________________
૬૩૮
પંચસંગ્રહ-૧ શી રીતે એકસો પંચાશી સાગરોપમ નિરંતર બંધાય છે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે –
છઠ્ઠી નરક પૃથ્વીમાં રહેલી નારકીઓનું ઉત્કૃષ્ટથી બાવીસ સાગરોપમ આયુ છે. તેટલો કાળ ત્યાં ભવસ્વભાવે ઉક્ત પ્રકૃતિઓ જ બંધાય છે, તેની વિરોધિની પ્રકૃતિઓ બંધાતી નથી. તે નારકી પોતાના ભવના અંતે સમ્યક્ત પ્રાપ્ત કરી તે લઈને મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં પણ સમ્યક્તના પ્રભાવથી વિવક્ષિત પ્રકૃતિઓની પ્રતિપક્ષ પ્રકૃતિઓ બંધાતી નથી. હવે તે મનુષ્ય અનુત્તર સંયમનું પાલન કરી એકત્રીસ સાગરોપમના આઉખે રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થાય. તે દેવ તથા પ્રકારના અધ્યવસાયના યોગે જન્મ થયા પછી તરત મિથ્યાત્વભાવને પ્રાપ્ત કરે. ચ્યવનકાળે ફરી સમ્યક્ત પ્રાપ્ત કરી મનુષ્યમાં આવી ઉત્તમ શ્રાવકપણે પાળી બાવીસ બાવીસ સાગરોપમના આઉખે ત્રણ વાર અય્યત દેવલોકમાં જવા વડે છાસઠ સાગરોપમ કાળ પૂર્ણ કરે. ક્ષાયોપથમિક સમ્યક્ત તેટલો કાળ નિરંતર ટકી શકે છે. ત્યારપછી અંતર્મુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકે આવી ફરી ક્ષયોપશમ સમ્યક્ત પ્રાપ્ત કરી બે વાર તેત્રીસ સાગરોપમના આઉખે વિજયાદિ વિમાનમાં જવા વડે છાસઠ સાગરોપમ પૂર્ણ કરે. આ સ્થાનકોમાં આટલા કાળ પર્યત ભવપ્રત્યયે અથવા ગુણપ્રત્યયે ઉક્ત પ્રકૃતિઓની વિપક્ષ પ્રકૃતિઓ બંધાતી નથી. માટે વિવણિત પ્રકૃતિઓનો નિરંતર એકસો પંચાશી સાગરોપમનો બંધકાળ ઘટે છે. ૯૪
चउरंसउच्चसुभखगइपुरिससुस्सरतिगाण छावट्टि । बिउणा मणुदुगउरलंगरिसहतित्थाण तेत्तीसा ॥१५॥ चतुरस्रोच्चैर्गोत्रशुभखगतिपुरुषवेदसुस्वरत्रिकाणां षट्षष्टिः ।
द्विगुणा मनुजद्विकौदारिकाङ्गवज्रर्षभतीर्थानां त्रयस्त्रिंशत् ॥१५॥
અર્થ–સમચતુરગ્ન સંસ્થાન, ઉચ્ચગોત્ર, શુભ વિહાયોગતિ, પુરુષવેદ અને સુસ્વરત્રિકનો દ્વિગુણ છાસઠ, સાગરોપમ નિરંતર બંધકાળ છે. તથા મનુજદ્ધિક, ઔદાંરિક અંગોપાંગ, વજઋષભનારા સંઘયણ અને તીર્થકર નામકર્મનો તેત્રીસ સાગરોપમ નિરંતર બંધકાળ છે. ૯૫
૧. આ ટીકામાં તેમ જ સ્વોપજ્ઞ ટીકામાં-છઠ્ઠી નરકમાંથી સમ્યક્ત સહિત નીકળી મનુષ્યપણામાં ઉત્તમ સંયમની આરાધના કરી નવમી રૈવેયકમાં જાય.” એમ કહ્યું. પરંતુ છઠ્ઠી નરકમાંથી નીકળેલ જીવ મનુષ્યપણામાં દેશવિરતિ પ્રાપ્ત કરી શકે છે, પણ સર્વવિરતિ પ્રાપ્ત કરી શકતો નથી.' એમ બૃહત્સંગ્રહણી વગેરે ઘણા ગ્રંથોમાં કહ્યું છે. તેમ જ પંચમ કર્મગ્રંથ ગા૬૦ની ટીકામાં આ જ સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ નિરંતર બંધકાળ બતાવતાં કહ્યું છે કે “સમ્યક્ત સહિત છઠ્ઠી નરકમાંથી નીકળી મનુષ્યપણું પામી દેશવિરતિની આરાધના કરી સમ્યક્ત સહિત ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થઈ ત્યાંથી મનુષ્યમાં આવી સર્વવિરતિ સંયમની આરાધના કરી નવમ રૈવેયકમાં જાય.” અને તેથી ચાર પલ્યોપમ કાળ પણ અધિક થાય છે. “કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ગા. ૧૦૮ની મલયગિરિજી મ.ની તથા મહોપાધ્યાયજી મ.ની ટીકા”માં પણ આ જ પ્રમાણે જણાવેલ છે. છતાં અહીં એમ કેમ કહ્યું તે બહુશ્રુતો જાણે.
૨. અહીં પરિભ્રમણનો જે ક્રમ કહેવામાં આવ્યો છે તે ક્રમે પરિભ્રમણ કરે તો તેટલો નિરંતર બંધકાળ ઘટે. જ્ઞાનિદષ્ટ એ જ ક્રમ છે. ત્યારપછી મોક્ષમાં ન જાય તો સમ્યક્તથી પડી મિથ્યાત્વે જાય અને ત્યાં વિરોધિની પ્રકૃતિઓનો અવશ્ય બંધ થાય.