________________
પંચમહાર
૨૩૭
અર્થ–સાતવેદનીય ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ પર્વત ઔદારિકશરીર નામકર્મ અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન પર્યત અને પરાઘાત, ઉચ્છવાસ, ત્રણચતુષ્ક, અને પંચેન્દ્રિયજાતિ નામકર્મ એકસો પંચાશી સાગરોપમ પર્યત નિરંતર બંધાય છે.
ટીકાનુ સાતવેદનીયકર્મ જઘન્યથી એક સમય બંધાય છે. કારણ કે પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી બીજે સમયે તથા પ્રકારના અધ્યવસાયરૂપ સામગ્રીના વશથી તેની વિરોધી પ્રકૃતિનો બંધ થઈ શકે છે, તેથી સાતવેદનીયનો જઘન્ય એક સમયમાત્ર બંધકાળ ઘટે છે. પરાવર્તમાન પ્રકૃતિઓનો જઘન્યથી એક સમયમાત્ર બંધકાળ હોવામાં આગળ પણ આ જ કારણ સમજવું. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ પર્યત નિરંતર બંધાય છે. કારણ કે ઉત્કૃષ્ટથી સંયોગીકેવળી ગુણસ્થાનકનો એટલો કાળ છે અને ત્યાં એકલી સાતાનો જ બંધ થાય છે, અસાતાનો થતો નથી.
ઔદારિકશરીર નામકર્મ જઘન્યથી એક સમય બંધાય છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન પર્યત બંધાય છે. કારણ કે સ્થાવરમાં ગયેલા જીવો ઔદારિકશરીર નામકર્મ જ બાંધે છે, વૈક્રય બાંધતા નથી. કેમકે તેઓને ભવસ્વભાવે જ તે શરીર નામકર્મ બંધયોગ્ય અધ્યવસાયનો અસંભવ છે. સ્થાવરમાં ગયેલ વ્યવહાર રાશિના આત્માઓ ઉત્કૃષ્ટથી તેટલો જ કાળ ત્યાં રહે છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો ! એકેન્દ્રિયનો એકેન્દ્રિયપણે કાળ આશ્રયી કેટલો કાળ હોય ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સપ્પિણી અવસર્પિણી કાળ આશ્રયી હોય છે અને ક્ષેત્રથી અનંતા લોક, અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન કાળ હોય છે. તે પુગલ પરાવર્તન આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ લેવા.”
પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ બાદર પર્યાપ્ત અને પ્રત્યેક એ ત્રસચતુષ્ક અને પંચેન્દ્રિયજાતિ એ સાત પ્રકૃતિઓ જઘન્યથી એક સમયમાત્ર બંધાય છે અને ઉત્કૃષ્ટથી એકસો પંચાશી સાગરોપમ પર્યત નિરંતર બંધાય છે.
૧. તેરમાં ગુણસ્થાનકનો દેશોનપૂર્વકોટીકાળ હોવાથી માતાનો ઉત્કૃષ્ટ બંધકાળ તેટલો ઘટે છે. અન્યત્ર તો અંતર અંતર્મુહૂર્તે પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી પલટાયા કરે છે. આ પ્રમાણે દરેક પરાવર્તમાન પ્રકૃતિ માટે સમજવું. જ્યાં જ્યાં જે જે પરાવર્તમાન પ્રકૃતિઓનો નિરંતર ત્રણ પલ્યોપમાદિ બંધકાળ કહ્યો હોય ત્યાં ત્યાં તેની વિરોધિની પ્રકૃતિઓ ગુણ પ્રત્યયે કે ભવ પ્રત્યયે બંધાતી નથી માટે કહ્યો છે. જ્યાં જ્યાં વિરોધી પ્રવૃતિઓ બંધાતી હોય ત્યાં ત્યાં તો અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ નિરંતર બંધકાળ સમજવો. જઘન્ય સર્વત્ર સમય સમજવો.
૨. અહીં નિગોદ જીવો ત્રણ પ્રકારના છે :- ૧. કેટલાક એવા જીવો છે કે નિગોદમાંથી નીકળ્યા નથી અને નીકળશે પણ નહિ. ૨. કેટલાક એવા જીવો છે જેઓ હજી હવે નીકળશે, અને ૩. કેટલાક એવા જીવો છે કે નિગોદમાંથી નીકળી ફરી નિગોદમાં ગયા છે. અહીં ઔદારિક શરીર નામનો નિરંતર બંધકાળ જે કહ્યો છે, તે ત્રીજા પ્રકારના જીવ આશ્રયી સમજવાનો છે. પહેલા બે પ્રકાર આશ્રયી તો અનુક્રમે અનાદિ અનંત અને અનાદિ સાંતકાળ સમજવો. સૂક્ષ્મનિગોદ ભાવને જેઓએ કોઈ દિવસ છોડ્યો નથી તે અવ્યવહાર રાશિના જીવો કહેવાય છે. શેષ સઘળા વ્યવહારરાશિના કહેવાય છે.