________________
પંચમહાર
અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકોમાં ક્ષાયિક સમ્યક્ત્વ ઉપાર્જન કરતા જેઓએ મિથ્યાત્વનો ક્ષય કર્યો હોય છે.તેઓને સત્તામાં હોતી નથી અને ઉપશમાવેલી હોય તો એટલે કે ઉપશમ સમ્યક્ત્વીને સત્તામાં હોય છે. ક્ષીણમોહાદિ ગુણસ્થાનકોમાં મિથ્યાત્વની સત્તાનો અવશ્ય અભાવ છે.
૬૮૧
સાસ્વાદન ગુણસ્થાનકે સમ્યક્ત્વમોહનીય અવશ્ય સત્તામાં હોય છે. કારણ કે સાસ્વાદને મોહનીયની અઠ્યાવીસે પ્રકૃતિઓની સત્તા હોય છે અને મિથ્યાદૃષ્ટિથી આરંભી બીજા ગુણસ્થાનક વિના ઉપશાંતમોહ સુધીનાં દશ ગુણસ્થાનકોમાં ભજનાએ હોય છે. એટલે કે કોઈ વખતે સત્તામાં હોય છે, કોઈ વખતે નથી હોતી. તે આ પ્રમાણે—
મિથ્યાર્દષ્ટિ ગુણઠાણે અભવ્યને અને અદ્યાપિ પર્યંત સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું નથી તેવા ભવ્યને સમ્યક્ત્વમોહનીય સત્તામાં હોતી જ નથી અને ઉપશમ સમ્યક્ત્વથી પડીને આવેલા ભવ્યને જ્યાં સુધી ઉવેલે નહિ ત્યાં સુધી જ સત્તામાં હોય છે. તથા ઉપરના ગુણસ્થાનકેથી પડીને મિશ્રપણું પ્રાપ્ત કરે તેને મિશ્રગુણસ્થાનકે સમ્યક્ત્વ મોહનીયની અવશ્ય સત્તા હોય છે અને પહેલે ગુણઠાણે સમ્યક્ત્વમોહનીય ઉવેલી મિશ્રપણું પ્રાપ્ત કરે તેને સત્તામાં નથી હોતી. ચોથાથી અગિયારમા સુધીમાં ક્ષાયિક સમ્યક્ત્વીને સત્તામાં હોતી નથી, ઉપશમ-ક્ષયોપશમ સમ્યક્ત્વીને હોય છે. માટે દશ ગુણસ્થાનકોમાં સમ્યક્ત્વમોહનીયની સત્તા ભજનાએ કહી છે. બારમા આદિ ગુણસ્થાનકોમાં તો હોતી જ નથી. ૧૩૪
सासणमीसे मीसं सन्तं नियमेण नवसु भइयव्वं ।
सासायणंत नियमा पंचसु भज्जा अओ पढमा ॥ १३५ ॥
सास्वादनमिश्रयोर्मिश्रं सत् नियमेन नवसु भक्तव्यम् ।
सासादनान्ता नियमात् पञ्चसु भाज्या अतः प्रथमाः ॥ १३५ ॥
અર્થસાસ્વાદન અને મિશ્રગુણઠાણે મિશ્રમોહનીય અવશ્ય સત્તામાં હોય છે, નવ ગુણસ્થાનકોમાં ભજનાએ હોય છે. તથા સાસ્વાદન પર્યંત પહેલા અનંતાનુબંધિ કષાય અવશ્ય સત્તામાં હોય છે અને ત્યારપછીનાં પાંચ ગુણસ્થાનકે ભજનાએ હોય છે.
ટીકાનુ—સાસ્વાદન અને મિશ્ર એ બે ગુણસ્થાનકમાં મિશ્રમોહનીય અવશ્ય સત્તામાં હોય છે. કારણ કે સાસ્વાદન ગુણસ્થાનકવર્તી આત્મા મોહનીયની અઠ્યાવીસે પ્રકૃતિની સત્તાવાળો હોય છે અને મિશ્રમોહનીયની સત્તા વિના મિશ્રગુણસ્થાનક ઘટી શકતું નથી, માટે સાસ્વાદન અને મિશ્રગુણઠાણે અવશ્ય મિશ્રમોહનીય સત્તામાં હોય છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી ઉપશાંતમોહ ગુણસ્થાનક પર્યંત ભજનાએ હોય છે, એટલે કે કદાચિત્ હોય, કદાચિત્ ન હોય. તે આ પ્રમાણે—
ક્ષાયિક સમ્યક્ત્વીને મિશ્રમોહનીયની સત્તા હોતી નથી, ઉપશમ-ક્ષયોપશમ સમ્યક્ત્વીને હોય છે, પહેલે ગુણઠાણે અભવ્યને અને જેઓએ હજુ સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું નથી તેઓને મિશ્રમોહનીયની સત્તા હોતી નથી અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરી મિથ્યાત્વે જાય તેઓ તે જ્યાં સુધી
પંચ ૧-૮૬