯ ત્યારપછી શું કરે ? તે કહે છે— संखेज्जा ठिड़खंडा पुणोवि कोहाइ लोभ सुहुमत्ते ! आसज्ज खवगसेढी सव्वा इयराइ जा संतो ॥१४०॥ પંચસંગ્રહ-૧ सङ्ख्येयानि स्थितिखण्डानि पुनरपि क्रोधादिः लोभः सूक्ष्मत्वे । आश्रित्य क्षपकश्रेणि सर्व्वा इतरायां यावत् शान्तम् ॥१४०॥ અર્થ—સંખ્યાતા સ્થિતિખંડો ઓળંગી ગયા બાદ અનુક્રમે ક્રોધાદિનો ક્ષય થાય છે અને લોભનો સૂક્ષ્મસંપ૨ાયપણામાં ક્ષય થાય છે. ક્ષપકશ્રેણિ આશ્રયી આ હકીકત કહી છે. ઉપશમશ્રેણિમાં તો સઘળી પ્રકૃતિઓ ઉપશાંતમોહગુણસ્થાનક પર્યંત સત્તામાં હોય છે. ટીકાનુ—પુરુષવેદનો ક્ષય થાય પછી સંખ્યાતા સ્થિતિખંડો ઓળંગીને સંજ્વલન ક્રોધનો નાશ થાય છે, ત્યારપછી સંખ્યાતા સ્થિતિખંડો વ્યતીત થયા બાદ સંજ્વલન માનનો ક્ષય થાય છે, ત્યારપછી સંખ્યાતા સ્થિતિખંડો ગયા બાદ સંજ્વલન માયાનો ક્ષય થાય છે. સંજ્વલન લોભનો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમયે ક્ષય થાય છે. આ મધ્યમ કષાયાષ્ટક આદિ સઘળી પ્રકૃતિઓનો ક્ષય ક્ષપક આશ્રયી કહ્યો છે. જ્યાં સુધી ક્ષય થઈ ન હોય ત્યાં સુધી સત્તામાં હોય છે, ત્યારપછી હોતી નથી અને ઇતર ઉપશમશ્રેણિમાં તો ઉપશાંતમોહ ગુણસ્થાનક પર્યંત સત્તામાં હોય છે એમ સમજવું. ૧૪૦ હવે આહારકસપ્તક અને તીર્થંકરનામકર્મની સત્તાનો સંભવ ગુણસ્થાનકોમાં કહે છે— सव्वाणवि आहारं सासणमीसेयराण पुण तित्थं । उभये संति न मिच्छे तित्थगरे अंतरमुहुत्तं ॥ १४१ ॥
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy